Home /News /business /Indian Post: આ વર્ષે નવી 10 હજાર પોસ્ટ ઓફિસ ખૂલશે, લોકો ઘરે બેઠાં વિવિધ સર્વિસનો લાભ લઈ શકશે
Indian Post: આ વર્ષે નવી 10 હજાર પોસ્ટ ઓફિસ ખૂલશે, લોકો ઘરે બેઠાં વિવિધ સર્વિસનો લાભ લઈ શકશે
ભારતીય પોસ્ટ વિભાગ આ વર્ષે નવી 10 હજાર પોસ્ટ ઓફિસ ખોલશે - ફાઇલ તસવીર
Indian Post: ભારતીય પોસ્ટ ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપવા માટે નવી યોજનાઓ બનાવી રહ્યું છે. ઇન્ડિયા પોસ્ટ તેની ટેક્નિકમાં સુધારા કરી રહ્યુ છે, જેથી લોકોના ઘર સુધી સર્વિસ પહોંચાડી શકાય.
નવી દિલ્હીઃ ભારતીય પોસ્ટ ગ્રાહકોને વધુ સારી અને સુવિધાભરી સર્વિસ પૂરી પાડવા માટે નવી નવી યોજનાઓ બનાવી રહ્યું છે. ઇન્ડિયા પોસ્ટ તેની ટેક્નિકલ સેવાઓમાં પણ મોટાપાયે સુધારો કરી રહ્યુ છે, જેથી તે લોકોના ઘર સુધી સર્વિસ પહોંચાડી શકે. આ સાથે જ તેઓ આ વર્ષે 10 હજાર જેટલી નવી પોસ્ટ ઓફિસ ખોલવાની પણ યોજના બનાવી રહ્યુ છે. પોસ્ટ વિભાગના સચિવ અમન શર્માએ સીઆઈઆઈ સંમેલનમાં કહ્યુ હતુ કે, સરકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસમાં આધુનિકીકરણ કરવા માટે 5200 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
ડ્રોનથી ડિલિવરી કરવામાં આવી
અમન શર્માએ જણાવ્યુ હતુ કે, અમે હમણાં થોડા સમય પહેલાં જ ગુજરાતમાં ડ્રોનથી ડિલિવરી કરી છે. સરકારે અમને આઈટી પરીયોજનાને આગળ વધારવા માટે કહ્યુ છે કે, અમે 2012માં આની શરૂઆત કરી હતી. પોસ્ટ અને જુદા-જુદા સરકારી વિભાગોની સર્વિસ ટૂંક સમયમાં તમને ઘરના દરવાજા સુધી મળશે. પોસ્ટ ઓફિસમાં લોકોની જગ્યાએ હવે ટેક્નોલોજીની મદદથી તમામ સેવા લોકોના ઘર સુધી પૂરી પાડવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આગળનું પગલું છે અને સરકાર નાગરિકોને ટેક્નોલોજીની મદદથી સેવા પૂરી પાડવા માટે ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વખતે ભારતીય પોસ્ટે લોકોના ઘર સુધી 20 હજાર કરોડથી વધુ રૂપિયાની ડિલિવરી કરી હતી.
સરકાર અમને વધુ વિસ્તરણ કરવા અને નવી પોસ્ટ ઓફિસ ખોલવા માટે જણાવી રહી છે. હમણાં અમને 10 હજાર નવી પોસ્ટ ઓફિસ ખોલવા માટેની મંજૂરી મળી ગઈ છે. આ વેરાન વિસ્તારમાં પણ ઇંટ અને મોર્ટારના સ્ટ્રક્ચરથી બનાવવામાં આવી હશે. સકરાર ઇચ્છે છે કે, લોકોને તેમના ઘરેથી 5 કિલોમીટર સુધીના અંતરમાં બેન્કિંગ અને નાણાકીય સેવા મળી રહે. નવી 10 હજાર પોસ્ટ ઓફિસ આ વર્ષે જ ખોલવામાં આવશે. ત્યારબાદ ભારતમાં પોસ્ટ ઓફિસની સંખ્યા અંદાજે 1.7 લાખ જેટલી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર