આ શરતો પૂરી કર્યા વગર તમે સિનેમા હોલમાં ફિલ્મ નહીં જોઇ શકો, જાણો નવા નિયમ

આ શરતો પૂરી કર્યા વગર તમે સિનેમા હોલમાં ફિલ્મ નહીં જોઇ શકો, જાણો નવા નિયમ
પ્રતિકાત્મક તસવીર

વધુમાં થિયેટરમાં આવનાર તમામ લોકોના સ્માર્ટફોનમાં આરોગ્ય સેતુ એપ હોવું જરૂરી છે.

 • Share this:
  કોરોના વાયરસના કારણે દેશભરના સિનેમા હોલ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે 15 ઓક્ટોબરથી રાજધાની દિલ્હીના સિનેમા હોલ્સને ખોલવામાં આવ્યા છે. જો કે સિનેમા હોલના માલિકો અને દર્શકોને ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં સિનેમા હોલમાં ફિલ્મ જોવા માટે લોકોને અનેક નવી શરતોનું પાલન કરવું પડશે. આ માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો મુજબ આવનારા તમામ દર્શકોનું થર્મલ સ્કેનિંગ થશે અને તેમનું ટેમ્પ્રેચર સેક કરવામાં આવશે. પછી તેમને સેનિટાઇઝ કરવામાં આવશે.

  વધુમાં થિયેટરમાં આવનાર તમામ લોકોના સ્માર્ટફોનમાં આરોગ્ય સેતુ એપ હોવું જરૂરી છે. જે તેમને સિનેમા હોલમાં આવતા પહેલા ડાઉનલોડ કરવું પડશે. નહીં તો તેમને એન્ટ્રી નહીં આપવામાં આવે. સાથે જ દર્શકોને પોતાનું યોગ્ય મેલ આઇડી, મોબાઇલ નંબર પણ કહેવું પડશે. એટલું જ નહીં દર્શકોને ટિકિટ લઇને સિનેમા હોલમાં આવવાની જરૂર નથી. તે મોબાઇલ ફોન પર ઇ ટિકિટ બતાવી શકશે. સિનેમા હોલની અંદર એક સીટ છોડીને બેસવું પડશે. અને દરેક શો પછી હોલને અંદરથી સેનેટાઇઝ કરવો પડશે.  વધુમાં દિલ્હીમાં દિવાળી અને રામલીલા માટે પંડાલ લગાવાની મંજૂરી પણ આપવામાં આવી છે. દિલ્હી સરકારે રવિવારે આ માટે ઔપચારિક આદેશ પણ આપ્યા છે. રાજધાનીમાં તહેવારમાં 31 ઓક્ટોબર 2020 સુધી મેળા, ફૂડ સ્ટોલ, રેલી કે પ્રદર્શનની છૂટ નહીં મળે. દિલ્હી સરકારનો આદેશ છે કે કોઇ પણ કાર્યક્રમથી પહેલા વિસ્તારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી જરૂરી હશે. સાથે જ અરજી પર ડીએમ અને ડીસીપી મળીને નિર્ણય લેશે. મંજૂરીના પહેલા કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ પણ કરવું પડશે.

  વધુ વાંચો : નવરાત્રીમાં આ રીતે તમારા પગને બનાવવો સુંદર

  વધુમાં 200થી વધુ લોકો એક જગ્યાએ જમા નહીં થઇ શકે. આ કાર્યક્રમો ખુલી જગ્યાએ કરવામાં આવશે. અને ઓર્ગનાઇઝરે અંદર બહાર જવા માટે અલગ અલગ ગેટ રાખવા પડશે. સાથે જ આ કાર્યક્રમોનો ડેટા ડીએમે પોતાની પાસે રાખવો પડશે. પૂરી દિલ્હીનો ડેટા ડિવિઝનલ કમિશ્નર પાસે રહેશે.  વધુમાં થોડા દિવસ પહેલા જ દિલ્હી સરકારે દિવાળીને લઇને સ્ટેંડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કર્યું હતું. સરકારે જે ગાઇડલાઇન્સ આપી છે તે મુજબ 200 લોકોની સાથે નવરાત્રી કરી શકાશે. પણ મૂર્તિ સ્થાપના અને આરતી નહીં થાય. અને પ્રસાદ પણ નહીં આપવામાં આવે.
  Published by:Chaitali Shukla
  First published:October 13, 2020, 18:33 pm

  ટૉપ ન્યૂઝ