Home /News /business /ખુશખબરી! 2021માં નહીં હોય નોકરીની અછત, આ કંપનીઓમાં થશે જોરદાર ભરતી, મળશે વધુ પગાર

ખુશખબરી! 2021માં નહીં હોય નોકરીની અછત, આ કંપનીઓમાં થશે જોરદાર ભરતી, મળશે વધુ પગાર

ભારતમાં 53 ટકા કંપનીઓએ કહ્યું કે, તેઓ 2021માં પોતાના કર્મચારીઓની સંખ્યામાં વધારવાની તૈયારી કરી રહી છે

ભારતમાં 53 ટકા કંપનીઓએ કહ્યું કે, તેઓ 2021માં પોતાના કર્મચારીઓની સંખ્યામાં વધારવાની તૈયારી કરી રહી છે

નવી દિલ્હીઃ ગયા વર્ષે કોરોના વાયરસ મહામારી (Covid-19 Pandemic)ના કારણે ભારત (India)માં નોકરીની તકો ભલે ઘટી હોય, પરંતુ એક સર્વેક્ષણ મુજબ 53 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ 2021માં પોતાના કર્મચારીઓની સંખ્યા વધારવાની તૈયારી કરી રહી છે. ભારતમાં 74 ટકાથી પણ વધુ ટેક કંપની (Tech Companies)ઓ પોતાના સ્ટાફની સંખ્યામાં 14 ટકાથી વધારવાનું વિચારી રહી છે. પ્રોફેશનલ સર્વિસ આપનારી ફર્મ માઇકલ પેજ ઈન્ડિયા (Michael Page India)ની ટેલેન્ટ ટ્રેન્ડ્સ 2021 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઓછામાં ઓછી 53 ટકા કંપનીઓ 2021માં નવી ભરતી (Recruitments) કરવાની તૈયારીમાં છે.

મજબૂત ડિમાન્ડ ચાલુ રહેવાની આશા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહામારીના કારણે ભરતી સંબંધી ગતિવિધિઓમાં 2020 દરમિયાન 10 ટકાની ઘટ આવી હતી. માઇકલ પેજ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નિકોલસ ડુમૈલિન (Nicolas Dumoulin)એ કહ્યું કે, ટેક્નોલોજી અને સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય ગતિવિધિઓ જોવા મળી છે. આ ઉપરાંત ઇન્ટરનેટ આધારિત વ્યવસાયો જેમ કે ઇ-કોમર્સ અને શિક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં અપેક્ષા કરતાં મજબૂત ડિમાન્ડ ચાલુ રહેવાની આશા છે.

પગારમાં થશે વધારો, મળશે બોનસ

સર્વે રિપોર્ટ મુજબ, 60 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આ વર્ષે પગારમાં વધારો કરશે. આ સર્વેમાં સામેલ 43 ટકા કંપનીઓએ કહ્યું છે કે તેઓ એક મહિનાના પગારથી પણ વધુ બોનસ આપવાનું વિચારી રહી છે. ભારતમાં એડવાન્સ ટેક્નોલોજી હોવાના કારણે સોફ્ટવેર ડેવલપમેન્ટ, ગેમિંગ અને આઇટી ઇન્ડસ્ટ્રીઝના બાકી સેગમેન્ટમાં તેજી જોવા મળી રહી છે. પગારમાં હાઇકની વાત કરીએ તો હેલ્થકેર સેક્ટરમાં આ વર્ષે સૌથી વધુ 8 ટકા તેજીની આશા છે. ત્યારબાદ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ સેક્ટરમાં 7.6 ટકાની તેજી અને ઇ-કોમર્સમાં 7.5 ટકાની તેજીની સંભાવના છે.

આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

IT સેક્ટરી આ કંપનીઓમાં થશે હાયરિંગ

દેશની ચાર સૌથી મોટી આઇટી કંપની TCS, Infosys, HCL અને Wiproએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 36,487 કર્મચારીઓની ભરતી કરી છે. ગયા વર્ષની ત્રીજા ક્વાર્ટરમાં આ ચારેય કંપનીઓને મળી માત્ર 10,820 કર્મચારીઓનું હાયરિંગ કર્યું હતું. આ હિસાબથી ત્રીજા ક્વાર્ટરમાં હાયરિંગમાં 240 ટકાનો ઉછાળો આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે હાયરિંગની આ ઝડપ આવતા નાણાકીય વર્ષ (2021-22)માં પણ ચાલુ રહેશે. રિપોર્ટ મુજબ, આગામી નાણાકીય વર્ષમાં આ ચારેય કંપનીઓ લગભગ 91,000 ફ્રેશર્સને હાયર કરવાની યોજના બનાવી રહી છે.
First published:

Tags: Business news, Earning, Employment, Growth, Jobs, Recruitment, Salary, Vacancy, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો