Home /News /business /ઓગસ્ટ મહિનાથી લાગુ થયા સેલરી, પેન્શન, EMI પેમેન્ટ્સના નવા નિયમ, અહીં જાણો તમામ ડિટેલ્સ

ઓગસ્ટ મહિનાથી લાગુ થયા સેલરી, પેન્શન, EMI પેમેન્ટ્સના નવા નિયમ, અહીં જાણો તમામ ડિટેલ્સ

પ્રતીકાત્મક તસવીર

24 કલાક NACH ઉપલબ્ધ રહેવાથી શું ફાયદો થશે? 1 ઓગસ્ટથી IPPBના નિયમોમાં શું ફેરફાર થયો?

નવી દિલ્હી. પહેલી ઓગસ્ટથી બેંકના ગ્રાહકોને તેમની સેલરી (Salary), પેન્શન (Pension) જમા થવા માટે અથવા EMI પેમેન્ટ્સ જેવા મહત્વના ટ્રાન્ઝેક્શન માટે બેન્કના કામકાજના દિવસની રાહ નહીં જોવી પડે. કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને લઈને ગ્રાહકો હવે 1 ઓગસ્ટ 2021થી અઠવાડિયાના 7 દિવસ NACH સેવાઓનો લાભ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ NACH સર્વિસ ગ્રાહકો માટે અઠવાડિયાના 5 દિવસ એટલે કે સોમવારથી શુક્રવારે ઉપલબ્ધ હતી. મહત્વનું છે કે NACH એ NPCI (National Payment Coropration Of India) દ્વારા સંચાલિત થાય છે. તે ઘણા પ્રકારના ક્રેડિટ, ડિવિડન્ડ, વ્યાજ, સેલરી અને પેંશન જેવા ટ્રાન્ઝેક્શન મોટા પ્રમાણમાં કરે છે. સાથે જ તે ઈલેક્ટ્રીસીટી, ગેસ, ટેલિફોન, પાણી, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જેવા વ્યવહારો પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જૂનની ક્રેડિટ નીતિ સમીક્ષા દરમિયાન જાહેરાત કરી હતી કે બેન્કના ગ્રાહકો 1 ઓગસ્ટ 2021થી અઠવાડિયાના બધા જ દિવસોમાં 24x7 NACHનો ઉપયોગ કરી શકશે. આ પગલું દેશના બેન્ક ગ્રાહકોની સુવિધા વધારવા માટે ભરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Earn Money: આ શેરે બનાવ્યા માલામાલ! એક વર્ષમાં 1 લાખ બની ગયા 57 લાખ, તમે પણ ફટાફટ કરો રોકાણ!

RBI ગવર્નરે દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, "વર્તમાન સમયમાં NACHએ બેન્કના કામકાજના દિવસે જ ઉપલબ્ધ છે. ત્યારે બેન્કના ગ્રાહકોની સુવિધા વધારવા માટે અને રિયલ-ટાઈમ ગ્રેસ સેટલમેન્ટ (RTGS)ની 24x7 ઉપ્લબ્ધતાનો લાભ ઉઠાવવા માટે NACHને 1 ઓગસ્ટથી સથવાડિયાના બધા જ દિવસો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે."

24 કલાક NACH ઉપલબ્ધ રહેવાથી શું ફાયદો થશે?

NACHમાં કરવામાં આવેલા બદલાવ અનુસાર, બેન્કના ગ્રાહકોએ હવે પોતાના ખાતામાં સેલરી અથવા પેંશન સહિતના નાણાં જમા થવા માટે બેન્કના કામકાજના દિવસોની રાહ નહીં જોવી પડે. અગાઉ ક્યારેક એકસાથે ઘણી બધી રાજાઓ આવી જતી હતી ત્યારે કર્મચારીઓએ પોતાની સેલરી મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. ત્યારે હવે આ સમસ્યાનું સમાધાન થઇ ગયું છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો, 8274 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ

" isDesktop="true" id="1120221" >

1 ઓગસ્ટથી IPPBના નિયમોમાં ફેરફાર થયો

1 ઓગસ્ટથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) તેમના ગ્રાહકો પાસેથી ડોર સ્ટેપ બેન્કિંગ માટે ચાર્જ વસૂલશે. હાલમાં IPPB તરફથી ડોરસ્ટેપ બેન્કિંગ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ 1 ઓગસ્ટથી બેન્ક તમામ ગ્રાહક પાસેથી ડોરસ્ટેપ બેન્કિંગ મામલે કેટલીક સર્વિસ પર રૂ. 20 ચાર્જ અને GST વસૂલશે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ જેમ કે, સમૃદ્ધિ યોજના, PPF, RD, LRD માટે રૂ. 20 ચાર્જ અને GST ચૂકવવાનો રહેશે. મોબાઈલ પોસ્ટપેઈડ અને બિલ પેમેન્ટ માટે રૂ. 20 ચાર્જ અને GST ભરવાનો રહેશે.
First published:

Tags: Emi, NACH, New rules, Pension, Reserve bank of india, Salary, Shaktikant Das, આરબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन