નવી દિલ્હી. જો તમે પણ ટ્રેનમાં યાત્રા (Train Journey) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ટ્રેનની ટિકિટ બુક (Train Ticket Booking) કરતી વખતે એક ખાસ કોડનું ધ્યાન રાખવું પડશે, જો તમે તે યાદ નહીં રાખો તો તમને સીટ નહીં મળે. ભારતીય રેલવે (Indian Railways)એ સીટના બુકિંગ કોડ અને કોચ કોડમાં મોટા ફેરફાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેએ ટ્રેનોમાં નવા પ્રકારના કોચ શરૂ કર્યા છે, જેના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રેલવે દ્વારા કરવામાં આવેલા ફેરફારોને કારણે યાત્રીઓને ટિકિટ બુક કરાવતી વખતે તેમની પસંદગીની સીટ સરળતાથી મળી જશે. આ સાથે જ રેલવે દેશભરના ઘણા રુટ પર વિસ્ટાડોમ કોટ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે, જેના કારણે પણ આ ફેરફાર કરાયો છે.
આ નવા કોચમાં AC-3 ટીયરના ઈકોનોમી ક્લાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવેએ કહ્યું કે આ પ્રકારના કોચમાં લગભગ 83 બર્થ હશે. જોકે હજી સુધી આ બર્થ માટેનું ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં રેલ વિભાગ દ્વારા આ ભાડું પણ જણાવવામાં આવશે.
ખૂબ જ ખાસ છે આ કોચ
તમને જણાવી દઈએ કે વિસ્ટાડોમ કોચ ખૂબ જ ખાસ છે. યાત્રીઓને આમાં મુસાફરી કરવામાં ઘણી મજા આવશે. તમે આ કોચમાં અંદર બેસીને બહારના દૃશ્યનો પણ આનંદ માણી શકો છો. આ કોચની છત કાચની બનેલી છે. હાલ આ વિસ્ટાડોમ કોચ મુંબઈના દાદરથી ગોવાના મડગાંવ સુધી ચાલે છે.
આ પ્રકારના કોચમાં ટિકિટ બુક કરનારાઓએ યાદ રાખવું જોઈએ કે થર્ડ એસી ઈકોનોમી કોચ માટે તમારે 3E બુક કરાવવું પડશે, સાથે જ કોચનો કોડ એમ હશે. વિસ્ટાડોમ એસી કોચનો કોડ EV રાખવામાં આવ્યો છે. ચાલો અહીં આ કોડ્સ વિશે વિગતવાર જાણીએ કે કોનો કોડ કયો હશે...
નવો બુકિંગ કોડ અને કોચ કોડ તપાસો
>> વિસ્ટાડોમનો બુકીંગ કોડ V.S અને કોચ કોડ AC DV >> સ્લીપરનો બુકિંગ કોડ S.L. અને કોચ કોડ S >> AC ચેરકાર બુકિંગ કોડ C.C અને કોચ કોડ C >> થર્ડ એસીનો બુકિંગ કોડ 3A અને કોચ કોડ B >> AC 3 ટીયર ઈકોનોમી બુકિંગ કોડ 3E અને કોચ કોડ M >> સેકન્ડ એસી બુકિંગ કોડ 2A અને કોચ કોડ A >> ગરીબ રથ AC 3 ટીયર બુકિંગ કોડ 3A અને કોચ કોડ G >> ગરીબ રથ ચેરકાર બુકિંગ કોડ CC અને કોચ કોડ J >> ફર્સ્ટ AC બુકિંગ કોડ 1A અને કોચ કોડ H >> એક્ઝિક્યુટિવ ક્લાસ બુકિંગ કોડ E.C અને કોચ કોડ E >> અનુભૂતિ ક્લાસનો બુકિંગ કોડ E.A અને કોચ કોડ K >> ફર્સ્ટ ક્લાસ બુકિંગ કોડ F.C અને કોચ કોડ F >> વિસ્ટાડોમ એસી કોચ કોડ E.V અને બુકિંગ કોડ E.V
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર