નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરને વધુ સુવિધા આપવા માટે સરકારે ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન બિલ 2022 મૂક્યું છે. આ બીલમાં ટેલિકોમ સર્વિસને વધુ સસ્તી બનાવવા અને કંપનીઓને રાહત આપવા માટે ઘણા નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ જણાવ્યું હતું કે, નવા બિલ હેઠળ ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફી અને પેનલ્ટીમાં રાહત આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત ટેલિકોમ કે ઈન્ટરનેટ પ્રોવાઈડર પોતાનું લાઈસન્સ સરેન્ડર કરે તેવી સ્થિતિમાં ફી પરત કરવામાં આવશે.
કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ ખરડાના મુસદ્દાની લિંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી અને 20 ઓક્ટોબર સુધીમાં લોકોના સૂચનો માંગ્યા હતા. લોકો આ બિલ અંગે તેમના સૂચનો આપી શકે છે અને પછી તેને આખરી ઓપ આપવામાં આવશે.
Seeking your views on draft Indian Telecom Bill 2022.https://t.co/96FsRBqlhq
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 21, 2022
બિલ તરીકે તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર કેન્દ્ર સરકાર ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફીની સંપૂર્ણ કે આંશિક માફી આપી શકે છે. જેમાં એન્ટ્રી ફી, લાયસન્સ ફી, રજિસ્ટ્રેશન ફી અને અન્ય પ્રકારની ફી અને ચાર્જ સામેલ હશે. આ સિવાય લાયસન્સ ધારકો અને રજિસ્ટર્ડ સંસ્થાઓને વ્યાજ, વધારાના ચાર્જ અને દંડ પર પણ છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત બિલમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારો ભારતમાં પ્રકાશિત પ્રેસ સંદેશાઓને ઇન્ટરસેપ્ટરમાંથી મુક્તિ આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે, કટોકટીની સ્થિતિમાં કે ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ, અખંડિતતા અથવા સુરક્ષાના હિતમાં, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અથવા કોઈપણ ગુના માટે ઉશ્કેરણી અટકાવવા માટે આ બિલમાં કોઈ પણ છૂટ આપી શકાતી નથી. ડ્રાફ્ટ હેઠળ આવા કોઇ પણ કેસમાં સરકાર મેસેજને ઇન્ટરસેપ્ટ કરી શકે છે અથવા તેની પૂછપરછ પણ થઇ શકે છે. આવા કેસોની તપાસ માટે સરકાર દ્વારા અધિકારીઓને પણ અધિકૃત કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનિય છે કે, ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં થયેલા સુધારાનો અમુક ફાયદો લોકો સુધી પણ પહોંચશે. નવા બિલ હેઠળ ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફી અને પેનલ્ટીમાં રાહત આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત ટેલિકોમ કે ઈન્ટરનેટ પ્રોવાઈડર પોતાનું લાઈસન્સ સરેન્ડર કરે તેવી સ્થિતિમાં ફી પરત કરવામાં આવશે. આવી જોગવાઈના કારણે મોબાઈલ અને ઇન્ટરનેટ સસ્તું થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Mobile company, Mobile data, Telecom Department