મકાન માલિક 24 કલાકની લેખિત નોટિસ વગર ઘરે નહીં આવી શકે

નવી જોગવાઈ પ્રમાણે મકાન માલિક ત્રણ મહિનાના ભાડાથી વધારે સુરક્ષા રકમ (ડિપોઝિટ) નહીં લઈ શકે.

News18 Gujarati
Updated: July 11, 2019, 2:42 PM IST
મકાન માલિક 24 કલાકની લેખિત નોટિસ વગર ઘરે નહીં આવી શકે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 11, 2019, 2:42 PM IST
દેશમાં બહુ ઝડપથી મકાન અને દુકાનને ભાડે આપવા કે દેવાનું સરળ બની જશે. CNBC આવાઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મોડલ ભાડૂત કાયદો (મોડલ ટેનન્સિ લૉ) અંતિમ ચરણમાં છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ કાયદાને અંતિમ સ્વરૂપ આપવા માટે મંત્રી જૂથોની બે બેઠક મળી ચુકી છે. સરકાર ઓગસ્ટમાં આ અંગે કેબિનેટની મંજૂરી મેળવશે.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સિતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ હતુ કે સરકાર રેન્ટલ હાઉસિંગ અંગે આદર્શ ભાડૂત કાયદો બનાવશે. તેમણે કહ્યું હતું કે રેન્ટલ હાઉસિંગ સાથે જોડાયાલા વર્તમાન કાયદા ખૂબ જૂના છે અને તે સંપત્તિ માલિક અને ભાડૂઆતની સમસ્યાને નિવારવામાં અસમર્થ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણના જણાવ્યા પ્રમાણે મકાન માલિક અને ભાડુઆતના નાણાકીય સંબંધો અને અધિકારોને નવા સ્વરૂપમાં પરિભાષિત કરવામાં આવશે.

નવા કાયદામાં શું ખાસ હશે


  • નવી જોગવાઈ પ્રમાણે મકાન માલિક ત્રણ મહિનાના ભાડાથી વધારે સુરક્ષા રકમ (ડિપોઝિટ) નહીં લઈ શકે.

  • મકાન ખાલી કરવાના કેસમાં એક મહિનામાં સુરક્ષા રકમ પરત આપવી પડશે.

  • Loading...

  • મકાન માલિક મકાનના સમારકામ પછી મકાનનું ભાડું વધારી શકશે.

  • મકાન માલિકે મકાનમાં આવવાના એક દિવસ પહેલા નોટિસ આપવી પડશે.

  • ઝઘડાના કેસમાં કોર્ટને બદલે સ્પેશિયલ ટ્રિબ્યૂનલ બનાવવામાં આવશે.

  • ભાડુઆત મકાનને બીજા કોઈને ભાડે નહીં આપી શકે.
બજેટમાં થઈ ચુકી છે જાહેરાત : નાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યુ કે નવા કાયદા અંતર્ગત મકાન માલિકોની મરજીથી ભાડું વધારી દેવાથી લઈને રોક-ટોક સાથે ભાડુઆતને આવતી બીજી અનેક પરેશાનીઓ પર રોક લાગશે. આ કાયદામાં મકાન માલિકોના અધિકારોનું પણ ધ્યાન રાખવામાં આવશે. નિર્મલા સિતારમણે કહ્યુ કે નવા ટેનન્સિ લૉને અંતિમ સ્વરૂપ આપીને રાજ્યોને મોકલવામાં આવશે. (અસીમ મનચંદા, સંવાદદાતા, CNBC આવાઝ)
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...