મોદી સરકાર લાવી રહી છે સોના સાથે જોડાયેલી આ નવી સ્કીમ્સ, જાણો તમને શું ફાયદો થશે?

Mrunal Bhojak
Updated: January 4, 2019, 6:39 PM IST
મોદી સરકાર લાવી રહી છે સોના સાથે જોડાયેલી આ નવી સ્કીમ્સ, જાણો તમને શું ફાયદો થશે?
પ્રતીકાત્મક તસવીર

સીએનબીસી-અવાજને મળેલી એક્સકલુઝિવ જાણકારી અનુસાર સરકારે સોના સાથે જોડાયેલી કેટલીક સ્કીમને વધુ ઉપયોગી કરવા માટે આ પ્રસ્તાવ તૈયાર કાર્ય છે

  • Share this:
લક્ષ્મણ રોય, ન્યૂઝ18 ગુજરાતી :

ઘરમાં રાખેલું સોનુ બેંકમાં જમા કરાવવાથી ઈન્ક્મ ટેક્સમાં રાહત મળી શકે છે. સીએનબીસી-અવાજને મળેલી એક્સકલુઝિવ જાણકારી અનુસાર સરકારે ગોલ્ડ નો વધુ કારગર ઉપયોગ કરવા માટે આ પ્રસ્તાવ તૈયાર તૈયાર કરી રહી છે. સરકાર સોનુ જમા કરવા ઉપર ટેક્સમાં રાહત આપવાની તૈયારીમાં છે. નવા પ્રસ્તાવ અનુસાર, વ્યક્તિગત ઉપરાંત સંસ્થાઓ, મંદિરો કે ટ્રસ્ટને આ મામલે ફાયદો થશે

સોનુ આપો, ટેક્સ છૂટ મેળવો

અમને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી જે આપણે કામ લાગી શકે છે, શક્ય છે આ પ્રસ્તાવિત માહિતી આગામી દિવસોમાં વાસ્તવિકતા બની જાય :

1. ઘરમાં રાખેલા સોનાને જમા કરવાથી ટેક્સમાં રાહત મળવાનો પ્રસ્તાવ
2. વ્યક્તિગત, સંસ્થા, મંદિર અને ટ્રસ્ટને મળશે ફાયદો3. અત્યારે ગોલ્ડ જમા કરાવવા ઉપર અને કાઢતી વેળા કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હતો
4. અન-એકાઉન્ટેડ ગોલ્ડ જમા ઉપર મળશે ટેક્સમાં રાહત
5. ટેક્સમાં છૂટ હંમેશા લાગુ ન પણ રહે
6. શક્ય છે કે આ સ્કીમ પ્રારંભિક છ માસ કે એક વર્ષ સુધી લાગુ રહે
7. ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત અથવા ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાં સોનુ જમા કરવાથી મળી શકે છે છૂટ
8. ગોલ્ડ ડિપોઝિટ ઉપર લોક-ઈન પિરિયડ પણ લાગુ થઇ શકે
9. લોક-ઈન પિરિયડ અથવા એક નિશ્ચિત સમય સુધી સોનુ નહિ કાઢી શકો
10. લોક-ઈન પિરિયડ ત્રણથી પાંચ વર્ષ સુધી હોઈ શકે
11. આ પ્રકારના પ્રસ્તાવોને આખરી ઓપ અપાઈ રહયો છે, જેનું આગામી દિવસોમાં સત્તાવાર સમર્થન મળે

(લેખક સીએનબીસી-અવાજના પોલિટિકલ-ઇકોનોમિક એડિટર છે)

આ પણ વાંચો, 2000 રૂપિયાની નોટના પ્રિન્ટિંગ પર સરકારનું મોટું નિવેદન
First published: January 4, 2019, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading