New Motor Vehicle Act: ટ્રાફિકના 19 નિયમો, જે જાણ્યા પછી કે તમે રહેશો તણાવમુક્ત

પ્રતિકાત્મક તસવીર

ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનારા એગ્રીગેટર્સને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે

  • Share this:
    નવી દિલ્હી : 9 ઓગસ્ટ 2019ના રોજ, મોટર વાહન સંશોધન બિલ 2019ને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મંજૂરી મળતાની સાથે દેશમાં એક નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. હવે, લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે, જેના માટે તેમને આજદિન સુધી યોગ્ય જવાબ મળ્યો નથી. આવી સ્થિતિમાં, અમે તમારી સામે નવા મોટર વાહન અધિનિયમના કેટલાક નિયમો લાવ્યા છીએ, જે જાણ્યા પછી તમે તનાવ મુક્ત રહેશો.

    નવા કાયદા હેઠળ, ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા અને ગેરલાયક હોવા છતાં વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનારા એગ્રીગેટર્સને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. હાઇ સ્પીડ પર વાહન ચલાવવા પર રૂ .1000 થી 2,000 નો દંડ વસુલવામાં કરશે.

    1) કલમ 178 હેઠળ હવે ટિકિટ વિના મુસાફરી કરવા માટે 500 રૂપિયા દંડ ચૂકવવો પડશે.
    (2) કલમ 179 હેઠળ જો ઓથોરિટીનો ઓર્ડર નહીં માનવા પર 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
    (3) કલમ 181 હેઠળ લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
    (4) કલમ 182 હેઠળ ગેરલાયક ઠરાવાયા બાદ પણ વાહન ચલાવવા પર 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

    આ પણ વાંચો - સનસનાટી: 19 વર્ષના વિદ્યાર્થીની માથામાં ગોળી મારી હત્યા, લોહીથી લથબથ મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવ

    (5) કલમ ૧33 હેઠળ હવે ઓવરસ્પીડિંગ માટે (નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવવા માટે), એલએમવી માટે 1000 રૂપિયા દંડ ચૂકવવામાં આવશે, જ્યારે એમપીવી માટે 2000 રૂપિયા ચૂકવવામાં આવશે.
    (6) કલમ 184 હેઠળ ખતરનાક રીતે વાહન ચલાવવા પર 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
    (7) કલમ 185 હેઠળ દારૂ પીધા બાદ વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયા દંડની જોગવાઈ છે.
    (8) કલમ 189 હેઠળ હવે ઝડપી / રેસીંગ કરવા પર 5000 રૂપિયા દંડની જોગવાઈ છે.
    (9) કલમ 1921A હેઠળ હવે પરમિટ વિના વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
    10) કલમ 193 હેઠળ લાઇસન્સના નિયમો તોડવા બદલ 25,000 થી 1 લાખ રૂપિયા દંડની જોગવાઈ છે.

    આ પણ વાંચોસાવધાન! બસ આ એક ભૂલ કરી પરિવાર રાત્રે સૂઈ ગયો, પતિ-પત્ની સહિત 6 વર્ષના બાળકનું કરૂણ મોત

    (11) કલમ 194 હેઠળ, ઓવરલોડિંગ માટે (નિર્ધારિત મર્યાદાથી વધુના માલ માટે) 2000 રૂપિયા અને 1000 રૂપિયા થી રૂ .20,000 અને ટન દીઠ વધારાના 2000 રૂપિયા દંડની જોગવાઈ છે.
    (12) સેક્શન 194 એ હેઠળ હવે (જો ક્ષમતા કરતા વધારે મુસાફરો હોય તો) વધારાના મુસાફરો દીઠ 1000 રૂપિયા
    (13) સેક્શન 194 બી હેઠળ સીટ બેલ્ટ પર 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
    (14)) સેક્શન 194 સી હેઠળ હવે સ્કૂટર અને બાઇક પર વધુ ભાર એટલે કે બે કરતા વધારે લોકો માટે, રૂ. 2000 સુધીનો દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવી શકે છે.
    (15) સેક્શન 194 ડી હેઠળ હવે હેલ્મેટ વિના 1000 રૂપિયા સુધીનો દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ કરી શકાય છે.
    (16) સેક્શન 194E હેઠળ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા બદલ 10,000 રૂપિયા સુધીની દંડ લાદવામાં આવી શકે છે.
    (17) કલમ 196 હેઠળ વીમા વિના વાહન ચલાવવા બદલ 2000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
    (18) કલમ 199 હેઠળ, સગીરના ગુનાના કિસ્સામાં વાલી / માલિક હવે દોષી માનવામાં આવશે. જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જુવેલાઇન એક્ટ હેઠળ સગીરને કેસ કરવામાં આવશે, વાહન નોંધણી પણ રદ કરવામાં આવશે.
    (19) અધિકારીઓને મળ્યા અધિકાર. 183, 184, 185, 189, 190, 194સી, 194ડી, 194Eની કલમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અધિકાર.
    Published by:kiran mehta
    First published: