નવી દિલ્હીઃ 22 માર્ચે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત બાદ 25 મેથી શરૂ કરવામાં આવેલી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા માટે હવે નવી SOP જાહેર કરવામાં આવી છે. બદલાયેલા નિયમો મુજબ, વિભિન્ન એરલાઇન્સ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દરમિયાન પહેલાની જેમ પેક કરેલું ભોજન પીરસી શકશે. બીજી તરફ, હવે જો કોઈ યાત્રી મુસાફર દરમિયાન માસ્ક પહેરવાથી ઇન્કાર કરશે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાઇટ લિસ્ટમાં મૂકી દેવામાં આવી શકે છે.
SOPમાં કહેવામાં આવ્યું છે કે ભોજન પીરસવા માટે સ્વચ્છ ડિસ્પોજેબલ ટ્રે, પ્લેટ કે કટલરીનો ઉપયોગ કરવામાં આવશે. ક્રૂ મેમ્બર્સ પ્રત્યેક મીલ કે બેવરેજને પીરસતાં પહેલા નવા ગ્લોવ્ઝ પહેરવા જેથી સાફસફાઈનું યોગ્ય રીતે પાલન થઈ શકે. આ સેવાઓને શરૂ કરતાં પહેલા યાત્રીઓને સૂચિત કરવામાં આવશે. આ પહેલા કોવિડ-19 સંક્રમણને જોતાં હાલ જે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ચાલુ છે તેમાં ભોજનની સામગ્રી પીરસવા પર પ્રતિબંધ છે, જેને હવે ખતમ કરવામાં આવી રહ્યો છે.
Ministry of Civil Aviation permits airlines to serve pre-packed snacks, meals and beverages on domestic flights and hot meals and limited beverages on international flights pic.twitter.com/UBqB8NLd1d
ભોજન ડિસ્પોજેબલ પ્લેટ અને કટલરીની સાથે આપવામાં આવશે
તેની સાથે જ સરકાર એરલાઇન કંપનીઓને ડિસ્પોજેબલ પ્લેટ, કટલરી અને સેટ-અપ પ્લેટનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેને ફરી ઉપયોગમાં નહીં લેવામાં આવે. ડિસ્પોજેબલ ગ્લાસ, બોટલ, કૅન અને કન્ટેનરમાં જ ચા, કોફી અને અન્ય વસ્તુ પીરસવામાં આવશે. તેની સાથે જ દરેક સેવા માટે ક્રૂને ગ્લોવ્ઝનો નવો સેટ પહેરવો પડશે.
ભોજનની મંજૂરી સાથે જ સરકારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇ્ટસ માટે In-flight મનોરંજનની પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે એરલાઇન્સને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે ડિસ્પોજેબલ ઇયરફોનનો ઉપયોગ થાય કે યાત્રીઓ માટે સ્વચ્છ અને કીટાણુરહિત ઇયરફોન આપવામાં આવે.
SOPમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સને દરેક ઉડાન બાદ તમામ ટચપોઇન્ટ્સને સ્વચ્છ અને કીટાણુરહિત કરવા પડશે. જેનાથી યાત્રીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર