કોરોના મહામારીમાં શારીરિકની સાથે આર્થિક બાબતે પણ અસરો થઇ છે. વેપાર-ધંધા બંધ રહ્યા હોવાથી આર્થિક સંકળામણનો સામનો લોકો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોરોના કાળમાં લોકોને એકાએક પૈસાની જરૂર પડતી હોવાથી સરકાર દ્વારા નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જે મુજબ હવે તમે પણ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માંથી એક લાખ રૂપિયા એડવાન્સ પીએફ બેલેન્સ કાઢી શકો છો. તમે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં આ પૈસા ઉપાડી શકો છો. આ સર્વિસનો લાભ લેવા માટે તમારે ખર્ચ દેખાડવો પડશે.
ગત 1 જુનના રોજ EPFOએ સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું છે કે, કર્મચારીઓ રૂ. 1 લાખ સુધીનું મેડિકલ એડવાન્સ માટે કાઢી શકે છો. કોરોના વાયરસ ઉપરાંત અન્ય બીમારીઓમાં પણ ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિમાં PFમાંથી પૈસા કાઢી શકાય છે.
આ ફેરફાર મેડિકલ એડવાન્સની સર્વિસ કરતા અલગ
અગાઉ કર્મચારીઓ EPFO મેડિકલ ઇમરજન્સીના સમયે EPFમાંથી પૈસા કાઢી શકતા હતા. જે તેમને મેડિકલ બિલ જમા કર્યા બાદ મળતું હતું. પરંતુ હવે આ સેવા મેડિકલ એડવાન્સ સર્વિસથી અલગ છે. આ સેવા લેવા માટે કોઈ બિલ જમા કરાવવાનું રહેતું નથી. તમારે માત્ર એપ્લાય કરવાનું રહે છે. પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
- www.epfindia.gov.in વેબસાઈટના હોમ પેજ પર COVID 19 ટેબ હેઠળ ઉપર ડાબી તરફના ખૂણે ઓનલાઈન એડવાન્સ ક્લેમ લઈ શકાય છે.
- https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface પર જાઓ.
- અહીં ઓનલાઈન સેવા પર જાઓ >> ક્લેમ (ફોર્મ -31,19,10 સી અને 10 ડી)
- તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંક નાંખો.
- Proceed for Online Claim પર ક્લિક કરો
- ડ્રોપ ડાઉનમાંથી PF Advanceને પસંદ કરો (Form 31)
- કારણ પસંદ કરો. જોઈતી રકમ અને ચેકની સ્કેન કોપી અપલોડ કરો અને સરનામું નાંખો.
- Get Aadhaar OTP પર ક્લિક કરો અને આધાર લિંક મોબાઈલ પર તમને મળેલો OTP નાંખો.
- તમારો ક્લેમ ફાઇલ થઈ ગયો.
કોરોના કાળમાં લોકોની પરિસ્થિતિને જોતા સરકારે અનેક નવી યોજનાઓ શરૂ કરી છે. જે હેઠળ આ સુવિધા પણ શરૂ થઈ છે. જો તમારે પણ પૈસાની ઇમર્જન્સી જરૂરત હોય તો આ સેવાનો લાભ ઉઠાવી શકો છો. આમ તો જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી પીએફના પૈસાને ઉપાડવાથી બચવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર