Home /News /business /Tata Tigor EV Review: ટાટાની આ સસ્તી ઇલેક્ટ્રિક કાર ફુલ ચાર્જમાં ચાલશે 306 KM, જાણો 5 મહત્ત્વની બાબતો

Tata Tigor EV Review: ટાટાની આ સસ્તી ઇલેક્ટ્રિક કાર ફુલ ચાર્જમાં ચાલશે 306 KM, જાણો 5 મહત્ત્વની બાબતો

Tata Tigor EV ભારતમાં હમણાં જ લોન્ચ થઈ છે. (તસવીર- Arjit Garg/News18.com)

Tata Tigor EV Review: અહીં જાણો ટાટાની એફોર્ડેબલ ઇલેક્ટ્રિક કાર Tigor EVની ખાસિયાતો અને ઉણપો

Auto News: દેશમાં ધીમે ધીમે ઈ-વાહનો (Electric Vehicles) સ્વીકૃત થઈ રહ્યા છે. પણ પેટ્રોલ ડીઝલના વાહનો જેટલી સ્વીકૃતિ માટે ‘દિલ્હી ઘણું દૂર’ છે. વર્તમાન સમયે ઈ વાહનો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ લોકોમાં ઈ વાહનની ખરીદી માટે ખચકાટ ઊભો કરે છે. આ સાથે અત્યારે લોકો પાસે ઈ વાહન માટે વધુ વિકલ્પો નથી. આ બાબત પણ ઘણા અંશે લોકોની પાછીપાની પાછળ જવાબદાર છે. જોકે, આ બંને તકલીફોના ઉકેલ માટે ટાટા મોટર્સ (Tata Motors) ખૂબ જ મહેનત કરી રહી છે. ટાટા મોટર્સ દ્વારા તાજેતરમાં Tigor EV લોન્ચ કરવામાં આવી છે. જેનો ફર્સ્ટ ડ્રાઇવ રિવ્યૂ (Tata Tigor EV First Drive Review) અહીં રજૂ કરવામાં આવ્યો છે.

Tigor EV વિશે જ વાત કરતા પહેલા ટાટા મોટર્સની વ્યૂહરચના વિશે સમજી લઈએ. Tigor EVના લોન્ચિંગ સાથે ટાટા મોટર્સ અલગ અલગ બોડી ટાઇપ્સની 2 EV અને બંનેની રેન્જ 300 કિમીથી અપાતી હોય તેવી દેશની એકમાત્ર કાર નિર્માતા કંપની બની છે. આ નવી Tigor EVને ઝિપ્ટ્રોન ટેકનોલોજી આપવામાં આવી છે. આ ટેકનોલોજી સૌ પ્રથમ નેક્સન ઇવી સાથે જોવા મળી હતી. ટાટા રેગ્યુલર ટિગોરનું વેચાણ નવા નામ Tata Express T EV હેઠળ ચાલુ રાખશે.

Tata Tigor EV Design

Tigor EVની ડિઝાઇન આકર્ષક છે. તેમાં ટીલ બ્લુ શેડ ગ્રીલ પર અન્ય લાઈટ બ્લુ એલિમેન્ટ સાથે રિચ લૂક આપે છે. વ્હીલ અને બમ્પર ગ્રીન એનર્જી સૂચવે છે. આ સાથે ડેટોના ગ્રે શેડ પણ મળે છે. આ કારની ડિઝાઇન રેગ્યુલર Tigor જેવી જ છે. કારમાં ડ્રેગ ઘટાડવા માટે એરોડાયનેમિક્સમાં સુધારો જોવા મળ્યો છે. જેનાથી તેની રેન્જમાં વધારો થાય છે.

Tata Tigor EV Cabin 

આ કારમાં બહારના દેખાવની જેમ અંદરનો દેખાવ પણ રેગ્યુલર Tigor જેવો જ છે. ડેશબોર્ડ પણ તેવું જ છે. પણ કેબિનમાં લાઈટ બ્લુ એલિમેન્ટ અને ગિયર સ્ટીકની જગ્યાએ રોટરી કનોબ મળે છે. રોટરી કનોબનો રિસ્પોન્સ થોડો ધીમો છે. પિયાનો બ્લેક ફિનિશ એલિમેન્ટ્સ, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથેની ડ્યુઅલ ટોન કેબિનથી પ્રીમિયમનેસ ફિલ થાય છે. જોકે, કેબિનની અંદર પોપ અપ સ્ટાઇલડોર લોક જૂની પદ્ધતિનો છે.

ફીચર તરીકે તમને 7 ઇંચની હરમન કાર્ડન ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 4 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, રિયર પાર્કિંગ કેમેરા, પુશ બટન સ્ટાર્ટ, ઇલેક્ટ્રિક બૂટ અનલોકિંગ બટન અને સીટ હાઇટ એડજસ્ટમેન્ટ મળે છે. ટાટા iRA કનેક્ટેડ સ્યુટ પણ આપવામાં આવે છે. જેમાં રિમોટ કમાન્ડ, ચાર્જિંગ સ્ટેટસ સહિત 30 સુવિધાઓ મળે છે.

આ કારમાં યોગ્ય સ્પેસ મળે છે. કારમાં ચાર વ્યક્તિઓ આરામથી બેસી શકે છે. પણ સમાન રખવા માટે કપ હોલ્સ કે અન્ય જગ્યાઓ પૂરતી નથી. બૂટમાં સ્પેર વ્હીલ વિના 375-લિટર અથવા વ્હીલ સાથે 316-લિટરની જગ્યા મળે છે. કંપની વ્હીલની જગ્યાએ ટાયર પંક્ચર કિટ ઓફર કરી રહી છે. બૂટ ખોલવા માટે ડોર પરનું બટન ખૂબ નાનું છે.

Tata Tigor EV Performance 

ટાટા મોટર્સ Tigor EVના 3 વેરિએન્ટના વિકલ્પ આપે છે. જોકે, પાવરટ્રેનનો વિકલ્પ સમાન રહે છે. ઝિપ્ટ્રોન ટેકનોલોજીના કારણે નવી Tigor EVમાં મલ્ટી 306 કિમી ARAI પ્રમાણિત માઇલેજ સાથે 26.8 kWh મળે છે.

Nexon EVની જેમ હોમ માઉન્ટેડ એસી ચાર્જર, ચાર્જિંગ કેબલ મળે છે. જેનો ઉપયોગ કોઈપણ 15 amp સોકેટ પર થઈ શકે છે. ટાટા પાવરના સહયોગથી દેશમાં 640થી વધુ DC ફાસ્ટ ચાર્જર્સનું વિશાળ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. DC ચાર્જર 1 કલાકની અંદર વાહન ચાર્જ કરી શકે છે. જ્યારે AC ચાર્જર અને કેબલ એક રાતમાં અથવા 7-9 કલાકમાં વાહન ચાર્જ કરી શકે છે.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? ફટાફટ કરો ચેક

ટાટા દ્વારા સામાન્ય સ્થિતિમાં આ કાર 250 કિમીની રેન્જ આપી શકે તેવો દાવો કરવામાં આવે છે, પણ રિવ્યુ દરમિયાન આ કારને મોટાભાગે S મોડ પર ચલાવીને 200 કિમીની જ રેન્જ મળી છે. જેથી કંપનીના દાવા અને વાસ્તવિક રેન્જ વચ્ચેનું અંતર ખબર પડે છે. રેગ્યુલર ડ્રાઇવિંગ માટે D મોડ છે. આ મોડમાં EV ચલાવવી સુસ્ત લાગે છે. S મોડ રિસ્પોન્સિવ છે. આ મોડમાં ડ્રાઇવ કરવામાં મજા આવે છે. પરંતુ તેમાં બેટરી ઝડપથી ઘટે છે. આ મોડમાં તમને 75 PS અને 170 Nmની તાકાત મળે છે. સ્ટિયરિંગનું ટ્યુનિંગ સારું છે અને સસ્પેન્સનનું સેટઅપ સોફ્ટર સાઈડ તરફ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો, ટાટા મોટર્સની આ ઇલેક્ટ્રિક કારને મળી રહ્યો છે જોરદાર પ્રતિસાદ, ધડાધડ થઇ રહ્યા છે બુકિંગ

રિવ્યુ દરમિયાન ભારે વરસાદમાં વાહન ચલાવવું પડ્યું હોવાથી બ્રેક બાબતે વાત કરવી નૈતિક નહીં હોય, પરંતુ બ્રેકમાં એનર્જી રીજનરેટિવ સિસ્ટમ મળે છે. ટેઈલ પાઇપ ન હોવાને કારણે પાણી ભરાયેલા રસ્તાઓ પર પણ કાર ચલાવવી ખૂબ સરળ લાગી હતી. આ કારના સલામતી ધોરણો સારા છે. GLOBAL NCAP સલામતી પરીક્ષણમાં 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. બેટરી IP67 રેટેડ છે અને લિક્વિડ કૂલ્ડ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ મળે છે. તમને EBD સાથે 8 વર્ષની બેટરી વોરંટી, ડ્યુઅલ એરબેગ્સ અને એબીએસ પણ મળે છે.

Tata Tigor EV- ખરીદવી કે ન ખરીદવી?

પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની વાત ટાટા સારી રીતે જાણે છે. તમારે ઇલેક્ટ્રિક SUV જોઈતી હોય તો Nexon EVને પસંદ કરી શકો. જો તમારે નાની અને વધુ સસ્તી ઇલેક્ટ્રિક કાર જોઈતી હોય તો Tigor EVનો વિકલ્પ સારો છે. આ કાર માત્ર 12 લાખ રૂપિયા (સબસિડી વિના)માં મળે છે. અત્યારે તે 300 કિમીથી વધુની રેન્જ આપતી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. પરંતુ સામાન્ય કારને આની સાથે બદલવી પોસાય નહીં. જોકે, આ કાર લોકોને ઈ વાહન તરફ વિચારતા કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Auto news, Tata motors, Tata Tigor EV

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन