Home /News /business /New PF withdrawal rule: EPFOમાંથી ઉપાડ અંગે બદલાયો નિયમ, પૈસા ઉપાડવા પપર લાગશે એટલો ટેક્સ...
New PF withdrawal rule: EPFOમાંથી ઉપાડ અંગે બદલાયો નિયમ, પૈસા ઉપાડવા પપર લાગશે એટલો ટેક્સ...
PF ઉપાડ અંગે બદલાયા નિયમ
New PF withdrawal rule: જો તમે પણ PF ખાતાધારક છો, તો તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલ 2023થી સરકારે EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: જો તમે પણ PF ખાતાધારક છો, તો તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલ 2023થી સરકારે EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. EPFOમાંથી ઉપાડને લઈને બજેટ 2023માં (Union Budget 2023) મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ અંગેના ટેક્સ નિયમોમાં ફેરફાર કર્યો છે.
જણાવી દઈએ કે, જો PAN લિંક નહીં હોય, તો ઉપાડ દરમિયાન 30 ટકાને બદલે 20 ટકા TDS વસૂલવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે. બદલાયેલા નિયમનો લાભ એવા PF ધારકોને મળશે, જેમના PAN હજુ અપડેટ થયા નથી. આ ઉપરાંત, જો કોઈ ખાતાધારક 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જ્યારે, 5 વર્ષ પછી કોઈ TDS વસૂલવામાં આવતો નથી.
આ સિવાય બજેટ 2023માં TDS માટે 10,000 રૂપિયાની ન્યૂનતમ થ્રેશોલ્ડ મર્યાદા પણ દૂર કરવામાં આવી છે. જો કે, લોટરી અને પઝલના કિસ્સામાં રૂ. 10,000ની મર્યાદાનો નિયમ લાગુ રહેશે. નાણાકીય વર્ષમાં કુલ 10 હજાર જેટલી રકમ સુધી TDS કાપવામાં આવશે નહીં, જોકે ત્યાર બાદ TDS કપાશે.
જાણો શું છે નવા નિયમો?
જે લોકો પાસે ટેક્સ પાન કાર્ડ છે, તેમણે ઓછો TDS ચૂકવવો પડશે. જો કોઈનું PAN કાર્ડ EPFOના રેકોર્ડમાં અપડેટ નથી થયું, તો તેણે 30% સુધી TDS ચૂકવવો પડે છે. જોકે હવે તેને ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે.
TDS ક્યારે લેવામાં આવે છે
ઉપરોક્ત પરિસ્થિતિ સિવાય, જો કોઈ વ્યક્તિ EPFO ખાતું ખોલ્યાના 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જો 50,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડવામાં આવી રહી છે અને પાન કાર્ડ ઉપલબ્ધ હશે તો 10% TDS વસૂલવામાં આવશે, પરંતુ જો PAN ન હોય તો તેણે હવે 30%ને બદલે 20% TDS ચૂકવવો પડશે.
PF ખાતામાં જમા રકમ આંશિક અથવા સંપૂર્ણ રીતે ઉપાડી શકાય છે, તેને PF ઉપાડ પણ કહેવાય છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય અથવા સતત 2 મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહે ત્યારે EPFની રકમ ઉપાડી શકાય છે. તે જ સમયે, મેડિકલ ઈમરજન્સી, લગ્ન, હોમ લોન પેમેન્ટ જેવા સંજોગોમાં આ ફંડમાં જમા રકમનો અમુક ભાગ અમુક શરતો હેઠળ ઉપાડી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર