Home /News /business /

Mahindra Scorpio: મહિન્દ્રાની અપકમિંગ સ્કોર્પિયો SUVના લીક ફોટોઝ જોઇને બોલી ઊઠશો વાહ!

Mahindra Scorpio: મહિન્દ્રાની અપકમિંગ સ્કોર્પિયો SUVના લીક ફોટોઝ જોઇને બોલી ઊઠશો વાહ!

સ્કોર્પિયોની લીક તસવીર

Mahindra Scorpio leaked picture: નવી 2022 સ્કોર્પિયોનું કોડનેમ Z101 રાખવામાં આવ્યું છે. કંપનીએ ન્યૂ જનરેશન સ્કોર્પિયો એસયુવીના નવા ટીઝર માટે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ કરાર કર્યો છે.

નવી દિલ્હી: મહિન્દ્રાએ (Mahindra) તેની આગામી સ્કોર્પિયો એસયૂવીનું ઓફિશિયલ ટીઝર (Scorpio SUV Teaser) રિલીઝ કર્યું છે. 30 સેકન્ડના આ ટીઝર વીડિયોમાં માત્ર નવી મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio)ની ઝલક જોવા મળી છે. કંપનીએ SUV વિશે વધુ કોઈ માહિતી આપી નથી. જોકે, આવનારી નવી સ્કોર્પિયોની કેટલીક તસવીરો (Scorpio SUV Photos) સામે આવી છે. આ તસવીરો SUVના ઈન્ટિરિયરની છે. તસવીરો પરથી કહી શકાય કે મહિન્દ્રા આ એસયૂવી દ્વારા માર્કેટમાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યું છે.

બીગ બીના અવાજ સાથે પાવરફુલ ટીઝર


નવી 2022 સ્કોર્પિયોનું કોડનેમ Z101 રાખવામાં આવ્યું છે. કંપનીએ ન્યૂ જનરેશન સ્કોર્પિયો એસયુવીના નવા ટીઝર માટે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ કરાર કર્યો છે. ટીઝર વીડિયોમાં તેમનો અવાજ આપવામાં આવ્યો છે. બિગ બીના અવાજથી આ કારનું ટીઝર એકદમ પાવરફુલ બની ગયું છે. તમને કારના ફીચર્સની ચર્ચા ટીઝરમાં સાંભળવા મળે છે.

ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ


મહિન્દ્રાએ જણાવ્યા અનુસાર, નવી SUV (કોડનેમ Z101) મુંબઈમાં મહિન્દ્રા ઈન્ડિયા ડિઝાઈન સ્ટુડિયો (MIDS) દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. તેનું ઉત્પાદન ચેન્નાઈ નજીક મહિન્દ્રા રિસર્ચ વેલી (M.R.V.) ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીમાં કરવામાં આવી રહ્યું છે. મહિન્દ્રાએ ટીઝરમાં નવી સ્કોર્પિયોને ધ બિગ ડેડી ઓફ એસયુવી તરીકે દર્શાવી છે.



ટીઝર પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ટૂંક સમયમાં સ્કોર્પિયો ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. ટીઝર જોયા બાદ ગ્રાહકો પણ કારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, આ એસયુવીનો લોન્ચિંગ ડેટ અંગે હજુ સુધી કંપની દ્વારા કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કેટલાક અહેવાલો જણાવે છે કે, આ એસયુવી આગામી મહિનામાં ભારતીય બજારમાં આવી શકે છે.


શું હોઇ શકે છે સંભવિત ફીચર્સ?


નવા લૂક ઉપરાંત લેટેસ્ટ સ્કોર્પિયોમાં સંપૂર્ણ LED લાઇટિંગ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ડ્રાઇવ મોડ, ઓટો એન્જિન આઇડલ-સ્ટાર્ટ-સ્ટોપ, 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, કનેક્ટેડ કાર જેવી નવી સુવિધાઓની લાંબી લીસ્ટ હોઇ શકે છે.



SUVને 7-ઇંચની સ્ક્રીન, ઇલેક્ટ્રિક સનરૂફ અને વાયરલેસ ફોન ચાર્જિંગ સાથે XUV700 જેવું સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ મળશે. UCL એટલે કે અપકમિંગ કાર લીક્સ નામની ચેનલે આ ફોટો YouTube પર રિલીઝ કર્યો છે. જોકે કંપની તરફથી આ વાતની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.
First published:

Tags: Automobile, Mahindra, કાર, ભારત

આગામી સમાચાર