Home /News /business /Income Tax New Rule : આજથી આ બેંકિંગ વ્યવહારો માટે PAN અને આધાર કાર્ડ ફરજિયાત, નિયમ તોડનારાઓ મુશ્કેલીમાં મુકાશે

Income Tax New Rule : આજથી આ બેંકિંગ વ્યવહારો માટે PAN અને આધાર કાર્ડ ફરજિયાત, નિયમ તોડનારાઓ મુશ્કેલીમાં મુકાશે

Limit fixed for transactions without PAN-Aadhaar Card

હવે એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુના બેંકિંગ વ્યવહારો માટે PAN અને આધાર ફરજિયાત કરવામાં આવ્યા છે. બોર્ડે મેની શરૂઆતમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે હવે ગ્રાહકોએ એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ જમા કરવા અથવા ઉપાડવા માટે ફરજિયાતપણે તેમના પાન અને આધાર કાર્ડ રજૂ કરવા પડશે.

વધુ જુઓ ...
કરદાતાઓ અને મોટા ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે 26 મેથી ટ્રાન્ઝેક્શન સંબંધિત આવકવેરા નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

CBDT અનુસાર, હવે એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુના બેંકિંગ વ્યવહારો માટે PAN અને આધાર ફરજિયાત કરવામાં આવ્યા છે. બોર્ડે મેની શરૂઆતમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે હવે ગ્રાહકોએ એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ જમા કરવા અથવા ઉપાડવા માટે ફરજિયાતપણે તેમના પાન અને આધાર કાર્ડ રજૂ કરવા પડશે.

આ પણ વાંચો -Bank FD: ફિક્સ ડિપોઝીટ પર ટોપની બેંકો આપી રહી છે કેટલું વ્યાજ? જુઓ લીસ્ટ

આવકવેરા નિષ્ણાતોનું કહેવું છે કે કરચોરી રોકવામાં આ પગલું સફળ થશે. તેમણે કહ્યું કે આ નિયમથી વ્યવહારોમાં પારદર્શિતા વધશે. તેમજ હવે બેંકો, પોસ્ટ ઓફિસ કે સહકારી મંડળીઓએ 20 લાખથી વધુના વ્યવહારોની માહિતી આપવી પડશે. આ સિવાય હવે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરંટ એકાઉન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલવા માટે ગ્રાહકે પોતાના PAN અને આધારની માહિતી પણ આપવી પડશે.

આ પણ વાંચો -Gold Price Today : ચાંદી થઇ મોંઘી તો સોનાનો ભાવ રહ્યો સ્થિર, જાણો આજનો ભાવ

હાલમાં, આવકવેરા વિભાગના કેસોમાં દરેક જગ્યાએ પાનનો ઉપયોગ થાય છે. દરેક કરદાતા માટે ટેક્સ પોર્ટલ પર તેમનું પાન કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો કે, નવા નિયમમાં ગ્રાહકોને થોડી છૂટ આપવામાં આવી છે, જે આવતીકાલથી અમલમાં આવશે.

સીબીડીટીએ કહ્યું છે કે આ પગલું માત્ર કરચોરી રોકવા માટે લેવામાં આવી રહ્યું છે. જો બેંકમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે કોઈ વ્યક્તિ પાસે પાન કાર્ડ નથી, તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે મોટા વ્યવહારોમાં PAN વિગતો આપવાથી કરચોરીને રોકવામાં સરળતા રહેશે અને સરકારની આવકમાં વધારો થશે.
First published:

Tags: Aadhar card, Income Tax returns, Pan card