Home /News /business /GSTનો નવો રેટ આજથી લાગુ, આ 23 વસ્તુ થઈ સસ્તી? જાણો આખું લિસ્ટ

GSTનો નવો રેટ આજથી લાગુ, આ 23 વસ્તુ થઈ સસ્તી? જાણો આખું લિસ્ટ

પ્રતિકાત્મક તસવીર

32 ઈંચ સુધીના ટીવી અને મોનીટર સ્ક્રીન સહિત 23 વસ્તુઓ અને સેવા પર જીએસટીના દર ઘટાડવાની સુચના જાહેર કરી દીધી છે.

નવા વર્ષની શરૂઆત પહેલા જ મોદી સરકારે દેશની જનતાને મોટી ગીફ્ટ આપી હતી. જે આજથી લાગુ થઈ ગઈ છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામાન્ય લોકોને ઘણી રાહત આપવામાં આવી છે. કાઉન્સિલની મળેલી બેઠકમાં કેટલીક રોજિંદી ઉપયોગમાં લેવાતી જરૂરિયાતની ચીજ વસ્તુમાં જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો છે. જે પ્રોડક્ટ્સ પર જીએસટીનો રેટ ઘટાડવામાં આવ્યો છે તેમાં મોટા ભાગની વસ્તુની લોકોની જરૂરિયાતની વસ્તુઓ છે. કઈ વસ્તુ સસ્તી થઈ તેની યાદી જોઈએ...

દેશની જનતાને નવા વર્ષની ભેટ આપતા સરકારે 1 જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, 32 ઈંચ સુધીના ટીવી અને મોનીટર સ્ક્રીન સહિત 23 વસ્તુઓ અને સેવા પર જીએસટીના દર ઘટાડવાની સુચના જાહેર કરી દીધી છે. જીએસટી કાઉન્સિલે 22 ડિસેમ્બરના થયેલી બેઠમાં 23 વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સનો દર ઓછો કરવાનો નિર્ણય લીધો હતો. શાકભાજીને ટેક્સમાંથી મુક્ત રાખવામાં આવી છે. આજથી ગ્રાહકોને આ વસ્તુઓના ઓછા ભાવ ચુકવવા પડશે.

સંગેમરમરના મઢ્યા વગરના પથ્થર, પ્રાકૃતિક કોર્ક, ફ્લાઈ એશથી બનેલી ઈંટો વગેરે હવે 5 ટકાના દરથી જીએસટી લાગશે. સંગીતની બુક, શાકભાજી , વગેરે પર હવે જીએસટી નહી લાગે.

તેમજ 100 રૂપિયા સુધીની સિનેમાની ટિકિટ પર હવે 18 ટકના બદલે 12 ટકા જીએસટી લાગશે. 100 રૂપિયાથી વધુની સિનેમાં ટિકિટ પર પણ 28 ટકાના બદલે 18 ટકાના દરે જીએસટી લાગશે.

આ વસ્તુ થઈ સસ્તી
કોમ્પ્યુટર મોનીટર
ટીવી સ્ક્રીન
ફ્રોઝન વેઝિટેબલ
વીડિઓ ગેમ્સ
લીથિયમ-આયન પાવર બેન્ક
રીટ્રેડેડ ટાયર્સ
સેકન્ડ હેન્ડ ટાયર્સ
વ્હીલચેર એસેસરીઝ
સિનેમા ટિકિટ
મ્યુઝિક બુક
ડિઝિટલ કેમેરા
વીડિઓ કેમેરા રેકોર્ડર
થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ઓન ગુડ્સ કેરીન્ગ મોટર વ્હીકલ્સ
માર્બલ રુબેલ
નેચરલ કોર્ક
કૉર્ક લગભગ ચોરસ અથવા ડીબગ્ડ
આર્ટીકલ ઓફ નેચરલ કોર્ક
એગગ્લોમેરેટેડ કૉર્ક
વોકિંગ સ્ટીક્સ
ફ્લાય આશ બ્લોક્સ
First published:

Tags: Cheaper, Today