સાવધાન! મોદી સરકારનો આજથી ટેક્સ ચોરીનો કડક કાયદો લાગુ, દંડ ભરીને પણ બચવું મુશ્કેલ

News18 Gujarati
Updated: June 17, 2019, 7:18 PM IST
સાવધાન! મોદી સરકારનો આજથી ટેક્સ ચોરીનો કડક કાયદો લાગુ, દંડ ભરીને પણ બચવું મુશ્કેલ
મતલબ એ કે, જો કોઈ વ્યક્તિ કે કંપની ટેક્સ ચોરી કરે તો માત્ર ટેક્સ પેમેન્ટ, પેનલ્ટી અને વ્યાજ ચૂકવવાની મામલો પતી નહીં જાય. ઈન્કમ ટેક્સની નવી ગાઈડલાઈન્સ 17 જૂન 2019થી લાગૂ થઈ છે

મતલબ એ કે, જો કોઈ વ્યક્તિ કે કંપની ટેક્સ ચોરી કરે તો માત્ર ટેક્સ પેમેન્ટ, પેનલ્ટી અને વ્યાજ ચૂકવવાની મામલો પતી નહીં જાય. ઈન્કમ ટેક્સની નવી ગાઈડલાઈન્સ 17 જૂન 2019થી લાગૂ થઈ છે

  • Share this:
ટેક્સ ચોરી કરનાર લોકો પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સખત પગલા ભરશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સ અનુસાર, બ્લેકમની અને બેનામી કાયદા હેઠળ કરવામાં આવેલા અપરાધને ગંભીર માનવામાં આવશે જે અત્યાર સુધી ગંભીર માનવામાં આવતા ન હતા. તેનો મતલબ એ કે, જો કોઈ વ્યક્તિ કે કંપની ટેક્સ ચોરી કરે તો માત્ર ટેક્સ પેમેન્ટ, પેનલ્ટી અને વ્યાજ ચૂકવવાની મામલો પતી નહીં જાય. ઈન્કમ ટેક્સની નવી ગાઈડલાઈન્સ 17 જૂન 2019થી લાગૂ થઈ છે. આજથી ટેક્સ ચોરીના તમામ મામલાને ગંભીર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવશે.

13 પ્રકારના મામલાનું લિસ્ટીંગ થયું
રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સમાં 13 પ્રકારના મામલાનું લીસ્ટીંગ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પોતાના સિનીયર અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, આના આધાર પર ટેક્સ ચોરીના મામલા પતાવવાના રહેશે. આ 136 મામલા અત્યાર સુધીમાં ગંભીર અપરાધની શ્રેણીમાં આવતા ન હતા.

ટેક્સ નહીં ચૂકવવા પર કયો અપરાધ લાગશે?
મિંટ અનુસાર, ઈન્કમ ટેક્સ કલમ 115-0 અથવા ચેપ્ટર XVII-B હેઠળ જો તમે ટેક્સ નહીં ચૂકવો તો, આ અપરાધ A કેટેગરીમાં આવે છે. સોર્સથી ટેક્સ કલેક્ટ કરી જો કોઈ કંપની અથવા વ્યક્તિ ટેક્સ નથી ચૂકવતો તે પણ આ કેટેગરીમાં અપરાધ માનવામાં આવશે.

વિલફૂલ ડિફોલ્ટ કઈ કેટેગરીમાં આવશેકેટેગરી Bમાં તે કંપની અથવા વ્યક્તિ જે ટેક્સ ચોરી માટે વિલફૂલ ડિફોલ્ટ કરે છે. તેમાં તે પણ સામેલ થશે જે જરૂરી દસ્તાવેજ અથવા પોતાના ખાતાની માહિતી નહી આપે. સાથે વેરિફિકેશન માટે નકલી ડોક્યુમેન્ટ આપવાનો અપરાધ પણ આ કેટેગરીમાં આવશે.

નવી ગાઈડલાઈન્સ અનુસાર, ઈન્કમ ટેક્સ કલમ 275 A, 275B અને 276 હેઠળ કરવામાં આવેલા અપરાધને ખુબ ગંભીરની શ્રેણીમાં નખી લાવવામાં આવ્યા. નવી ગાઈડલાઈન્સે 2014ની ગાઈડલાઈન્સની જગ્યા લીધી છે.

રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સ અનુસાર, બ્લેકમની એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 અનુસાર, કરવામાં આવેલા અપરાધને સામાન્ય નહીં માનવામાં આવે. બેનામી ટ્રાન્જેક્શન એક્ટ, 1988 હેઠળ કરવામાં આવેલા અપરાધને પણ ટેક્સ અધિકારી હવે ગંભીર અપરાધ માનશે.
First published: June 17, 2019, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading