Business Idea: આ બિઝનેસ તમને મહિનામાં જ લખપતિ બનાવી દેશે! અહીં જાણો બધી જ વિગત

કોર્ન ફ્લેક્સ બિઝનેસ

Corn flakes business: મીડિયા રિપોર્ટ મુજબ એક કિલો કોર્ન ફ્લેક્સ બનાવવા રૂ. 30 જેટલો ખર્ચ થાય છે અને બજારમાં સરળતાથી રૂ. 70ના ભાવે વેચાય છે.

  • Share this:
મુંબઈ: Business Idea: નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા લોકો માટે અહીં બિઝનેસ (Business)નો સારો વિકલ્પ રજૂ કરાયો છે. જેમાં કોઈ ખાસ ટ્રેનિંગ (Training) લેવાની જરૂર નથી અને મધ્યમ પ્રમાણનું રોકાણ (Investment) કરી દરરોજ રૂ. 4000ની કમાણી કરી શકાય છે. આ વ્યવસાય કોર્ન ફ્લેક્સ (Corn Flakes Business)નો છે. તમે આ બિઝનેસના માધ્યમથી ખૂબ ઝડપથી પૈસા કમાઈ શકો છો.

કઈ રીતે કરશો કોર્ન ફ્લેક્સનો બિઝનેસ?

મોટાભાગના પરિવારોમાં નાસ્તા તરીકે કોર્ન ફ્લેક્સનો ઉપયોગ થાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. તેનો બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે જમીન હોવી જરૂરી છે. જેના પર તેનો પ્લાન્ટ લગાવી શકાય છે. આ ઉપરાંત ગોડાઉન માટે પણ જગ્યા જોઈશે. એકંદરે તમારી પાસે 3,000 સ્કવેર ફૂટ જેટલી જગ્યા હોવી જોઈએ.

આટલા મશીનની જરૂર પડશે

આ વ્યવસાય માટે મશીનો, વીજળીની સુવિધા, જીએસટી નંબર, કાચો માલ અને ગોડાઉનની જરૂર પડશે. આ મશીનનો Corn flakes સિવાય ઘઉં અને ચોખાના Flakes બનાવવા પણ ઉપયોગ થઈ શકે છે. જ્યાં મકાઈનું વધુ ઉત્પાદન થતું હોય ત્યાં મશીનનું સેટઅપ કરવું હિતાવહ છે. દૂરના સ્થળેથી ખરીદી કરી Corn flakes બનાવવાથી તે વધુ મોંઘુ પડશે. સારી ગુણવત્તાની મકાઈ મેળવવા સારી ગુણવત્તાની જમીન શોધવી જોઈએ.

આ પણ વાંચો: Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

કેટલો ફાયદો થશે?

મીડિયા રિપોર્ટ મુજબ એક કિલો કોર્ન ફ્લેક્સ બનાવવા રૂ. 30 જેટલો ખર્ચ થાય છે અને બજારમાં સરળતાથી રૂ. 70ના ભાવે વેચાય છે. જો તમે એક દિવસમાં 100 કિલો કોર્ન ફ્લેક્સ વેચો તો તમને આશરે રૂ. 4000નો નફો થશે. મહિને એકંદરે રૂ. 1,20,000ની કમાણી થઈ શકે છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં નવા Business Ideas: ઓછી મૂડીથી શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોની કમાણી

કેટલું મૂડીરોકાણ કરવું પડશે? મદદ ક્યાંથી મળશે?

આ બિઝનેસ નાના અને મોટાપાયે શરૂ કરી શકાય છે. શરૂઆતમાં તમારે રૂ. 5થી 8 લાખનું રોકાણ કરવું પડશે. તમે સરકારની મદદ પણ કરી શકો છો. કેન્દ્ર સરકાર મુદ્રા લોન યોજના ચલાવી રહી છે. જેમાં સરકાર સ્ટાર્ટ અપ બિઝનેસ કરવા લોકોને 90 ટકા સુધીની લોન આપે છે. શરૂઆતમાં તમારે રૂ.50,000નું રોકાણ કરવું પડશે અને બાકી પૈસા સરકાર તરફથી મળશે.
First published: