નવી દિલ્હી: ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે (petrol diesel today rate) ઘણા ફેરફાર થવાના છે. આજે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (petrol diesel new price) જાહેર કર્યા છે. જોકે, આજે સપ્તાહના પહેલા દિવસે કિંમતોમાં કોઇ ફેરફાર થયા નથી. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનો છૂટક ભાવ અગાઉની જેમ જ રાખ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (crude oil price)ની કિંમતોમાં ઉતાર-ચઢાવ વચ્ચે સરકારી ઓઇલ કંપનીએ આજે સોમવારે સવારે પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ જાહેર કર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા લીટર મળી રહ્યું છે. જો ક્રૂડની વાત કરવામાં આવે તો તે અત્યારે 103 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડમાં છેલ્લા 24 કલાકમાં 6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
રોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 કલાકથી જ નવા ભાવ લાગુ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓના સમાવેશ બાદ તેનો મૂળ ભાવ લગભગ બમણો થઇ જાય છે. જેના લીધે તેના ભાવ આટલા વધુ જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર