હવે ગણતરીના કલાકોમાં તમારા બેંક ખાતામાં જમા થશે PFના પૈસા

EPFOનો નવો પ્લાન પીએફના પૈસા ઉપાડવા માટે કર્મચારીઓ માટે સરળતા લાવશે. હવે કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત નહીં સર્જાય

News18 Gujarati
Updated: April 21, 2019, 8:05 PM IST
હવે ગણતરીના કલાકોમાં તમારા બેંક ખાતામાં જમા થશે PFના પૈસા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 21, 2019, 8:05 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : નોકરી કરતા લોકો માટે હવે પ્રોવિડેન્ટ ફન્ડ ઉપાડવું ખૂબ જ સહેલું થઈ જશે. EPFOના નવા પ્લાન મુજબ હવે ઓનલાઇન ક્લેમ જલદી થ જશે જેના કારણે પીએફ કચેરીના ચક્કર ખાવાની જરૂરિયાત સર્જાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે પીએફના રકમ ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે ઉપાડી શકાય છે. ઑફલાઇન પ્રોસેસમાં 5થી 10 દિવસમાં ઈપીએફઓ તમારા રજિસ્ટરડ્ ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને તેની જાણકારી તમને SMS મારફતે આપવામાં આવે છે.

નવું આયોજન : મીડિયા અહેવાલો મુજબ ઈપીએફઓ સેટલમેન્ટને જલદી સમાપ્ત કરવાની તૈયારીઓ થઈ રહી છે. નવી સિસ્ટમ લાગુ થતા પીએફ ક્લેમ કર્યા બાદ થોડા કલાકોમાં જ તમારા ખાતામાં પૈસા થઈ જશે. હાલમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે NEFT સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થતાં ત્રણ દિવસનો સમય પસાર થઈ જાય છે.

- ઑનલાઇન એપ્લીકેશન કરવા માટે તમારે EPFOની વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરો

- અહીંયા તમારે UAN નંબર અને પાસવર્ડ નાંખી લોગઇન કરો. ત્યાર બાદ મેનેજ ઑપ્શનમાં જઈ અને તમારા પીએફ એકાઉન્ટનું KYC ચેક કરો

- અહીંયા ક્લિક કર્યા બાદ એક ડ્રોપ મેનુ ખૂલશે તેમાં ક્લેમ કરી ક્લેમ ફૉર્મ સબમિટ કરવા માટે Proceed For Online Claim પર ક્લિક કરો.

- ઑનલાઇન ક્લેમ ફોર્મ સબમીટ કરવાનું ઑપ્શન પસંદ કરી અને I Want To Apply For’ ડાયલૉગ બોક્સ ખોલો.
Loading...

- અહીંયા જઈ અને full EPF Settlement, EPF Part withdrawal (loan/advance) અથવા pension withdrawalના ઑપ્શનમાંથી કોઈ પણ એક ઑપ્શનની પસંદગી કરો

- ઑપ્શન પસંદ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે તેના પર ક્લિક કરવાથી તમારી એપ્લીકેશન ઈપીએફઓ પાસે પહોંચી જશે.

 
First published: April 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...