New Smart LPG Gas Cylinder: આવી ગયો નવો સ્માર્ટ એલપીજી સિલિન્ડર, ગણતરીની મિનિટમાં ખબર પડશે કેટલો બચ્યો ગેસ

નવો સ્માર્ટ સિલિન્ડર

New Smart LPG Gas Cylinder: ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન દ્વારા પોતાના ગ્રાહકો માટે નવો સિલિન્ડર તૈયાર કરવામાં આવ્યો છે. આ સિલિન્ડરમાં તમને ગેસ કેટલો બચ્યો છે અને કેટલો વપરાયો તેના વિશે જાણકારી મળશે

  • Share this:
    નવી દિલ્હી : ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા નવો સ્માર્ટ એલપીજી સિલિન્ડર (New Smart LPG Gas Cylinder) રજૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે કોમ્પોસિઝ સિલિન્ડર (Composite Cylinder) આ સિલિન્ડરની ખાસિયત એ છે કે એમાં તમને ખબર પડી જશે કે કેટલો ગેસ વપરાયો અને કેટલો ગેસ બચ્યો છે. લોકોને આ સિલ્ન્ડરનો નવો લૂક અને લોગો ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો આ નવા સિલિન્ડરની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

    સિલિન્ડરની વિશેષતાઓ 

    આ સિલિન્ડરમાં ઇન્ડિયન ઓઇલ દ્વારા સિલિન્ડરમાં ત્રણ લેયર આપવામાં આવ્યા છે. જેમાં બ્લો, માઇલ્ડ અને હાઇ ડેન્સિટિલિટી પૉલીથાઇલીન ઈનર લાઈનરથી તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે બહારના ભાગમાં એચડીપીઈનું લેયર છે.

    જુના ગેસ સિલિન્ડરની સરખામણીમાં આ નવા સિલિન્ડરનું વજન 50 ટકા ઓછું છે. આ સિલિન્ડર 5 કિલો અને 10 કિલોના વજનમાં ઉપલબ્ધ તશે. જો તમારા ઘરમાં વધારે ઉપયોગ હોય તો તમે 10 કિલો વાળો નાનો સિલિન્ડર ખરીદી શકશો.

    આ પણ વાંચો : Post officeની આ સ્કીમ આપશે બમણુ રિટર્ન, 5 લાખના મળશે 10 લાખ- જાણો કેવી રીતે

    આ સિલિન્ડરની બોડી ટ્રાન્સપરન્ટ છે. તમને બહારથી જોઈને જ ખબર પડી જશે કે અંદર કેટલો ગેસ બચ્યો છે અને કેટલો વપરાયો છે.

    આ સિલિન્ડરમાં કાટ નહીં લાગે ન તો એ ખરાબ થશે. આ સિલિન્ડર તમારા ઘરની મોંઘીદાઠ ટાઇલ્સને પણ ખરાબ નહીં કરે.

    આ ઉપરાંત આ સિલિન્ડરનો લૂક ખૂબ જ જોરદાર છે. જે તમારા સ્માર્ટ કિચનમાં બિલકુલ ફીટ બેસે છે. આ તેને ઢાંકીને રાખવાની પણ જરૂર નહીં પડે.

    આ પણ વાંચો : LPG Price Today: જનતાને મોટો આંચકો, 25.50 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર, ફટાફટ ચેક કરો નવા ભાવ

    આ શહેરોમાં ઉપલબ્ધ થયા

    વર્તમાન સમયમાં આ સિલિન્ડર નવી દિલ્હી, હૈદરાબાદ, ફરીદાબાદ અને લુધિયાણામાં કેટલાક નક્કી કરેલા વિતરકો પાસે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના સ્લોટમાં ઉપલબ્ધ છે. ઇન્ડનના ગ્રાહકો ખરીદવા ઈચ્છે તો તેને પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સંપર્ક કરીને ખરીદી શકે છે.
    Published by:Jay Mishra
    First published: