1 જાન્યુઆરી, 2020થી બદલાઈ ગયા આ 10 નિયમ, શું થશે તેની સીધી અસર?

નવા વર્ષની શરુઆતની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર અસર કરનારા અનેક નિયમ લાગુ થઈ ગયા છે

નવા વર્ષની શરુઆતની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર અસર કરનારા અનેક નિયમ લાગુ થઈ ગયા છે

 • Share this:
  નવી દિલ્હી : આજે એટલે કે 1 જાન્યુઆરી 2020થી પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની શરુઆતની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર અસર કરનારા અનેક નિયમ લાગુ થઈ ગયા છે. 1 જાન્યુઆરી 2020થી આપને એનઈએફટી દ્વારા લેવડ-દેવડ પર ચાર્જ નહીં ચૂકવવો પડે. બીજી તરફ આજથી માત્ર EMV ચિપવાળા ડેબિટ કાર્ડ જ ચાલશે.

  આવો જાણોએ 10 મોટા ફેરફારો વિશે...

  (1) ATM કાર્ડ : 1 જાન્યુઆરીથી માત્ર ચિપવાળા કાર્ડ જ ચાલશે
  આજથી SBIના માત્ર EMV ચિપવાળા ડેબિટ કાર્ડ જ ચાલશે. જૂના મેગ્નેટિક એટીએમ-ડેબિટ કાર્ડને બદલવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 હતી.

  (2) NEFT: ઑનલાઇન ટ્રાન્જેક્શન પર ચાર્જ નહીં આપવો પડે
  આજથી હવે બેંકોમાં NEFT દ્વારા લેવડ-દેવડ કરવા પર ચાર્જ નહીં ચૂકવવો પડે. NEFT પણ હવે સપ્તાહના સાતેય દિવસ, 24 કલાક થઈ શકશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી પ્રીપેડને બાદ કરતાં તમામ બિલોની ચૂકવણી કરી શકાશે.


  (3) PF: નોકરી કરનારાઓને થશે સરળતા સંપૂર્ણ ઉપાડ શક્ય હશે.

  1 જાન્યુઆરીથી પીઅફથી જોડાયેલા નિયમ સરળ થઈ ગયા છે. નવા નિયમો મુજબ તે કંપનીઓ પણ પીએફના દાયરામાં હશે, જ્યાં 10 કર્મચારી છે. કર્મચારી જ પીએફનું યોગદાન કરી શકશે. પેન્શન ફંડથી અ

  (4) લોન : રૅપો રેટથી જોડાયેલી લોન 0.25 ટકા સસ્તી
  SBIએ રૅપો રેટ સાથે જોડાયેલા વ્યાજના દર 0.25 ટકા ઘટાડી દીધા છે. નવા દરોનો ફાયદો જૂના ગ્રાહકોને પણ આજથી મળશે.

  (5) ઘરેણાંથી જોડાયેલા નિયમ બદલાયો - હૉલમાર્કિંગ હવે અનિવાર્ય
  સોના-ચાંદીના ઘરેણાં પર હૉલમાર્કિંગ જરૂરી થઈ ગઈ છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં એક વર્ષ સુધી છુટ મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે ઘરેણાંના ભાવ વધી શકે છે.

  (6) RuPay-UPI પર હવે ચાર્જ નહીં લાગે
  આજથી રૂપે કાર્ડ (RuPay Card) અને UPIથી લેવડ-દેવડ પર કોઈ પ્રકારનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટર રેટ (MDR) ચાર્જ નહીં લાગે. જો કોઈ બિઝનેસનો ટર્નઓવર 50 કરોડથી વધુ છે તો તેને દરેક સ્થિતિમાં બે ડિજિટલ પેમેન્ટ ઑપ્શન રાખવા પડશે. તેઓ પોતાના ગ્રાહકોથી તેના દ્વારા પેમેન્ટ પર કોઈ પ્રકારનો MDR ચાર્જ નહીં વસૂલી શકાશે.

  (7) PAN કાર્ડ આધાર લિંકની અંતિમ તારીખ લંબાવાઈ
  સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ આધાર અને પાના કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2020 કરી દીધી છે. આ પહેલા આ તારીખ 31 ડિસેમ્બર 2019 હતી. નહીં તો 1 જાન્યુઆરીથી પાન કાર્ડ માન્ય ન ગણાત. હવે તેના માટે માર્ચ 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

  (8) વીમા પૉલિસી : પ્રીમિયમ મોંઘું થશે
  વીમા રેગ્યુલેટર IRDAIએ ચેન્જ લિંક્ડ અને નૉન લિંક્ડ જીવન વીમા પૉલિસીમાં ફેરફાની જાહેરાત કરી છે. તેનાથી પ્રીમિયમ મોંઘું થશે. બીજી તરફ, એલઆઈસીએ ક્રેડિટ કાર્ડની ચૂકવણી પર લાગતાં ચાર્જને પણ ખતમ કરવાનો જાહેરાત કરી છે.

  (9) ATMથી રોકડ ઉપાડવા માટે OTP જરુરી
  સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા એ એટીએમથી રોકડ ઉપાડવાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. દેશની સૌથી મોટી બેંકના ગ્રાહકોને હવે રાત્રે એટીએમથી રોકડ ઉપાડતી વખતે ખાતાથી જોડાયેલા નંબરવાળા મોબાઇલ સાથે રાખવો પડશે. બેંકે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એટીએમથી 10 હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડવા માટે OTP આધારિત સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

  (10) ફાસ્ટેગ : હવે જરૂર, નહીં બે ગણો ટોલ
  15 જાન્યુઆરી બાદ નેશનલ હાઈવેથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટેગ અનિવાર્ય હશે. 1 કરોડ ફાસ્ટેગ બહાર પાડવામાં આવ્યા છે. ફાસ્ટેગ નહીં હોય તો બે ગણો ટોલ ચૂકવવો પડશે.

  આ પણ વાંચો, રિલાયન્સ જિયો બની નંબર-1, ઑક્ટોબરમાં જોડાયા 91 લાખ નવા ગ્રાહક
  Published by:Mrunal Bhojak
  First published: