નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL)જાણકારી આપી છે કે અબુધાબીની સરકારી ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની (Mubadala Investment Co)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યૂનિટમાં (Reliance Retail)6247.50 કરોડ રુપિયાનું રોકાણ કરીને 1.4 ટકા ભાગીદારી મેળવી છે. સાથે 4.29 લાખ કરોડ રૂપિયાની ઇક્વિટી વેલ્યૂ પર નિવેશ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રિલાયન્સ રિટેલને છેલ્લા ત્રણ સપ્તાહમાં પાંચમું નિવેશ મળ્યું છે. રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક કંપની ઇન્વેસ્ટર્સ અને જનરલ એટલાંટિક સહિત હવે કુલ 5 રોકાણકારોએ રોકાણ કર્યું છે.
આ પહેલા 30 સપ્ટેમ્બરે RILએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેકે (Silver Lake)રિલાયન્સ રિટેલમાં અતિરિક્ત 1875 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સાથે રિટેલમાં સિલ્વર લેક અને તેના સહયોગી નિવેશકોનું કુલ રોકાણ વધીને 9,375 કરોડ રૂપિયા થઈ જશે.
રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેકની ભાગીદારી નવા રોકાણ સાથે 2.13% થઈ
RRVLમાં સિલ્વર લેકની કુલ ભાગીદારી 2.13% થઈ ગઈ છે. રિલાયન્સ તરફથી જાહેર સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આપેલી જાણકારી પ્રમાણે રિલાયન્સ રિટેલની પ્રી મની ઇક્વિટી વેલ્યૂ લગભગ 4.285 લાખ કરોડ રૂપિયાની છે. આ ડીલ પર RILના ચેરમેન અને પ્રંબંધ નિર્દેશક મુકેશ અંબાણીએ (Mukesh Ambani) કહ્યું હતું કે બધા ભારતીયોને લાભ પહોંચાડનાર ઇન્ડિયન રિટેલ સેક્ટર માટે સિલ્વર લેક અને તેના સહ નિવેશક વેલ્યૂડ પાર્ટનર્સ છે. અમને તેનો વિશ્વાસ અને સહારો મળવા પર ખુશી છે.
આ પણ વાંચો - નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે
રિલાયન્સ રિટેલે થોડા સપ્તાહમાં ભેગા કરી લીધા 19,000 કરોડ રૂપિયાથી વધારે
રિલાયન્સ રિટેલને થોડાક સપ્તાહમાં વિદેશી રોકાણકારોથી ફંડ મેળવવામાં મોટી સફળતા મળી છે. દેશની સૌથી મોટી રિટેલ બિઝનેસ કંપનીએ થોડા સપ્તાહની અંદર 19,000 કરોડ રૂપિયાથી વધારે ભેગા કર્યા છે. આ ફંડ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સ અને અમેરિકી ફર્મ KKR & Coથી આવ્યું છે. આ બંને કંપનીઓએ રિલાયન્સ રિટેલમાં અનુક્રમે 1.75 ટકા અને 1.28 ટકા ભાગીદારી ખરીદી છે. 30 સપ્ટેમ્બરે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ એટલાંટિકે (General Atlantic) કહ્યું હતું કે રિલાયન્સ રિટેલમાં 0.84 ટકાની ભાગીદારી માટે 3675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
Published by:Ashish Goyal
First published:October 01, 2020, 20:09 pm