નવી દિલ્હીઃ શું તમે ઓછા પૈસાનું રોકાણ કરીને પોતાનો વ્યવસાય (Business) શરૂ કરવા માંગો છો? તો આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઈડિયા (Business Idea) અંગે જણાવવા જઇ રહ્યાં છીએ. આ બિઝનેસ શરૂ કરીને તમે ખૂબ સારી કમાણી કરી શકો છો. ખાસ વાત એ છે કે, સરકાર દ્વારા આ વ્યવસાય માટે 50 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. અત્યારે મોતીની ખેતી પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. મોતીની ખેતી (Pearl farming) કરીને અનેક લોકો લાખોપતિ બની ગયા છે. તો ચાલો, આ કારોબાર કેવી રીતે શરૂ કરવો તે અંગે જાણકારી મેળવીએ.
કઈ વસ્તુઓની જરૂર પડશે?
મોતીની ખેતી કરવા માટે તળાવ, સિપ અને તાલીમની જરૂર પડે છે. તમે તળાવ સ્વખર્ચે ખોદાવી શકો છો અથવા સરકારની 50 ટકા સબસીડીનો લાભ પણ લઈ શકો છો. સિપ દેશના ઘણા રાજ્યોમાં મળે છે. અલબત્ત દક્ષિણ ભારત અને બિહારના દરભંગાની સિપની ગુણવત્તા સારી હોય છે. આ વ્યવસાયની તાલીમ મેળવવા દેશમાં ઘણી સંસ્થા કાર્યરત છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈમાં ટ્રેનિંગ મળે છે.
આવી રીતે કરો મોતીની ખેતી
સૌથી પહેલા સિપને એક જાળ સાથે બાંધી 10થી 15 દિવસ માટે તળાવમાં રાખવામાં આવે છે. જેથી તે પોતાની અનુકૂળતા મુજબ વાતાવરણ રચી શકે. ત્યાર બાદ તેને બહાર કાઢી સર્જરી કરવામાં આવે છે. એટલે કે, સિપની અંદર પાર્ટીકલ નાંખવામાં આવે છે. તેને કટિંગ કર્યા બાદ સિપ લેયર બનાવવામાં આવે છે. જે અંતે ચમકદાર મોતી બને છે.
રૂ. 25 હજારના રોકાણથી થઈ શકે શરૂઆત
સામાન્ય રીતે એક સિપ તૈયાર થતા 25થી 35 રૂપિયાનો ખર્ચો થાય છે. તૈયાર થઈ ગયા પછી સિપમાંથી બે મોતી નીકળે છે. જે ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. સારી ક્વોલિટી હોય તો રૂ. 200થી પણ વધુમાં વેચાઈ જાય છે.
જો એક એકર તળાવમાં 25 હજાર સિપ નાંખવામાં આવે તો અંદાજે રૂ. 8 લાખનો ખર્ચો થાય. એમ સમજીએ કે, તૈયાર થતી વખતે કેટલીક સિપ ખરાબ થઈ ગઈ અને 50 ટકા જેટલી સિપ સારી છે. છતાં પણ આટલી સિપથી વર્ષે રૂ. 30 લાખ કમાણી થઈ શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર