Home /News /business /New Labour Code : કોઈ શિફ્ટ નહીં, ઈચ્છો ત્યારે ઘરેથી કામ કરો, PM મોદીએ આપ્યા સુધારાના સંકેતો

New Labour Code : કોઈ શિફ્ટ નહીં, ઈચ્છો ત્યારે ઘરેથી કામ કરો, PM મોદીએ આપ્યા સુધારાના સંકેતો

પીએમ નરેન્દ્ર મોદી

New Labour Code : પીએમે મોદી (PM Modi) એ વધુમાં કહ્યું કે, બદલાતા સમય સાથે નોકરીઓ (Job) ની પ્રકૃતિ રીતે બદલાઈ રહી છે તે આપણે બધા જોઈ રહ્યા છીએ. એટલે કે ઝડપથી બદલાતી દુનિયામાં આનો લાભ લેવા માટે આપણે પણ એ જ ઝડપે તૈયાર રહેવું પડશે

    કોરોના (Covid19) સમયગાળામાં વર્ક ફ્રોમ હોમ (Work From Home)એ મોટી ભૂમિકા ભજવી હતી. લોકડાઉન જેવી પરિસ્થિતિઓમાં લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા, પણ તેઓ વર્ક ફ્રોમ હોમને કારણે નોકરી - વ્યવસાય કરી શકતા હતા. જેના કારણે ઘણાની નોકરી બચી ગઈ હતી અને કંપનીઓના કામકાજ પર ઓછી અસર પડી હતી.

    IT સેક્ટરના લાખો કર્મચારીઓને આ સુવિધાનો સૌથી વધુ લાભ મળ્યો હતો. IT કંપનીઓએ આનાથી ગ્રોથને અસર થવા દીધી નહી. પરંતુ હવે આ જ IT કંપનીઓ ઘરેથી કામને ખતમ કરી રહી છે. TCS એ તેના કર્મચારીઓને ઓફિસમાં પાછા આવવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

    નવા લેબર કોડ(new labour code) પર કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેનો અમલ કરવાની પણ વાત છે. જોકે, અનેક મુદતો વીતી જવા છતાં તેનો અમલ થયો નથી. ત્યારે PMનું આ સૂચન લેબર કોડમાં ફેરફાર કરવાના પણ સંકેત આપી રહ્યું છે. તેનું કારણ એ છે કે, લેબર કોડ મુજબ કર્મચારીઓને અઠવાડિયામાં 3 સાપ્તાહિક રજા આપવાની જોગવાઈ છે. પરંતુ બાકીના 4 દિવસ તેણે 12-12 કલાક કામ કરવું પડશે.12 કલાક કામ કરવું અને પછી ઘરેથી ઓફિસ આવવા જવાનો સમય અલગ તેનો અર્થ એ થયો કે લોકોએ આખો દિવસ 14-15 કલાક મુસાફરી અને ઓફિસમાં પસાર કરવા પડશે. આ મુશ્કેલીથી બચવા માટે સરકાર વર્ક ફ્રોમ હોમ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા તરફ કામ કરશે.

    નોકરીઓનો પ્રકાર બદલાયો છે

    આની તરફેણ કરતા PM મોદીએ કહ્યું કે, વર્ક ફ્રોમ હોમ ઇકોસિસ્ટમ, ફ્લેક્સિબલ વર્કિંગ પ્લેસ અને ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ એ ભવિષ્યની જરૂરિયાતો છે. ભારત પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવામાં પાછળ રહી ગયું છે. તેથી વર્તમાન ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવા માટે આપણે ઝડપી નિર્ણયો લેવા અને તેનો ઝડપથી અમલ કરવાનું કામ કરવું પડશે.

    પીએમે મોદીએ વધુમાં કહ્યું કે, બદલાતા સમય સાથે નોકરીઓની પ્રકૃતિ રીતે બદલાઈ રહી છે તે આપણે બધા જોઈ રહ્યા છીએ. એટલે કે ઝડપથી બદલાતી દુનિયામાં આનો લાભ લેવા માટે આપણે પણ એ જ ઝડપે તૈયાર રહેવું પડશે.

    4 દિવસ 12 કલાક કામ અને 3 દિવસ સંપૂર્ણ આરામ

    હવે સમજી શકાય છે કે, જો આ સિસ્ટમ લાગુ કરવામાં આવે તો ઓફિસમાંથી થોડા કલાક અને ઘરેથી થોડા કલાક કામ કરીને લોકો દિવસમાં 12 કલાક પૂરા કરી શકે છે. એ જ રીતે, જેઓ ઘરેથી કામ કરે છે તેઓ 6-6 કલાકના 2 ભાગમાં અથવા 4-4-4 કલાકના 3 ભાગમાં કામ કરી શકે છે. આ સાથે, તેમના 12 કલાક પણ પૂરા થઈ શકે છે અને સાથે કામ કરવાનો તણાવ અને થાક તેમને પરેશાન કરશે નહીં. પછી તેઓ 3 દિવસની સાપ્તાહિક રજા પણ લઈ શકે છે. 3 દિવસની રજા ન માત્ર કર્મચારીને આવતા અઠવાડિયા માટે ફરીથી તૈયાર થવાની તક આપશે, પરંતુ પ્રવાસનને પણ આનો લાભ મળી શકે છે.

    અર્થવ્યવસ્થામાં ઝડપ આવશે

    કર્મચારીઓ દર અઠવાડિયે 3 દિવસ ઘરે નહીં વિતાવે. એક દિવસ તે મૂવી-રેસ્ટોરન્ટ અને સિંગલ ડે ટ્રીપ પ્લાન કરી શકે છે. ત્યારે તે જે ખર્ચ કરશે તેનાથી ભારતીય અર્થતંત્ર મજબૂત થશે. જો તે 2-3 દિવસની ટ્રીપ માટે બહાર જાય, તો તેનાથી ટૂર અને ટ્રાવેલ સહિત સમગ્ર હોસ્પિટાલિટી સેક્ટરને ફાયદો થશે. તેનાથી ઘણી જગ્યાએ પૈસા આવશે અને આ ખર્ચ ધીરે ધીરે અર્થવ્યવસ્થાની ગતિને વેગ આપશે.

    મૂનલાઇટિંગ પણ વધતો જતો ટ્રેન્ડ છે

    PM ના વર્ક ફ્રોમ હોમ ઇકોસિસ્ટમ સાથે સંબંધિત સૂચન પછી, મૂનલાઇટિંગ વિશેની ચર્ચા પણ તેજ બની શકે છે. મૂનલાઇટિંગ એટલે એક જગ્યાએ કામ કર્યા પછી બાકીના કલાકોમાં બીજી જગ્યાએ કામ કરવું. વર્ક ફ્રોમ હોમના જમાનામાં આ ટ્રેન્ડ ઘણો જોવા મળ્યો છે. સ્વિગી(Swigi)એ તેના કર્મચારીઓને મંજૂરી આપી દીધી છે કે જો તેઓ કામના કલાકો પછી ઇચ્છે તો અન્ય કામ કરી શકે છે. 3 દિવસની રજામાં વધારાનું કામ કરીને વધારાની આવક મેળવવા માંગતા લોકો આનો લાભ મળશે.

    ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ સિસ્ટમ અપનાવીને તેઓ એક સાથે બે કામ કરી શકે છે. આનાથી તેમને વધારાની આવક મળશે અને કંપની વધુ કુશળ કર્મચારીઓ શોધી શકશે. જો કે, કંપનીઓમાં આ વધુ સ્વીકાર્ય નથી, કારણ કે તેમને લાગે છે કે તેનાથી ગોપનીયતાનું ઉલ્લંઘન થઈ શકે છે. આ અંગે કોઈ કાયદો નથી, તેથી તે નક્કી કરવું મુશ્કેલ છે કે કર્મચારી તે જ ક્ષેત્રની કંપનીમાં કામ કરે છે કે નહીં.

    WFH ઇકોસિસ્ટમથી મહિલાઓનો સહકાર વધારશે

    15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં PM એ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ ધ્યેય હાંસલ કરવા માટે, PM એ વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. PM કહે છે કે ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ અપનાવીને ભારત તેની નારી શક્તિનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે, જેની ભવિષ્યમાં જરૂર છે.

    આ પણ વાંચો5G સેવાને લઈને સરકારે કરી મોટી જાહેરાત, કેન્દ્રીય મંત્રીએ જણાવી લોન્ચીંગ તારીખ!

    PMએ કહ્યું હતું કે, દેશનું શ્રમ મંત્રાલય પણ અમૃતકાળમાં 2047 સુધીના સમયગાળા માટે પોતાનું વિઝન તૈયાર કરી રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાત વર્ક ફ્રોમ હોમ ઇકોસિસ્ટમ, ફ્લેક્સિબલ વર્કિંગ પ્લેસ અને ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ છે. આપણે મહિલાઓને વર્કફોર્સમાં સામેલ કરવાની તક તરીકે ફ્લેક્સિબલ વર્ક પ્લેસ જેવી મિકેનિઝમનો ઉપયોગ કરી શકીએ છીએ. દેશમાં નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં મહિલાઓ માટે આપણે બીજું શું કરી શકીએ? તે દિશામાં પણ વિચારવું પડશે.
    First published:

    Tags: Labour, Labour Code, Labour minister, Labour Ministry, New Labour Code, પીએમ નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    विज्ञापन