નવી દિલ્લી: નાણાં મંત્રાલયે તાજેતરમાં જ નવી આવકવેરા (Income Tax)પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, 7 જૂનથી, આવકવેરાની વિગતો ફાઇલ કરવા માટેનું એક નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરશે. નવા પોર્ટલનો હેતુ કરદાતાઓ માટે સુવિધા વધારવાનો છે.
આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ, મોબાઇલ દ્વારા તેનો ઉપયોગ કરવો સરળ બનશે અને તેના પર અગાઉથી ભરવામાં આવેલા આવકવેરાની વિગતો, આઈટીઆર આવકવેરા ફોર્મ અને સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, "આવકવેરા વિભાગ 7 જૂન, 2021ના રોજ એક નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in શરૂ કરશે. આ પોર્ટલ હાલની http://incometaxindiaefiling.gov.in ની જગ્યાએ કામ કરશે.
વિભાગે કહ્યું છે કે, આ નવા પોર્ટલમાં એક નવી મોબાઇલ એપ્લિકેશન પણ હશે, જેના આધારે કરદાતાઓ યુઝર મેન્યુઅલ અને વિડિઓ ક્લિપ દ્વારા દરેક પગલા પર દિશા નિર્દેશો મેળવી શકશે.
આવકવેરા વિભાગે કહ્યું છે કે, નવું પોર્ટલ રજૂ થાય તે પહેલાં 1 થી 6 જૂન સુધી ઇ-ફાઇલિંગ સેવાઓ ઉપલબ્ધ થશે નહીં. વિભાગે કરદાતાઓને સૂચન આપ્યું છે કે, જો તેઓને કોઈ જવાબ કે, સેવા મેળવવા હોય તો આ તારીખની પહેલા અથવા પછી અરજી કરો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર