New Tata Safari 14.39 લાખ રૂપિયા કિંમત પર થઈ લૉન્ચ, જાણો તમામ ફીચર્સ

11 વેરિયન્ટમાં લૉન્ચ થઈ New Tata Safari, ટોપ વેરિયન્ટની કિંમત 21.45 લાખ રૂપિયા

11 વેરિયન્ટમાં લૉન્ચ થઈ New Tata Safari, ટોપ વેરિયન્ટની કિંમત 21.45 લાખ રૂપિયા

  • Share this:
    નવી દિલ્હી. ટાટા મોટર્સ (Tata Motors)એ અંતે ભારત (India)માં નવી Tata Safariને લૉન્ચ કરી દીધી છે. ટાટા મોટર્સે નવી Tata Safariના બેઝ વેરિયન્ટની કિંમત 14.69 રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) રાખી છે. ટાટા મોટર્સની નવી સફારીનું બુકિંગ 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. એવામાં આ કારની ડિલીવરી લૉન્ચિંગ બાદથી જ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ નવી Tata Safariના ટોપ વેરિયન્ટની કિંમત ટાટા મોટર્સે 21.45 લાખ રૂપિયા રાખી છે. આવો જાણીએ New Tata Safari વિશે બધું જ...

    11 વેરિયન્ટમાં લૉન્ચ થઈ New Tata Safari- ટાટા મોટર્સે નવી સફારીને 6 ટ્રિમ્સમાં અને કુલ 11 વેરિયન્ટમાં બજારમાં લૉન્ચ કરી છે. આ વેરિયન્ટમાં નવા એડવેન્ચર પર્સન એડિશન પણ સામેલ છે. બીજી તરફ ટાટા મોટર્સે New Tata Safariના સ્ટાન્ડર્ડ વેરિયન્ટને કંપની 3 રંગોમાં વેચશે. જેમાં રોયલ બલૂ, ઓર્કસ વ્હાઇટ અને ડેટોના ગ્રે સામેલ છે. New Tata Safariને તમે 30 હજાર રૂપિયાના ટોકન અમાઉન્ટ ઉપર ટાટા મોટર્સની ડીલરશીપ અને ઓનલાઇન બુક કરાવી શકો છો.


    આ પણ વાંચો, SBI આપી રહી છે સસ્તી Gold Loan, માત્ર એક મિસ્ડ કોલ કરો અને મળી જશે સમગ્ર માહિતી

    New Tata Safariની એડવેન્ચર પર્સન એડિશન- ટાટા મોટર્સે આ વખતે નવી ટાટા સફારનીનું એડવેન્ચર પર્સન એડિશન પણ લૉન્ચ કર્યું છે. આ વેરિયન્ટ આપને ટ્રોપિલક મિસ્ટ રંગમાં ઉપલબ્ધ હશે. બીજી તરફ નવી સફારીનું સ્પેશન એડીશન આપને ઘેરા ભૂરા રંગમાં ઉપલબ્ધ હશે.

    New Tata Safariની ડિટેલ- નવી ટાટા સફારીના base XE variantમાં આપને ડ્યુઅલ એરબેગ, ઓલ ડિસ્ક બ્રેક, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામની સાથે હિલ હોલ્ડ કન્ટ્રોલ અને રોલઓવર મિટિગેશનની સુવિધા મળશે. બીજી તરફ મલ્ટી ડ્રાઇવ મોડ અને ટચસ્ક્રીન મ્યૂઝિક સિસ્ટમ XM વેરિયન્ટથી શરુ થાય છે.

    New Tata Safariના XT varientમાં આપને iRA કનેક્ટિવીટિ, સમગ્રપણે ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ અને પેનોરેમીક સનરુફ જેવા ફીચર્સ મળશે. તેની સાથે જ XZ વેરિયન્ટમાં આપને એક્શન એચઅઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ, ટેરિયર રિસ્પોન્સ મોડ, 6 એરબેગ, ઓટો હોલ્ડની સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, 8.8 ઇન્ચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટની સાથ 9 જેબીએલ સ્પીકર અને એક સબવૂફર, પાવર્ડ ડ્રાઇવર અને ડાયમંડ કટ 18 ઇન્ચ એલોય વ્હીલ મળશે.

    આ પણ વાંચો, Heroની આ જબરદસ્ત બાઇક આપે છે 80 KMની માઇલેજ, કિંમત છે માત્ર 51,200 રૂપિયા

    New Tata Safariનું એન્જિન- નવી સફારીમાં ટાટા મોટર્સે 2-લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 170 psનો પાવર જનરેટ કરે છે. બીજી તરફ આ એસયુવીમાં આપને 6 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટીક ટ્રાન્સમિશનનું ઓપ્શન મળશે.
    Published by:Mrunal Bhojak
    First published: