ખુશખબર! આવતા અઠવાડિયાથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ

News18 Gujarati
Updated: March 29, 2019, 9:41 AM IST
ખુશખબર! આવતા અઠવાડિયાથી સસ્તી થઈ જશે આ વસ્તુઓ
પ્રતિકાત્મક તસવીર

આ નવા વર્ષે સામાન્ય લોકો માટે રાહતના અનેક સમાચાર છે. જોકે, સાથે જ લોકોએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પ્રથમ એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરૂ થઈ જશે. આ નવા વર્ષે સામાન્ય લોકો માટે રાહતના અનેક સમાચાર છે. જોકે, સાથે જ લોકોએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે. નવા નિયમ પ્રમાણે પ્રથમ એપ્રિલથી અમુક મોટા ફેરફાર થશે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. તો ચાલો જાણીએ પ્રથમ એપ્રિલથી શું સસ્તું થશે અને કોઈ વસ્તુની કિંમતમાં વધારો થશે.

શું સસ્તું થશે?

ઘર ખરીદવું થશે સસ્તું : પ્રથમ એપ્રિલ, 2019થી ઘર ખરીદવું સસ્તું થશે. GST કાઉન્સિલે પ્રથમ એપ્રિલથી જીએસટી પર નવા રેટ લાગૂ કરવાનો આદેશ કર્યો છે. જે બાદમાં બાંધકામ હેઠળ હોય તેવા ઘરો પર 12 ટકાના બદલે પાંચ ટકા જીએસટી લાગશે. જ્યારે અફોર્ડેબલ હાઉસ પર જીએસટી દર આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી ઘર બનાવવું સસ્તું થશે. જેનો ફાયદો ઘર ખરીદી કરવાનારને મળશે.

જીવન વીમો થશે સસ્તો : પ્રથમ એપ્રિલથી જીવન વીમો ખરીદવો સસ્તો થશે. હકીકતમાં પ્રથમ એપ્રિલથી કંપનીઓ મૃત્યુદરના નવા આંકડાઓનું પાલન કરશે. અત્યાર સુધી વીમા કંપનીઓ 2006-08ના ડેટાનો ઉપયોગ કરતી હતી. આને બદલીને 2012-14 કરી દેવામાં આવ્યો છે. આ નવા બદલાવનો સૌથી વધારે ફાયદો 22થી 50 વર્ષની વયના લોકોને થશે.

લોન લેવાનું થશે સસ્તુ : એપ્રિલથી તમામ પ્રકારની લોન લેવાનું સસ્તું થઈ જશે. બેંક એમસીએલઆરના બદલે આરબીઆઈના રેપો રેટ પર લોન આપશે. આનાથી તમામ પ્રકારની લોન સસ્તી થવાની આશા છે. આરબીઆઈ રેપો રેટ ઘટાડે તેની સાથે જ બેંકોએ વ્યાજદરોમાં ઘટાડો કરવો પડશે. હાલ બેંકો જાતે જ નક્કી કરે છે કે વ્યાજદરોમાં ક્યારે વધારો કે ઘટાડો કરવો છે.

શું મોંઘું થશે?કારની ખરીદી મોંઘી બનશે : પ્રથમ એપ્રિલથી કારની ખરીદી મોંધી બનશે. પ્રથમ એપ્રિલથી ભારતીય બજારમાં રહેલી કાર કંપની જેવી કે ટાટા મોટર્સ, રેનોલ્ટ ઇન્ડિયા, જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા (જેએલઆર) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા મોટર્સે પોતાની પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ વધવા ઉપરાંત બહારના આર્થિક કારણોને કારણે મોડલોની કિંમતમાં વધારો કરવા માટે તેઓ મજબૂર છે.

ગાડી ચલાવવી મોંઘી બનશે : પ્રથમ એપ્રિલથી ગાડી ચલાવવું મોંઘું બનશે. હકીકતમાં પ્રાકૃતિક ગેસની કિંમતોમાં 18 ટકાનો વધારો થવાની આશા છે. જેના કારણે CNGના ભાવ વધી જશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી કિંમતો પ્રથમ એપ્રિલ, 2019થી લાગૂ થશે. નોંધનીય છે કે નવી ડોમેસ્ટિક ગેસ પોલીસી 2014 અંતર્ગત દર છ મહિને નેચરલ ગેસની કિંમત નક્કી કરવામાં આવે છે. આ ફોર્મ્યુલા વિદેશી કિંમતો પર આધારિત છે.

ખવાના પકાવવું થશે મોંઘુ : સરકાર ડોમેસ્ટિક નેચરલ ગેસની કિંમતોમાં વધારો કરશે તો રસોઈ માટે વાપરવામાં આવતા પીએનજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ગેસની કિંમત વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ અને રસોડા પર પડશે.
Published by: Vinod Zankhaliya
First published: March 29, 2019, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading