Home /News /business /

આજથી (1 સપ્ટેમ્બર) બદલાઈ રહ્યા છે આ 7 જરૂરી નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે

આજથી (1 સપ્ટેમ્બર) બદલાઈ રહ્યા છે આ 7 જરૂરી નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે

પ્રતીકાત્મક તસવીર

New Rules from 1st September: આ બદલાવ એવા છે કે જેમાં તમને રાહત પર મળશે અને ક્યાંક તમારું ખિસ્સું હળવું પણ થશે.

  નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિના (September month)ની શરૂઆતમાં દેશમાં અનેક મહત્ત્વના બદલાવ થવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરથી અનેક નાણાકીય નિયમો (Financial rules) પ્રભાવી થશે. આ એવા નિયમ છે જેની સીધી અસર તમારા પર કે તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવ એવા છે કે જેમાં તમને રાહત પર મળશે અને ક્યાંક તમારું ખિસ્સું હળવું પણ થશે. તમારા ખિસ્સા પર સીધા જ અસર કરતા આવા જ અમુક બદલાવ અંગે જાણીએ.

  1) PF નિયમ બદલાશે

  નોકરી કરતા લોકો માટે કામના સમાચાર છે. પહેલી સપ્ટેમ્બરથી જો તમારું UAN (Universal account number) તમારા આધાર નંબર (Aadhaar Card) સાથે લિંક નહીં હોય તો નોકરીદાતા (Employer) તમારા ખાતામાં રકમ જમા નહીં કરાવી શકે. હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) ખાતાધારકો (EPF Account Holders)ને જણાવ્યું છે કે 1 સપ્ટેમ્બર, 2021 પહેલા આધાર-UAN લિંક કરવાનું રહેશે.

  2) ચેક ક્લિયરિંગ સિસ્ટમ

  જો તમે ચેકથી પેમેન્ટ (Cheque payment) કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. પહેલી સપ્ટેમ્બરથી 50 હજારથી વધુનો ચેક આપવો તમારા માટે સમસ્યા પણ બની શકે છે! કારણ કે બેંકોએ હવે પૉઝિટિવ પે સિસ્ટમ (Positive pay system) લાગૂ કરી દીધી છે. મોટાભાગની બેંકો 1 સપ્ટેમ્બરથી PPS લાગૂ કરવા જઈ રહી છે. એક્સિસ બેંક (Axis bank) આવતા મહિનાથી આ સિસ્ટમ લાગૂ કરશે.

  3) PNB સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ ઘટશે

  પંજાબ નેશનલ બેંક (Punjab National Bank PNB)ના ગ્રાહકોને પહેલી સપ્ટેમ્બરથી જોરદાર ઝટકો લાગશે. કારણ કે 1 સપ્ટેમ્બર, 2021થી બેંકમાં જમા રકમ પર વ્યાજદરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ જાણકારી બેંકની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવી છે. બેંકે બચત ખાતા પર વાર્ષિક વ્યાજદર 3%થી ઘટાડીને 2.90% કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના આ નિર્ણયની અસર નવા અને જૂના બંને ગ્રાહકો પર પડશે.

  4) ગેસ સિલિન્ડરની નવી કિંમત જાહેર થશે

  1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડર મળવાનો સમય બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે દર મહિને પહેલી તારીખે ઘરેલૂ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત નક્કી થાય છે. જ્યારે ધારનૈલા ગેસ સર્વિસ તરફથી ગેસ વિતરણનો સમય બદલાશે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગેસ વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

  5) OTT પ્લેટફોર્મને લગતા નિયમ

  ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર (Disney plus hotstar)નું સબ્સક્રિપ્શન 1 સપ્ટેમ્બર, 2021થી મોંઘું થશે. હવે યૂઝર્સે બેઝિક પ્લાન માટે 399ને બદલે 499 રૂપિયા ચૂકવવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો યૂઝર્સે 100 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ ઉપરાંત 899 રૂપિયામાં યૂઝર્સ બે ફોનમાં એપ ચલાવી શકશે. સાથે જ આ સબ્સક્રિપ્શન વિકલ્પમાં HD ક્વૉલિટી મળશે. આ ઉપરાંત 1,499 રૂપિયામાં ચાર સ્ક્રીન ચલાવી શકાશે.

  6) અમેઝોન લૉજિસ્ટિક કૉસ્ટમાં વધારો કરશે

  અમેઝોન ડીઝલ અને પેટ્રોલની કિંમત વધવાથી લૉજિસ્ટિક કૉસ્ટમાં વધારે કરી શકે છે. એટલે કે પહેલી સપ્ટેમ્બરથી અમેઝોનમાંથી સામાન મંગાવવાનું મોંઘું થઈ શકે છે. એવામાં 500 ગ્રામના પેકેજ માટે 58 રૂપિયા આપવા પડી શકે છે. જ્યારે રીઝનલ કૉસ્ટ 36.50 રૂપિયા હશે.

  7) આ પ્રકારની એપ પર પ્રતિબંધ

  ગૂગલની નવી પૉલિસી 1 સપ્ટેમ્બર, 2021થી લાગૂ થઈ રહી છે. જે પ્રમાણે ફેક કન્ટેન્ટ પ્રમોટ કરતી એપ્સ પર પહેલી સપ્ટેમ્બરથી પ્રતિબંધ લાગશે. ગૂગલે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એપ ડેવલોપર્સ તરફથી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલી એપ્સને બ્લોક કરવામાં આવશે. હકીકતમાં ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) ના નિયમોને વધારે કડક બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે ગૂગલ ડ્રાઇવ યૂઝર્સને 13 સપ્ટેમ્બરના રોજ નવું સુરક્ષા અપડેટ મળશે. જે પહેલા કરતા વધારે સુરક્ષિત હશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Aadhaar, Financial rules, PNB, UAN

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन