આવી ગયા છે નવા IT રિટર્ન ફોર્મ, જાણો આમાં શું નવું છે?

નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવા માટે નવા ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે

News18 Gujarati
Updated: April 14, 2019, 3:11 PM IST
આવી ગયા છે નવા IT રિટર્ન ફોર્મ, જાણો આમાં શું નવું છે?
આવી ગયા છે નવા IT રિટર્ન ફોર્મ
News18 Gujarati
Updated: April 14, 2019, 3:11 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવા માટે નવા ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ટેક્સપેયર્સ પાસેથી રિટર્ન ફોર્મમાં વધુ માહિતી માગવામાં આવી છે. આમાં ટેક્સપેયર્સના ભારતમાં નિવાસના દિવસોની સંખ્યા, અનલિસ્ટેડ શેર્સનું હોલ્ડિંગ અને TDS થવા પર ભાડુઆતનું PAN જેવી માહિતીઓ માગવામાં આવી છે. ચાલો જાણીએ કયા રિટર્ન ફોર્મ હેઠળ કઇ નવી માહિતી સામેલ કરવામાં આવી છે.

કોણ ભરી શકે છે ITR-I ફોર્મ

> જે નાગરિકની કુલ ઇનકમ 50 લાખ રૂપિયા સુધી છે.

>> આ સેલરી, એક હાઉસ પ્રોપર્ટી અને વ્યાજથી થનારી ઇનકમ હોય છે.
>> કૃષિની આવક 5000 રૂપિયાથી વધારે ન હોવી જોઇએ.
>> કોઇ કંપનીનું ડાયરેક્ટર પદ ન હોવું જોઇએ.
Loading...

>> અનલિસ્ટેડ કંપનીના શેર ન હોવા જોઇએ.

ITR-IV ફોર્મ માટે નિયમ

> ક્લબિંગ આવક, જેની પર TDS કપાયું હોય તો ITR-I ફોર્મ ન ભરી શકે.
>> ગયા વર્ષે NRI પણ ITR-IV ફોર્મ ભરી શકતા હતા.
>> હવે 50 લાખ રૂપિયાથી વધુ આવક પર ITR-IV ફોર્મ ન ભરી શકાય.
>> નુકસાનને કેરી ફોરવર્ડ ન કરી શકાય.

ITR-II અને ITR-III ફોર્મના નિયમ

ITR-II અને ITR-III ફોર્મમાં સૌથી વધુ ફેરફાર થયા છે.
>> અનલિસ્ટેડ શેરોની ખરીદી વેચાણ અંગે સંપૂર્ણ માહિતી આપો.

આ પણ વાંચો: આ ત્રણ સ્ટેપ ફૉલો કરો, 17.5 વર્ષમાં બની જશો કરોડપતિ

કયુ ITR ફોર્મ તમારા માટે


> ફોર્મમાં ભારતમાં વિતાવેલા સમયની માહિતી માગવામાં આવી.
>> ITR-I અને ITR-IV ફોર્મ ભરનાર સુપર સીનિયર સિટીજન પેપર રિટર્ન ભરી શકે છે.
>> સુપર સીનિયર સિટીજનને બાદ કરતાં તમામ માટે ઇ-રિટર્ન ભરવું અનિવાર્ય છે.
First published: April 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...