Home /News /business /Gratuity New Rules: એક વર્ષની નોકરી પર પણ મળેશે ગ્રેચ્યુઇટી, નવા નિયમથી કર્મચારીઓને થશે ફાયદો
Gratuity New Rules: એક વર્ષની નોકરી પર પણ મળેશે ગ્રેચ્યુઇટી, નવા નિયમથી કર્મચારીઓને થશે ફાયદો
ગ્રેચ્યુઇટીના નિયમ
Gratuity New Rules: નવો લેબર કોડ આવવાથી આ સમયમર્યાદા પાંચ વર્ષથી ઘટીને એક વર્ષ થઈ શકે છે. સરકાર તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ નિયમ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.
નવી દિલ્હી: ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર ભારતમાં શ્રમ સુધાર 4 નવા લેબર કોડ (4 New labour code) લાગુ કરશે. લેબર કોડના નિયમોમાં ફેરફાર આવવાથી કર્મચારીઓના પગાર (Salary), રજા, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીના નિયમો (Gratuity rules) પણ બદલાઈ જશે. હાલ કર્મચારીઓને 5 વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઇટી મળે છે. ટૂંક સમયમાં આ નિયમ પૂર્ણ થઈ જશે. જે બાદ નવા નિયમ અનુસાર, કર્મચારીઓને એક વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઇટી મળી શકશે. જોકે, સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
ગ્રેચ્યુઇટી મેળવવા માટેની શરતો
એક જ કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની સાથે ગ્રેચ્યુઇટી પણ આપવામાં આવે છે. ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ આપવામાં આવે છે. દર મહિને કર્મચારીઓના પગારમાંથી ગ્રેચ્યુઇટી કાપવામાં આવે છે. ગ્રેચ્યુઇટીની નાની રકમ કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે, પરંતુ મોટો હિસ્સો કંપની તરફથી આપવામાં આવે છે. હાલના નિયમો અનુસાર જો કોઈ કર્મચારી એક જ કંપનીમાં પાંચ વર્ષ પૂરા કરે તો તેને ગ્રેચ્યુઇટી મળે છે. જો કર્મચારી 5 વર્ષ પૂરા ન કરે તો તેને ગ્રેચ્યુઇટી મળતી નથી.
જો કોઈ કંપનીમાં કર્મચારી સાડા ચાર વર્ષથી વધુ એટલે કે, 4 વર્ષ 7 મહિના નોકરી કરે તો છેલ્લા વર્ષને આખું વર્ષ જ માનવામાં આવે છે. છેલ્લા વર્ષમાં કર્મચારી 6 મહિનાથી વધુ નોકરી કરે તો કંપની તરફથી ગ્રેચ્યુઇટી આપવામાં આવે છે. જો કર્મચારીનું મૃત્યુ થાય અથવા અપંગ થઈ જાય તો ગ્રેચ્યુઇટી મેળવવા માટે 5 વર્ષ પૂરા થવા જરૂરી નથી.
સમય ઓછો થઈ શકે છે
નવો લેબર કોડ આવવાથી આ સમયમર્યાદા પાંચ વર્ષથી ઘટીને એક વર્ષ થઈ શકે છે. સરકાર તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ નિયમ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.
કુલ ગ્રેચ્યુઇટીની રકમ= (છેલ્લો પગાર)*(15/26)*(કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું)
જો કર્મચારીએ એક કંપનીમાં 20 વર્ષ કામ કર્યું. તે કર્મચારીનો છેલ્લો પગાર રૂ. 75,000 છે. જ્યાં મહિનાના 26 દિવસ કાઉન્ટ કરવામાં આવે છે, કારણ કે એક મહિનામાં 4 દિવસ રજા હોય છે. એક વર્ષમાં 15 દિવસના આધાર પર ગ્રેચ્યુઇટીની ગણતરી થાય છે.
ગ્રેચ્યુઇટી= (75,000)*(15/26)*(20) = 8,65,385
આ પ્રકારે ગ્રેચ્યુઇટીની કુલ રકમ 8,65,385 મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર