Home /News /business /UPIનું ગજબનું ફીચર્સ, કેશ ઓન ડિલિવરીની જેમ તમારા રુપિયાને એકાઉન્ટમાં સેફ રાખશે

UPIનું ગજબનું ફીચર્સ, કેશ ઓન ડિલિવરીની જેમ તમારા રુપિયાને એકાઉન્ટમાં સેફ રાખશે

શું છે યુપીઆઈની સિંગલ-બ્લોક-એન્ડ-મલ્ટીપલ-ડેબિટ્સ સુવિધા, જાણો કોને થશે ફાયદો?

New Features of UPI Payment: કેન્દ્રીય બેંક આરબીઆઈ દ્વારા જણાવ્યા અનુસાર યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ માટે નવું ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર્સનું નામ સિંગલ બ્લોક એન્ડ મલ્ટિપલ ડેબિટ્સ છે. આ ફીચર્સના ઉપયોગથી જો પેમેન્ટ કરશો તો તમને પ્રોડક્ટ ડિલિવરી નહીં થાય ત્યાં સુધી પેમેન્ટ તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થશે નહીં.

વધુ જુઓ ...
    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં કહ્યું છે કે રિટેલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)માં ટૂંક સમયમાં જ નવી ફંક્શનાલિટી સિંગલ-બ્લોક-એન્ડ-મલ્ટીપલ-ડેબિટ્સ (single-block-and-multiple-debits) હશે. આ સુવિધા ત્યારે ચુકવણીમાં મદદ કરશે, જ્યારે ગુડ્સ અને સર્વિસની ડિલિવરી પછીથી થશે, જેમ કે ઇ-કોમર્સ ખરીદી, હોટલ બુકિંગ અથવા સિક્યોરિટીઝમાં રોકાણ.

    આ પણ વાંચોઃ બીજુ બધું છોડીને ત્રણ માળના ઘરને જ બનાવી દીધું ખેતર, વર્ષે 70 લાખની કમાણી

    કઇ રીતે કરે છે કામ?


    ગ્રાહકો ચોક્કસ હેતુઓ માટે તેના ખાતામાં ભંડોળને બ્લોક કરી શકશે. જે જ્યારે પણ જરૂરી હોય ત્યારે ડેબિટ કરી શકાય છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, ગ્રાહકો યુપીઆઈ ઓટોપે સુવિધા દ્વારા એસઆઈપી, ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ વગેરે માટે રિકરિંગ ચુકવણી કરે છે. હવે, આરબીઆઈ પાસે આ સુવિધાને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ તરફ વિસ્તૃત કરવાનું વિઝન છે.

    આ પણ વાંચોઃ બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી

    કોને મળશે લાભ?


    આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ ડેવલપમેન્ટ હોટલ બુકિંગ, ગૌણ મૂડી બજારમાં સિક્યોરિટીઝની ખરીદી તેમજ આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમનો ઉપયોગ કરીને સરકારી સિક્યોરિટીઝની ખરીદી, ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન વગેરે માટે મદદરૂપ થશે.

    ફિન્ટોના સ્થાપક સીએ મનીષ પી. હિંગારે જણાવ્યું હતું કે, "તદુપરાંત, વેપારીઓને સમયસર ચૂકવણીની નોંધપાત્ર ખાતરી મળશે. જ્યારે ગ્રાહક વાસ્તવિક ડિલિવરી સુધી પોતાના ખાતામાં પોતાનું ફંડ રાખી શકે છે. આનાથી નિયમિત રીતે ચુકવણી કરવા માટે વાણિજ્ય ક્ષેત્રે સરળતા ઉભી થશે". આરબીઆઈ અનુસાર, આ વધારાને લાગુ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને અલગથી સૂચના આપવામાં આવશે.

    આ પણ વાંચોઃ ઘરનું ઘર લેવાનું સપનું થયું મોંઘું! જાણો, હોમ લોન ચૂકવતી વખતે વ્યાજનું ભારણ કેવી રીતે ઘટાડવું?

    સર્વત્રા ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક, એમડી અને વાઇસ ચેરમેન મંદાર અગાશેએ આ પગલાંને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, નવી સુવિધાથી ઈ-કોમર્સ ક્ષેત્રે ચુકવણી કરવામાં સરળતા વધશે.



    તેણે વધુમાં જણાવ્યું કે, "UPIને છેલ્લાં કેટલાંક વર્ષોમાં જબરદસ્ત આવકાર મળ્યો છે. નવું ફીચર વેપારીઓ અને ગ્રાહકો બંને માટે 'વિન-વિન સિચ્યુએશન' છે. વેપારીઓને સમયસર ચુકવણીની ખાતરી મળશે. જ્યારે ગ્રાહકો તેમના ખાતામાં રકમ બ્લોક કરીને ચૂકવણી કરી શકે છે, એટલે કે ચૂકવણી કરવાની પ્રતિબદ્ધતા છે, પરંતુ વાસ્તવિક ગુડ્સની ડિલિવરી કરવામાં આવશે ત્યારે વાસ્તવિક રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. હકીકતમાં, અમે ઘણા ગ્રાહકોને જોઈએ છીએ. જેઓ આગામી મહિનાઓમાં કેશ ઓન ડિલિવરી પસંદ કરશે, ચુકવણી માટે યુપીઆઈના ઓર્ડરનો ઉપયોગ કરશે.
    First published:

    Tags: Business news, Online payment, Personal finance, Upi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો