ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસન (CBDT)એ FY2018-19 એટલે કે એસેસમેન્ટ યર 2019-20 માટે નવા આઈટીઆર ફોર્મ નોટિફાય કર્યા છે. નવા નોટિફાઇડ ફોર્મ ITR 1 સહજ, 2, 3, 4 સુગમ, 5, 6, 7 છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ટેક્સપેયર્સથી રિટર્ન ફોર્મ્સમાં વધારે જાણકારી માંગવામાં આવી છે. નવા આઈટીઆર ફોર્મ્સમાં ટેક્સ પેયર્સને આ વખતે ભારતમાં નિવાસના દિવસોની સંખ્યા, અનલિસ્ટેડ શેર્સનું હોલ્ડિંગ અને ટીડીએસ પર ભાડુઆતની પાન જેવી જાણકારીઓ આપવી પડશે.
આપને જણાવી દઈએ કે નોકરીયાતોને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે આઈટીઆર-1 ફોર્મ ભરવાનું હોય છે. ગયા વર્ષે આઈટીઆર-1 ફોર્મમાં હાઉસ પ્રોપર્ટીથી આવકની વિસ્તૃત જાણકારી માંગવામાં આવી હતી.
ITR 1 સહજ ITR 1 ફોર્મ એવા નાગરિકો માટે છે જેમની કુલ ઇન્કમ 50 લાખ રૂપિયા સુધીની છે. આ સેલરી, એક હાઉસ પ્રોપર્ટી અને વ્યાજથી થનારી ઇન્કમ હોય છે. ITR 1 સહજ એક પેજનું ફોર્મ છે.
50 લાખ સુધીની ઇન્કમ ત્રણ પ્રકારની હોવી જોઈએ. - સેલરી કે પેન્શનથી આવક - એક હાઉસ પ્રોપર્ટીથી આવક - અન્ય સ્ત્રોતોથી આવક
નોટિફાય કરવામાં આવેલા ફોર્મ મુજબ, આ આઈટીઆરબ ફોર્મને તે વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે, જે કંપનીના ડાયરેક્ટર છે કે જેણે અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે.
ITR 2 આઈટીઆર-2 ફોર્મ એ લોકો અને અવિભાજિત હિન્દુ પરિવાર (એચયૂએફ) માટે છે, જેમને કોઈ વેપાર કે વ્યવસાયથી કોઈ પ્રોફિટ કે લાભ નથી થતો. ITR-2માં આપને પોતાના નિવાસ સ્થાન સાથે જોડાયેલી માહિતી આપવી પડશે કે તમે નાણાકીય વર્ષ 2018-19માં ત્યાંના નિવાસી હતા કે નહીં. કે સાધારણ નિવાસી હતા અને નોન-રેજિડેન્ટ હતા. જો તમારી પાસે કોઈ અનલિસ્ટેડ કંપનીના શેર છે તો આપને આઈટીઆર-2માં તેની જાણકારી આપવી પડશે. આ જાણકારીમાં કંપની, પાન, શેરોની સંખ્યા અને આપના દ્વારા ખરીદે કે વેચેલા શેરની જાણકારી હશે.