Home /News /business /

આનંદો! કર્મચારીઓને હવે અઠવાડિયામાં મળશે ત્રણ રજા, આ તારીખથી થઈ શકે છે અમલ

આનંદો! કર્મચારીઓને હવે અઠવાડિયામાં મળશે ત્રણ રજા, આ તારીખથી થઈ શકે છે અમલ

નવા લેબર કોડમાં સપ્તાહમાં ત્રણ દિવસ રજાની જોગવાઈ.

New Labour Code: શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવો વેજ કોડ 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે. જોકે, સરકાર દ્વારા આ અંગે કોઇ જ ઓફિશિયલ જાણકારી કે નિવેદન આપવામાં આવ્યું નથી.

 નવી દિલ્હી: પ્રથમ જુલાઈથી લાગુ થનાર નવો લેબર કોડ (New Labour code) હાલમાં કેટલાક રાજ્યોના કારણે અટવાયેલો છે. સરકાર ચાર મોટા ફેરફારો માટે નવો લેબર કોડ લાવી છે. નવા કોડના અમલ પછી સાપ્તાહિક રજાઓ (Holidays)થી માંડીને ઇન-હેન્ડ સેલેરી (In-Hand Salary)માં ફેરફાર થશે. લોકો અઠવાડિયામાં ત્રણ દિવસ રજાની રાહ જોઈ રહ્યા છે. ન્યૂ વેજ કોડ (New Wage Code) અંગે આજે સંસદ (Parliament)માં શ્રમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ મોટી જાણકારી સામે મૂકી છે. રામેશ્વર તેલી (Rameswar Teli) એ લોકસભામાં લેખિત પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે નવા લેબર કોડના અમલીકરણ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

31 રાજ્યોના ડ્રોફ્ટ નિયમ તૈયાર


પ્રશ્નોના જવાબમાં રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે, મોટાભાગના રાજ્યોએ ચાર લેબર કોડ પરના ડ્રાફ્ટ નિયમો કેન્દ્રને મોકલી દીધા છે. એવી અટકળો હતી કે નવો લેબર કોડ 1 જુલાઈથી લાગુ થઈ શકે છે. પરંતુ હજુ કેટલાક રાજ્યોમાંથી કોડમાં ડ્રાફ્ટ કમેન્ટ્સ આવવાની બાકી છે. અત્યાર સુધીમાં કુલ 31 રાજ્યોએ નવા વેતન સંહિતા પર તેમના ડ્રાફ્ટ નિયમો મોકલ્યા છે.

તમામ રાજ્યોમાં એકસાથે લાગૂ કરવાની તૈયારી


જ્યારે 25 રાજ્યોએ ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ કોડ પર તેમના ડ્રાફ્ટ ફાઇલ કરી દીધા છે. સાથે જ ઓક્યુપેશનલ સેફ્ટી કોડ સંબંધિત કોડ પર 24 રાજ્યોમાંથી ડ્રાફ્ટ્સ પ્રાપ્ત થયા છે. રાજ્યો દ્વારા તમામ ચાર કોડ્સ (4 લેબર કોડ્સ)માં ડ્રાફ્ટ ફાઇલ કરવાના છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ રાજ્યો આ કોડને એકસાથે લાગુ કરે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે પ્રોફિટ બુકિંગ કરવું? ક્યારે ફરીથી રોકાણ કરવું?

ક્યારથી થઇ શકે છે લાગૂ?


હાલમાં ઘણા રાજ્યોમાં અલગ-અલગ કોડ ફસાયેલા છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવો વેજ કોડ 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે. જોકે, સરકાર દ્વારા આ અંગે કોઇ જ ઓફિશિયલ જાણકારી કે નિવેદન આપવામાં આવ્યું નથી.

રાજસ્થાને માત્ર એક કોડ માટે ડ્રાફ્ટ મોકલ્યો છે અને મિઝોરમે પણ એક જ કોડ માટે ડ્રાફ્ટ નિયમ તૈયાર કર્યા છે. શ્રમ મંત્રાલયના સૂત્રો અનુસાર, ન્યૂ વેજ કોડ 1 ઓક્ટોબરથી લાગૂ કરી શકાય છે. પશ્ચિમ બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે, જેણે હજુ સુધી કોઇ પણ કોડ પર પોતાના ડ્રોફ્ટ આપ્યા નથી.

આ પણ વાંચો:  દરરોજ રૂ. 238ની બચત કરીને પાકતી મુદતે મેળવો રૂ. 54 લાખ

આ છે ચાર કોડ


નવા લેબર કોડ વેજ, સોશ્યલ સિક્યોરિટી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અને ઓક્યૂપેશનલ સેફ્ટી સાથે સુસંગત છે. નવા વેજ કોડ અનુસાર નોકરીયાત વર્ગના લોકોને સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાનો વિકલ્પ મળશે.

બેઝિક સેલેરીમાં થશે પરીવર્તન


નવા વેજ કોડમાં બેઝિક સેલેરીમાં પણ પરીવર્તન આવશે. આ કોડ લાગૂ થયા બાદ ટેક હોમ સેલેરી એટલે કે ઇન હેન્ડ સેલેરી તમારા એકાઉન્ટમાં ઓછી આવશે. સરકારે પે રોલ અંગે નવા નિયમો તૈયાર કર્યા છે. નવા વેતન કોડ હેઠળ કર્મચારીની બેઝિક સેલેરી તેના કુલ પગાર (CTC)ના 50 ટકા કે તેથી વધુ હોવો જોઈએ. બેઝિક સેલેરીમાં વધારા સાથે તમારા પીએફમાં વધુ પૈસા જમા થશે. આવી સ્થિતિમાં તમે નિવૃત્તિ સમયે આ ફંડમાંથી મોટી રકમ મેળવી શકશો.

આ પણ વાંચો: આજે (19 જુલાઈ) આ 20 શેરમાં થઈ શકે છે તગડી કમાણી

સપ્તાહમાં 3 દિવસની રજા


નવા વેજ કોડ અનુસાર, પગારદાર લોકો પાસે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનો અને ત્રણ દિવસની રજાનો વિકલ્પ છે. અઠવાડિયામાં ત્રણ દિવસની રજા પસંદ કરનારા લોકોએ ઓફિસમાં દિવસમાં 12 કલાક કામ કરવું પડશે. આનો અર્થ એ છે કે કોઈ પણ સંજોગોમાં તમારે અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે.
First published:

Tags: Company, Factory, Holiday, Salary, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन