નવી દિલ્હી : હવે તમારા LPG સિલિન્ડરની હોમ ડિલેવરીની પ્રક્રિયા હવે પહેલા જેવી નહી હોય કેમ કે, આગામી મહિનાથી ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર થવાનો છે. 1 નવેમ્બરથી ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી રોકવા માટે અને સાચા કસ્ટમરની ઓળખ કરવા માટે તેલ કંપનીઓ નવી LPG સિલિન્ડર ડિલેવરી સિસ્ટમ લાગુ કરવાની છે. શું છે નવી સિસ્ટમ અને હોમ ડિલેવરી કેવી રીતે થશે તો જાણો બધુ જ.
- આ નવી સિસ્ટમને DACનું નામ આપવામાં આવ્યું છે એટલે કે, ડિલેવરી ઓથેન્ટિકેશન કોડ. હવે માત્ર બુકિંગ કરાવી લેવા માત્રથી તમારા ઘરે સિલિન્ડરની ડિલેવરી નહીં થાય. પરંતુ, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે, તે કોડને તમે જ્યાં ડિલેવરી બોયને બતાવશો નહીં ત્યાં સુધી ડિલેવરી પુરી નહીં થાય.
- જોકે, કોઈ કસ્ટમર એવા પણ છે જેમમે ડિસ્ટિબ્યુટર પાસે મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યો, તો ડિલેવરી બોય પાસે એક એપ હશે જેના દ્વારા તમે રિયલ ટાઈમ પોતાનો નંબર અપડેટ કરાવી શકશો. અને ત્યારબાદ કોડ જનરેટ કરી શકશો.
કેમ 5 પક્ષ પલટું અને 2 મૂળ BJPના ઉમેદવારોને ટિકિટ અપાઈ? શું છે BJPનું ગણિત?
- આ સિસ્ટમ બાદ એવા કસ્ટમરોની મુશ્કેલી વધી જશે, જેમનું એડ્રેસ ખોટું છે અને મોબાઈલ નંબર ખોટો છે. તો આ કારણથી તેમની સિલિન્ડરની ડિલેવરી રોકવામાં આવી શકે છે.
'ભાજપ સરકાર મહિલા સુરક્ષા મામલે નિષ્ફળ, ગુજરાતમાં દરરોજ 3 અને 2 વર્ષમાં 2720 બળાત્કાર કેસ'
- તેલ કંપનીઓ આ સિસ્ટમને પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરવા જઈ રહી છે. ત્યારબાદ ધીરે-ધીરે અન્ય સીટીમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જયપુરમાં આનો પાયલોટ પ્રોજેક્ટ પહેલા જ ચાલી રહ્યો છે.
અમદાવાદ: પુત્ર સાથે બોલનાર માંને પુત્રવધુએ ઢોર માર મારી બચકું ભરી લીધું
95 ટકાથી વધારે આ પ્રોજેક્ટનો સક્સેસ રેટ તેલ કંપનીઓને મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર પર લાગુ નહીં થાય માત્ર ડોમેસ્ટિક માટે આ રુલ્સ લાગુ કરવામાં આવશે.
તમને એ પણ જણાવી દઈએ કે, પટ્રોલના ભાવમાં 23 દિવસથી કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બીજી તરફ આજે 13માં દિવસે પણ ડીઝલના ભાવ સ્થિર રહ્યા. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલો રહ્યો. મુંબઈમાં પેટ્રોલ 87.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.86 રૂપિયા પ્રતિ લીટર, કોલાકાતામાં પેટ્રોલ 82.59 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 73.99 રૂપિયા પ્રતિ લીટર તથા ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 84.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.99 રૂપિયા પ્રતિ લીટર રહ્યો.