નવા મોટર વ્હીકલ એક્ટ મોટાભાગના રાજ્યોમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ અલગ અલગ રાજ્યોમાંથી વિવિધ પ્રકારના મેમાની જાણકારી સામે આવી રહી છે. પરંતુ એનબીટી અનુસાર, કેટલાક એવા નિયમ પણ છે કે, જેના વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે. પરંતુ, જો તમે તેનું પાલન ન કર્યું હોય તો, તમને પણ મેમો મળી શકે છે.
ડ્રાઈવરે ડ્રાઈવિંગ સમયે ફૂલ બાંયનો શર્ટ પહેરવો જરૂરી છે?
જો તમે ગાડી ચલાવી રહ્યા છો અને ફૂલ બાંયનો શર્ટ ન પહેર્યો હોય તો, થોડા સાવધાન થઈ જાઓ કેમ કે, નહી તો તમને મેમો આપવામાં આવી શકે છે, અને તેના માટે તમારે 1000 રૂપિયાની રકમ ચૂકવવી પડી શકે છે.
એકસ્ટ્રા બલ્બ રાખવો પણ જરૂરી
તમારી ગાડીમાં એકસ્ટ્રા બલ્બ રાખવો જરૂરી છે. જો આ સુવિધા ન કરી હોય તો મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ જોગવાઈ એટલા માટે છે કારણ કે, જો રાત્રે ડ્રાઈવ કરતા સમયે હેડલાઈટ ખરાબ થઈ જાય તો, તે બદલી શકાય.
ગાડીમાં ડ્રાઈવર સિવાય કોઈ અન્ય પણ સિગરેટ ન પી શકે
માત્ર ડ્રાઈવર જ નહી પરંતુ ગાડીમાં બેઠેલું કોઈ અન્ય વ્યક્તિ પણ સિગરેટ ન પી શકે. કેમ કે, મોટર વ્હીકલ એક્ટ હેઠળ આને ઉલ્લંઘન માનવામાં આવે છે. તમને મેમો મળી શકે છે.
ડ્રાઈવર જ નહી, પરંતુ કન્ડક્ટર પણ લુંગી-બંડી ન પહેરી શકે
ટ્રક, ટ્રેક્ટર જેવા કોમર્શિયલ વાહનો પર તમે હંમેશા જોયુ હશે કે, ડ્રાઈવર અથવા તેનો સહાયક લુંગી-બંડી પહેરેલો જોવા મળશે. પરંતુ, આ ગેરકાયદેસર છે. માત્ર ડ્રાઈવર જ નહી પરંતુ કન્ડક્ટર પણ લુંગી બંડી પહેરે તો મોટર વ્હીકલ એક્ટ વિરુદ્ધનું કહેવાય છે.
ગ્લાશ ગંદો હોય તો પણ મેમો ફાટી શકે છે
જો તમારી ગાડીનો કાચ ગંદો હોય અને જો તમે સારી રીતે જોઈ નથી શકતા તો પણ મેમો ફાટી શકે છે. જો તમારી ગાડીનો કાચ તૂટેલો હોય તો પણ બીજાના જીવને ખતરો થઈ શકે છે. જેથી તમને મેમો આપવામાં આવી શકે છે.
બીમાર હોવ તો ડ્રાઈવિંગ ન કરી શકો
શારીરિક કે માનસિક રીતે તમે બિમાર હોય તો, ગિયર યુક્ત ગાડી ન ચલાવી શકો. જો તમે બિમાર હોય અને ડ્રાઈવિંગ કરો તો 1000 રૂપિયાનો દંડ આપવામાં આવી શકે છે. જોકે, દંડની આ રકમ પહેલા 200 રૂપિયા હતા, જે બાદમાં વધારી દેવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર