Home /News /business /

હવે દર્દીઓને નહીં લૂંટી શકે પ્રાઇવેટ હોસ્પિટલ, ટૂંક સમયમાં આવશે આ કાયદો

હવે દર્દીઓને નહીં લૂંટી શકે પ્રાઇવેટ હોસ્પિટલ, ટૂંક સમયમાં આવશે આ કાયદો

પ્રતિકાત્મક તસવીર

    દિલ્હીના લોકોને ખાનગી હોસ્પિટલ તરફથી લૂંટથી બચાવવા માટે એક નવો કાયદો ટૂંક સમયમાં જ લાગુ થશે. સીએનબીસી આવાજના સૂત્રોને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર આવેલા સૂચનો સામેલ કરી ફાઇનલ ડ્રાફ્ટને કેબિનેટને મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે.

    સૂત્રોની જાણકારી પ્રમાણે હોસ્પિટલની લૂંટથી બચાવવાનો કાયદો ટૂંક સમયમાં લાગુ થશે. જેમાં સારવારના સામાન પર વધુમાં વધુ 50 ટકા નફો, હોસ્પિટલની ફાર્મસીમાંથી દવા, ઇમ્પ્લાંટ ખરીદવા માટે મજબૂર કરવું ગેરકાનુની ગણાશે, આ સિવાય મૃત્યુ થયા બાદ બાકી બિલ ચૂકવવા માટે મૃતદેહને રોકી રાખવો ગેરકાનુની હશે. ઇલાજ પહેલા દર્દીને થતો ખર્ચનો હિસાબ લેખિતમાં આપવો પડશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ LRD પેપરલીકઃ બોર્ડના વિદ્યાર્થીએ જાણી લેવી આ વાત, 33 પ્રવૃતીઓ પર પ્રતિબંધ

    દર્દીને શું ફાયદો થશે ?

    પ્રસ્તાવિત સર્જરીથી અલગ સર્જરી પર વધુમાં વધુ 50 ટકા શૂલ્કની સીમા વધી શકે છે. જો કે દર્દીને સંભવિત સર્જરીના વિષયમાં પહેલા જાણકારી આપવી પડશે. 6 કલાકમાં મૃત્ય પર બિલમાં 50 ટકા છૂટની શરતમાં પણ બદલાવ થઇ શકે છે. ઇમરજન્સીમાં પ્રાઇઝ કંટ્રોલથી અલગ દવા આપવા માટે પરીવારજનોની મંજૂરીની શરત પણ હટી શકે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन