Home /News /business /Income Tax: નવું ઘર ખરીદનારાઓને હવે નહીં મળે આ લાભ, 2019ના વર્ષમાં થઈ હતી જાહેરાત
Income Tax: નવું ઘર ખરીદનારાઓને હવે નહીં મળે આ લાભ, 2019ના વર્ષમાં થઈ હતી જાહેરાત
ઘરની ખરીદી
Income tax: આ ટેક્સ લાભ ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 24(બી) અંતર્ગત ઉપલબ્ધ હોમ લોન (home loan interest) પર ચૂકવવામાં આવેલા બે લાખ રૂપિયા સુધીના વ્યાજથી છૂટ ઉપરાંત છે.
મુંબઇ. Housing loan tax Break: પહેલી એપ્રિલ, 2022થી નવું ઘર ખરીદનારા લોકો માટે હોમ લોન પર ચૂકવવામાં આવેલા 1.5 લાખ રૂપિયાના વધારાના વ્યાજ પર ટેક્સ છૂટ (tax deduction)નો લાભ નહીં મળે. સેક્શન 80 EEA અંતર્ગત આ લાભની જાહેરાત 2019ના વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. તેને ઉદેશ્ય સસ્તા ઘરો (Affordable housing units)ની ખરીદીને પ્રોત્સાહન આપવાનો હતો.
સેક્શન 80 EEA હેઠળ સીમિત અવધિનો લાભ
બજેટે, 2019માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેરાત કરી હતી કે પ્રથમ વખત ઘર ખરીદનારા સસ્તું ઘર એટલે કે અફોર્ડેબલ હાઉસિંગ યૂનિટ ખરીદવા પર લીધેલી લોનના ચૂકવવામાં આવેલા 1.5 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર વધારાની છૂટ મેળવી શકે છે. શરૂઆતમાં નાણાકીય સંસ્થાઓ તરફથી એક એપ્રિલ, 2019થી 31 માર્ચ, 2020 વચ્ચે સ્વીકૃત લોન પર જ છૂટ આપવામાં આવતી હતી.
સુદીત કે પારેખ એન્ડ કંપની એલએલપીના પાર્ટનર (ડાયરેક્ટ ટેક્સ) અનીતા બસરુરે કહ્યુ કે, "જોકે, બાદમાં આ મર્યાદા 31 માર્ચ, 2020થી વધારીને 31 માર્ચ, 2021 કરવામાં આવી હતી. અંતે તેને વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી હતી. હવે આ મુદત વધારવામાં આવી નથી."
આ ટેક્સ લાભ ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 24(બી) અંતર્ગત ઉપલબ્ધ હોમ લોન (home loan interest) પર ચૂકવવામાં આવેલા બે લાખ રૂપિયા સુધીના વ્યાજથી છૂટ ઉપરાંત છે. આ બેનિફિટના દાવાની શરત એવી શરત એવી પણ છે કે હાઉસ ડ્યૂટીની સ્ટેમ્પ ડ્યૂટી વેલ્યૂ 45 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.
શું છે અફોર્ડેબલ હાઉસ
ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે એક અફોર્ડેબલ હાઉસ યૂનિટ એ છે કે જેનો કાર્પેટએરિયા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલાકાતા જેવા મેટ્રોલ શહેરમાં 60 વર્ગ મીટર (645 વર્ગ ફૂટ)થી વધારે ન હોય. બિન-મેટ્રો શહેરોમાં ઉપરની માર્યાદા 90 વર્ષ મીટર (968 વર્ગ ફૂટ) છે.
ઘર ખરીદવા પર કેટલો ટેક્સ બચે? ક્યા સેક્શન હેઠળ કેટલી છૂટ મળે?
નવું નાણાકીય વર્ષ (Financial year) શરૂ થઈ ગયું છે. હવે નવા નાણાકીય વર્ષનું પ્લાનિંગ પણ કરવું જરૂરી છે. જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને આ માટે જો તમારે હોમ લોન (Home loan) લેવી હોય તો તેના ટેક્સ બેનિફિટ્સ (Income tax benefits) ને પણ સમજવા જોઈએ. આ સાથે તમે આવકવેરામાં મોટી બચત (Income Tax Deduction) કરી શકો છો. સરકારે હંમેશા હાઉસિંગમાં રોકાણ (Housing investment) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ કારણ છે કે તેને ટેક્સ મુક્તિ દ્વારા પણ પ્રમોટ કરવામાં આવે છે. તમને ઘર ખરીદીવા પર અને હોમ લોન પર આવકવેરા કાયદાની કેટલિક કલમો હેઠળ છૂટ મળે છે. જો આ તમારું પ્રથમ ઘર છે તો વધારાની 50,000 હજારની છૂટ મળશે. તમને વ્યાજની મૂળ રકમ પર કર મુક્તિ મળે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર