પાંચ મહિના પછી બદલાઇ જશે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, RC માટે હશે નવા નિયમ

News18 Gujarati
Updated: May 7, 2019, 8:03 AM IST
પાંચ મહિના પછી બદલાઇ જશે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, RC માટે હશે નવા નિયમ
પ્રતિકાત્મક તસવીર

હાલમાં દરેક રાજ્ય પોતાની સુવિધા માટે અલગ અલગ પ્રકારનું ડીએલ અને આરસી તૈયાર કરે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમો સરળ કરી રહી છે. આગામી પાંચ મહિનામાં એટલે કે પહેલી ઓક્ટોબર 2019થી ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને તમારા વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) એક જેવું જ બની જશે. એટલે કે હવે દરેક રાજ્યમાં આરસી અને ડીએલનો કલર એક જેવો જ હશે. એટલું જ નહીં બધા રાજ્યમાં આ બંને કાર્ડ પર એક જેવી જ વિગતો હશે. આ મામલે કેન્દ્ર સરકાર જાહેરનામું બહાર પાડી ચુકી છે. દેશમાં રોજ આશરે 32 હજાર જેટલા ડીએલ બને છે અથવા રિન્યૂ થાય છે. આવી જ રીતે દેશમાં લગભગ 42 હજાર ગાડીઓની નોંધણી અથવા ફરીથી નોંધણી થાય છે. નવા ડીએલ અથવા આરસીમાં રૂ. 15-20થી વધારે ખર્ચ નહીં થાય.

તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બદલાઈ જશે : હાલમાં દરેક રાજ્ય પોતાની સુવિધા માટે અલગ અલગ પ્રકારનું ડીએલ અને આરસી તૈયાર કરે છે. જેના કારણે અમુક રાજ્યમાં અમુક માહિતી ડીએલના આગળના ભાગમાં તો અમુક રાજ્યમાં પાછળના ભાગમાં હોય છે. પરંતુ હવેથી દરેક રાજ્યમાં એક જેવા જ ડીએલ અને આરસી બનશે. બધા રાજ્યમાં આ બંને કાર્ડ પર એક સમાન વિગતો જ હશે.

પ્રતિકાત્મક તસવીર


મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ અંગે ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી તા. 30મી ઓક્ટોબર 2018ના રોજ એક લેખિત જાહેરનામું બહાર પાડીને અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. તમામ પક્ષો પાસેથી મળેલા અભિપ્રાયોને ધ્યાનમાં રાખીને સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું હતું.

હવે સ્માર્ટ હશે DL : નવા સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચીપ હશે, તેની સાથે સાથે ક્યૂઆર કોડ પણ હશે. જેનાથી ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક માટે નિયમનો ભંગ કરીને તેને છૂપાવવાનું કામ મુશ્કેલ બની જશે.


  • આ ક્યૂઆર કોડથી કેન્દ્રીય ઓનલાઇન ડેટાબેઝમાંથી ડ્રાઇવર અથવા વાહનના પાછળના રેકોર્ડને ડિવાઇસની મદદથી વાંચી શકાશે.

  • ટ્રાફિક પોલીસ પાસે રહેલા ડિવાઇસમાં કાર્ડ નાખતાની સાથે જ ક્યૂઆર કોડની મદદથી ડ્રાઇવર અને ગાડીની તમામ ડિટેઇલ મળી જશે.

  • નવા જાહેરનામા પ્રમાણે પહેલી ઓક્ટોબરથી તમામ રાજ્યોએ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પીવીસી આધારિત અથવા પોલિકાર્બોનેટ બનાવવાના રહેશે.

  • તેમાં ચીપ પણ લાગી હશે અને એવી જ જાણકારી હશે જેવી કેન્દ્ર સરકારના જાહેરાનામામાં કહેવામાં આવી છે.

First published: May 7, 2019, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading