Home /News /business /LPG માટે આવ્યા નવા નિયમો, વર્ષમાં માત્ર 15 જ સિલિન્ડર ખરીદી શકાશે; મહિનાનો ક્વોટા પણ નક્કી

LPG માટે આવ્યા નવા નિયમો, વર્ષમાં માત્ર 15 જ સિલિન્ડર ખરીદી શકાશે; મહિનાનો ક્વોટા પણ નક્કી

LPG માટે બનાવવામાં આવેલા નવા નિયમો લાગૂ કરી દેવાયા (ફાઈલ તસવીર)

New rule for LPG: નવા નિયમો પ્રમાણે, હવે ગ્રાહકો એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. એક વર્ષમાં કોઈ પણ ગ્રાહકને 15થી વધારે સિલિન્ડર આપવામાં આવશે નહિ. આ ઉપરાંત ગ્રાહક એક મહિનામાં માત્ર બે જ સિલિન્ડર લઈ શકશે. ગ્રાહકોને બેથી વધારે સિલિન્ડર આપવામાં આવશે નહિ.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ હવે રાંધણ એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઈ ગઈ છે. નવા નિયમો પ્રમાણે, હવે ગ્રાહકો એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. એક વર્ષમાં કોઈ પણ ગ્રાહકને 15થી વધારે સિલિન્ડર આપવામાં આવશે નહિ. આ ઉપરાંત ગ્રાહક એક મહિનામાં માત્ર બે જ સિલિન્ડર લઈ શકશે. ગ્રાહકોને બેથી વધારે સિલિન્ડર આપવામાં આવશે નહિ. હજુ સુધી સિલિન્ડર મેળવવા માટે મહિના કે વર્ષનો કોઈ ક્વોટા નક્કી કરવામાં આવ્યો ન હતો.

    આ પણ વાંચોઃ  આ ત્રણ મલ્ટિબેગર કેમિકલ શેરોએ રોકાણકારોને આપ્યુ 800 ટકા સુધી વળતર, બ્રોકરેજ હાઉસ હજુ પણ બુલિશ

    એક વર્ષમાં સબસિડી વાળા 12 જ સિલિન્ડર મળશે


    મનીકંટ્રોલની ખબર અનુસાર, નવા નિયમોના પ્રમાણે હવે વર્ષમાં સબસિડી વાળા 12 સિલિન્ડરની સંખ્યા 12 જ હશે. તેનાથી વધારે જો તમે સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસિડી મળશે નહિ. બાકીના સિલિન્ડર ગ્રાહકોને સબસિડી વિના જ ખરીદવા પડશે.

    આ કારણે આવ્યા નવા નિયમો


    જાણકારી અનુસાર, રેશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, નવા નિયમ એટલા માટે લાગૂ કરવામાં આવ્યા છે, કારણકે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે, ઘરેલુ બિન-સબસિડી રીફિલ કોમર્શિયલથી સસ્તી થવાને કારણે તેના ઉપયોગમાં વધારો થયો હતો. જેના કારણે સિલિન્ડર પર રેશનિંગ કરવામાં આવ્યુ છે.

    આ પણ વાંચોઃ બજારમાં જોખમી રોકાણ કરતા લાગે છે ડર? તો તમે વોલેટિલિટી ઈન્ડેક્સ શેરોમાં કરી શકો છો રોકાણ

    સિલિન્ડર મોંઘો થઈ શકે છે


    1 ઓક્ટોબરથી એલપીજીની કિંમત વધી શકે છે. 1 ઓક્ટોબરથી યોજાનારી કિંમતોની સમીક્ષામાં કુદરતી ગેસની કિમતોમાં પણ વધારો થઈ શકે છે. ગેસની કિંમત દર છ મહિનામા એકવાર સરકાર દ્વારા બદલવામાં આવે છે. સરકાર દરેક વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે નવા ભાવ જાહેર કરે છે. ગેસની કિંમત તેના સરપ્લસ દેશના પ્રવર્તમાન કિંમતો પર આધારિત હોય છે. આ ઉપરાંત સીએનજીની કિમતમાં પણ વધારો થઈ શકે છે. કુદરતી ગેસથી જ એલપીજી અને સીએનજી બનાવવામાં આવે છે.


    કોમર્શિયલ સિલિન્ડર સસ્તા કરવામાં આવ્યા હતા


    ગત મહિને 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 36 રૂપિયાથી ઘટાડીને 1,976.50 રૂપિયા કરી દેવામાં આવી હતી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરેન્ટ અને અન્ય કોમર્શિયલ કામ માટે કરવામાં આવે છે. મે બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ ચોથી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. એકંદરે ભાવમાં પ્રતિ સિલિન્ડર 377.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ઘરેલૂ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસની કિંમતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, LPG Cylinder Price, New rule

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन