સામાન્ય બજેટ : નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખ સબસિડી મળશે

News18 Gujarati
Updated: July 5, 2019, 6:56 PM IST
સામાન્ય બજેટ : નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખ સબસિડી મળશે
પ્રતિકાત્મત તસવીર

નાણા મંત્રીની જાહેરાત સામાન્ય માણસનું ઘર ખરીદવાનું સ્વપ્ન સરળ બનાવવાનો પ્રયાસ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકાર 2.0નું પ્રથમ નાણાકીય બજેટ પ્રસ્તુત કરતા નાણા મંત્રી નિર્મલા સતારમણે જાહેરાત કરી હતીકે હવે નવા મકાનની ખરીદી પર 3.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે જો તમે રૂપિયા 45 લાખ સુધીનું મકાન ખરીદી રહ્યાં છો તો સરકાર તમને 3.5 લાખ રૂપિયાની સબસિડી આપશે.

અગાઉ નવા મકાનની ખરીદી પર મોદી સરકાર 2 લાખ રૂપિયા સુધીની સબસિડી આપતી હતી હવે આ યોજનામાં દોઢ લાખનો વધારો કરવામાં આવ્યો છે. હવે 3.5 લાખ રૂપિયા સુધીની છુટ મળી શકશે. સરકારની આ યોજના આગામી 3 વર્ષ સુધી લાગુ પડેશે. સરકાર વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને ઘર ઉપલબ્ધ કરાવશે. વર્ષ 2024 સુધીમાં દરેક ગરીબને ઘર, વીજળી પાણી અને ગેસ આપવામાં આવશે. પીએમ આવાસ યોજના હેઠળ 1.95 ઘરો તૈયાર થશે.

આ પણ વાંચો :  ભાડાના ઘરમાં રહો છો? તો બજેટમાં તમારા માટે છે ખુશખબર

બજેટની અન્ય જાહેરાતો

  • સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે
  • નાણા મંત્રી સીતારમણે કહ્યું કે પહેલાં જે ઘર બાંધવામાં 340 દિવસનો સમય થતો હતો તે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.

  • નાના દુકાનદારોને પેન્શન મળશે, 59 મિનિટમાં મળશે લોન
    3 કરોડ દુકાનદારોને પેન્શન યોજનાનો લાભ મળશે

  • જનધન ખાતાધારક મહિલાઓને 50,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળશે

  • એક કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે

  • આ વર્ષે જ ભારતનું અર્થતંત્ર 3 મિલિયન અબજ ડૉલરનું થશે

  • સાગરમાલા યોજના હેઠળ નવા બંદરોનો વિકાસ કરાશે

First published: July 5, 2019, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading