Corona સંકટ વચ્ચે આ મહિનાથી વધી જશે તમારી સેલરી, સરકાર લાગુ કરી રહી છે આ નિયમ

News18 Gujarati
Updated: May 20, 2020, 4:53 PM IST
Corona સંકટ વચ્ચે આ મહિનાથી વધી જશે તમારી સેલરી, સરકાર લાગુ કરી રહી છે આ નિયમ
પ્રતિકાત્મક તસવીર

આ માત્ર મે, જૂન અને જુલાઈ મહિના માટે જ લાગુ છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓની ટેક હોમ સેલરીમાં વધારો જોવા મળશે.

  • Share this:
નવી દિલ્હી : New PF Rules, કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ યોગદાન નિયમમાં ત્રણ મહિના માટે ફેરફાર કર્યો છે. સરકારના આ નવા નિયમ અનુસાર, મેથી લઈ જુલાઈ વચ્ચે કર્મચારી અને કંપનીનું ઈપીએફ યોગદાન 12 ટકાની જગ્યાએ 10 ટકા હશે. સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓની કોસ્ટ ટૂ કંપનીમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર ટેક હોમ સેલરીમાં વધારો જોવા મલશે. જેથી કંપનીઓ પર પણ દબાણ ઓછુ થશે.

ક્યાંક 24 ટકાને બદલે 20 ટકા હશે પીએફ યોગદાન

હાલના નિયમો અનુસાર, કર્મચારી અને કંપની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાને 12 ટકા દર મહિને રિટાયરમેન્ટ ફંડમાં નાખવામાં આવે છે. બંને તરફની રકમ મિલાવી આ કુલ 24 ટકા થાય છે. પરંતુ, નવા નિયમ બાદ 12 ટકાથી ઘટી 10 ટકા થઈ ગયું છે, એટલે કે હવે કર્મચારીઓના ઈપીએફ એકાઉન્ટમાં 24 ટકાની જગ્યાએ 20 ટકા જ યોગદાન હશે. આ માત્ર મે, જૂન અને જુલાઈ મહિના માટે જ લાગુ છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓની ટેક હોમ સેલરીમાં વધારો જોવા મળશે. આ કર્મચારીના મોંઘવારી ભથ્થા અને બેસિક સેલરીના 4 ટકા હશે.

માનીલો કે, કોઈ કર્મચારીની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થુ મિલાવી પ્રતિ મહિના 10,000 રૂપિયા મળે છે. પહેલા કર્મચારી અને કંપની તરફથી કુલ ઈપીએફ યોગદાન 2400 રૂપિયા થતું હતું. પરંતુ હવે આ ઘટીને માત્ર 200 રૂપિયા થઈ જશે. બાકી 400 રૂપિયા કર્મચારીની ટેક હોમ સેલરીમાં આપવામાં આવશે.

શ્રમ મંત્રાલયે આ મામલે એક નિવેદન જાહેર કરી કેટલીક વાત સ્પષ્ટ કરી છે. મંત્રાલયે કહ્યું કે, ઈપીએફ યોગદાનને 12 ટકાથી ઘટાડી 10 ટકા કર્યા બાદ કર્મચારીઓની ટેકહોમ સેલરી વધી જશે. તેમના ઈપીએપ એકાઉન્ટમાં જનારી ટકા રકમ હવે તેમને ટેક હોમ સેલરીમાં જોડવામાં આવશે.
First published: May 20, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading