સરકારનો મોટો નિર્ણય! હાઈવે પર ટોલ ટેક્સના બદલ્યા નિયમ

સરકારનો મોટો નિર્ણય! હાઈવે પર ટોલ ટેક્સના બદલ્યા નિયમ
જો તમારા રસ્તામાં નેશનલ હાઈવે આવે છે તો આ સમાચાર તમારા માટે જ છે

વીતેલા વર્ષના આંકડામાં ઈ ટોલ કલેક્શન સ્કિમની અસફળતાને જોઈ સરકારે હવે કડલ વલણ અપનાવ્યું

 • Share this:
  જો તમારા રસ્તામાં નેશનલ હાઈવે આવે છે તો આ સમાચાર તમારા માટે જ છે. સરકાર ઈ-ટોલને લઈ ગંભીર થઈ ગઈ છે. હવે સરકાર આ મામલાને લઈ કડક પગલા ભરવાના મુડમાં છે. વીતેલા વર્ષના આંકડામાં ઈ ટોલ કલેક્શન સ્કિમની અસફળતાને જોઈ સરકારે હવે કડલ વલણ અપનાવ્યું છે. 1 ડિસેમ્બરથી લાગુ થનારા નવા નિયમો અનુસાર, જો કોઈ વાહન ચાલક ફાસ્ટ ટેગ ન હોવા છતા, ભૂલથી ફાસ્ટ ટેગ લેનમાં જતો રહ્યો તો, તેણે બે ઘણો ટેક્સ ચુકવવો પડશે. હવે કેશ દ્વારા ટોલ ટેક્સ ચુકવવા માટે માત્ર એક લેન ઉપલબ્ધ હશે. બાકી તમામ લેન ફાસ્ટ ટેગના કરવામાં આવશે.

  ફાસ્ટ ટેગ લેનમાં ઘુસ્યા તો, આપવો પડશે બે ઘણો ટેક્સ


  સડક પરિવહન મંત્રાલયના તાજા આદેશ અનુસાર, 1 ડિસેમ્બરથી જો કોઈ વાહન ફાસ્ટ ટેગ લેનમાં ઘુસ્યુ તો તેણે બે ઘણો ટેક્સ ચુકવવો પડશે. એટલું જ નહીં, ટોલ પ્લાઝા પર માત્ર એક લેન છોડીને બાકી તમામ ફાસ્ટ ટેગ લેન હશે. એટલે કે જો તમે કેશ દ્વારા ટોલ ટેક્સ ચુકવવા માંગો છો તો, તમારા માટે માત્ર એક લેન ઉપલબ્ધ હશે.

  ટોલ સિસ્ટમને કેશલેસ કરવા માંગે છે સરકાર
  ઉલ્લેખનીય છે કે, સરકાર ઈ ટોલને પ્રોત્સાહન આપવા માટે 1 ડિસેમ્બરથી નવા દિશાનિર્દેશ લાગૂ કરી રહી છે. જે હેઠળ તમામ ટોલ પ્લાઝા પર માત્ર એક કેશ લેન છોડીને બાકી તમામ લેનને ફાસ્ટ ટેગ લેન કરી દેવામાં આવશે. જો કોઈ વાહન ચાલક ભૂલથી પણ ફાસ્ટ ટેગ ન હોવા છતા ફાસ્ટ ટેગ લેનમાં જતો રહેશે તો, તેણે બે ઘણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સરકારી આંકડા અનુસાર, હાલમાં ટોલ ટેક્સ 25 ટકા ફાસ્ટ ટેગ દ્વારા અને 75 ટકા કેશ દ્વારા આપવામાં આવે છે. સરકાર ટોલ સિસ્ટમને કેશલેસ કરવા માંગે છે. જેથી આ નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

  ટેક્સ સિસ્ટમની અસફળતાને લઈ ભર્યું પગલુ
  સરકારની ઈલેક્ટ્રોનિક ટોલ ટોક્સ વસૂલવાનું કડક પગલુ રાતો રાત નથી ભરવામાં આવ્યું. છેલ્લા 3-4 વર્ષથી સરકાર સળંગ ફાસ્ટ ટેગને પ્રોત્સાહન આપવા માટે પગલા ભરી રહી છે. પરંતુ, પરિણામ કઈં આવી નથી રહ્યું. વિતેલા નાણાકીય વર્ષ 2018-19માં નેશનલ હાઈવે પર સરકારે લગભગ 24000 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો. પરંતુ, તેમાં ઈ-ટોલ કલેક્શન માત્ર 25 ટકા જ સિમીત રહ્યું. આંકડામાં ઈ-ટોલ કલેક્શન સ્કીમની અસફળતાને જોઈ સરકારે આ કડક વલણ અપનાવ્યું છે. જ્યાં, 1 ડિસેમ્બરથી ટોલ કલેક્શન પેમેન્ટ દ્વારા જ થશે.

  શુ છે ફાસ્ટ ટેગ
  તમને જણાવી દઈએ કે, ફાસ્ટ ટેગ એક ડિવાઈસ અથવા એકએટીએમ જેવું જ ઉપકરણ છે, જેને તમે તમારી કાર અથવા ગાડીના આગળ ચોંટાડી શકો છો. આરએફઆઈડી ટેકનીક પર આધારિત ફાસ્ટ ટેગ યુક્ત ગાડી જ્યારે ટોલ નાકા પરથી પસાર થાય છે તો રેડિયો ફિક્વન્સી ટેકનીકની મદદથી તમારી ફાસ્ટ ટેગ સ્કેન થાય છે, ડિઝિટલ પેમેન્ટ થઈ જાય છે, અને તમારે ટોલ નાકા પર લાંબી લાઈનમાં ઉભુ રહેવું નથી પડતુ. ફાસ્ટ ટેગ તમે મોટાભાગની બેન્કોથી, ઈ-કોમર્સ પોર્ટલ અથવા પછી નજીકના પેટ્રોલ પંપ પરથી પણ ખરીદી શકો છો. ફાસ્ટ ટેગને તમે તમારા બેન્ક એકાઉન્ટ સાથે પણ લિંક કરી શકો છો, જેના દ્વારા તે રિચાર્જ પણ થતુ રહે.
  First published:July 20, 2019, 21:20 pm

  ટૉપ ન્યૂઝ