Home /News /business /

Atal Pension Yojana rule Change: સરકારે આ લોકોને આપ્યો મોટો ઝટકો, 1 ઓક્ટોબરથી ખાતું નહીં ખોલાવી શકાય

Atal Pension Yojana rule Change: સરકારે આ લોકોને આપ્યો મોટો ઝટકો, 1 ઓક્ટોબરથી ખાતું નહીં ખોલાવી શકાય

ટેક્સ ભરતા લોકોને સરકારે આપ્યો મોટો ઝટકો, હવે અટલ પેન્શન યોજનામાં ખાતું નહીં ખોલાવી શકે

Atal Pension Yojana rule Change: અટલ પેન્શન યોજનામાં રોકાણના નિયમોમાં ફેરફારથઈ અનેક લોકોને ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે કરેલા નવા ફેરફાર મુજબ હવે 1 ઓક્ટોબરથી કરદાતા એટલે કે જેઓ ટેક્સ પેયર (tax payer) છે, તેઓ અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલી શકશે નહીં

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana - APY)માં રોકાણના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેના કારણે અનેક લોકોને ઝટકો લાગ્યો છે. અટલ પેન્શન યોજના માટેનો નવો ફેરફાર 1 ઓક્ટોબરથી લાગુ થશે. હવે બદલાયેલા નવા નિયમો અનુસાર કરદાતા (tax payer)ઓ 1 ઓક્ટોબર, 2022થી અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલી શકશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં ભાગ લીધા બાદ 60 વર્ષની ઉંમર પછી રેગ્યુલર ઇન્કમ શરૂ થઈ જાય છે. જેથી તેમાં જોડાનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી હતી.

Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

કેન્દ્ર સરકાર સમીક્ષા કરશે

નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે, કરદાતાઓ 1 ઓક્ટોબર, 2022થી અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકશે નહીં. 1 ઓક્ટોબર અથવા તે પછી આ યોજનામાં જોડાનાર કરદાતાઓનું ખાતું બંધ કરવામાં આવશે અને તે સમય સુધી જમા થયેલ પેન્શનની રકમ પરત કરવામાં આવશે. તેમાં કોઈ ગડબડ ન થાય તે માટે સરકાર સમયાંતરે તેની સમીક્ષા પણ કરશે.

How to Invest: નોકરી મળતા જ શરૂ કરો આ કામ, 10 વર્ષમાં બની જશો કરોડપતિ

યોજના હેઠળ 4 કરોડથી વધુ લોકો જોડાયા

કેન્દ્ર સરકારે વર્ષ 2015-16માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. કોઈપણ પ્રકારના સરકારી પેન્શનનો લાભ લઈ શકતા ન હોય તેવા લોકો માટે આ યોજના અમલમાં આવી હતી. અટલ પેન્શન યોજના દેશમાં લોકપ્રિય બની છે. જેના કારણે નાણાકીય વર્ષ 22 સુધીમાં 4 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે. તેમાંથી 99 લાખ લોકો તો નાણાકીય વર્ષ 2022 જ જોડાયા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અનુસાર નાણાકીય વર્ષ 2022ના અંતે પેન્શન સ્કીમના 4.01 કરોડ ગ્રાહકો હતા. તેમાંથી 44 ટકા મહિલાઓ છે. આંકડાઓ અનુસાર અટલ પેન્શન યોજનાના લગભગ 45 ટકા સબસ્ક્રાઇબર 18-25 વર્ષના છે.

Business Idea: ગામડાથી લઈને શહેર ગમે ત્યાં કરી શકો છો આ બિઝનેસ, થશે લાખોની કમાણી તે પણ ટેક્સ ફ્રી

જાણો યોજનાની વિશેષતા

અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના 9 મે, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. 18થી 40 વર્ષની ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક આનો લાભ લઈ શકે છે અને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે. જો કે તેમાં કરવામાં આવેલું રોકાણ તમારી ઉંમર પર નિર્ભર કરે છે. યોજનામાં ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. સબસ્ક્રાઇબરના મૃત્યુ બાદ નોમિનીને પેન્શનની રકમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Atal Pension Yojana, Business news in gujarati, Investment tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन