Home /News /business /માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

આજના સમયમાં આ પ્રોડક્ટની ખૂબજ માગ છે, હેલ્ધી અને હાઈજેનિક પ્રોડક્ટ આપશો તો લોકો શોધતા આવશે.

Business Idea: આ બિઝનેસ શરૂ કરવામાં તમારે બહુ રોકાણ કરવાની જરૂર પડતી નથી. ઓછા રોકાણમાં તમે આ બિઝનેસમાં લાખોની કમાણી કરી શકો છો જે છે કેટરિંગનો બિઝનેસ. આ બિઝનેસ શરૂ કરવામાં માત્ર તમારે 10,000 રૂપિયાની જરૂર પડશે. જાણો કેવી રીતે કેટરિંગ બિઝનેસની શરૂઆત કરશો

વધુ જુઓ ...
    અનેક લોકોનું સપનું હોય છે કે આપણો પોતાનો બિઝનેસ હોય. આ સાથે જ ઘણાં ખરા લોકો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું પણ વિચારતા હોય છે. આમ, જો તમે પણ બિઝનેસનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ તમારા માટે એક બેસ્ટ આઇડિયા છે. આજે અમે તમને એક ધાંસૂ બિઝનેસ વિશે આઇડિયા આપીશું. આ બિઝનેસ શરૂ કરવામાં તમારે બહુ રોકાણ કરવાની જરૂર પડતી નથી. ઓછા રોકાણમાં તમે આ બિઝનેસમાં લાખોની કમાણી કરી શકો છો જે છે કેટરિંગનો બિઝનેસ. આ બિઝનેસ શરૂ કરવામાં માત્ર તમારે 10,000 રૂપિયાની જરૂર પડશે.
    જાણો કેવી રીતે કેટરિંગ બિઝનેસની શરૂઆત કરશો.

    Stock Market: બજારના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ટૂંકાગાળામાં તગડી કમાણી માટે આ 10 શેર પર લગાવો દાવ

    તમે કેટરિંગ બિઝનેસની શરૂઆત કોઇ પણ જગ્યાએથી કરી શકો છો. આ ધંધામાં તમારે માત્ર કરિયાણું અને પેકેજિંગનો ખર્ચો થશે. આજના આ સમયમાં લોકો હાઇજેનિક ફુડ વધુ પ્રમાણમાં પસંદ કરતા હોય છે. આ માટે તમારે કિચનને એકદમ ક્લિન રાખવુ ખૂબ જરૂરી છે. આ એક એવો બિઝનેસ છે જેમાં તમારે વધારે બજેટની જરૂરિયાત હોતી નથી. આ બિઝનેસમાં તમે દર મહિને 20 થી 25 હજાર રૂપિયા સરળતાથી કમાઇ શકો છો, પરંતુ આ બિઝનેસમાં જેમ-જેમ તમે આગળ વધો છો એમ તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં તમારે ખાસ કરીને વાસણ, ગેસ સિલિન્ડર અને 2 થી 3 માણસોની જરૂર પડે છે.

    આજે ખુલી રહ્યો છે 100 વર્ષ જૂની પ્રાઈવેટ બેંકનો IPO, જાણો તમારે ભરવો જોઇએ કે નહીં?

    આ રીતે માર્કેટિંગ કરો

    કોઇ પણ બિઝનેસ શરૂ કરો ત્યારે એમાં દિવસેને દિવસે પ્રોગેસ માટે માર્કેટિંગ કરવું ખૂબ જરૂરી છે. કોઇ પણ ધંધામાં તમે જેટલું વધારે માર્કેટિંગ કરો છો એટલી વધારે સફળતા મળે છે. કેટરિંગ બિઝનેસમાં પણ તમે પાવરફુલ માર્કેટિંગ કરો છો તો તમે લાખોની કમાણી દિવસ જતા કરી શકો છો. આ બિઝનેસમાં તમે સફળતા મેળવવા ઇચ્છો છો તો તમે તમારી સર્વિસને લઇને ઓનલાઇન અને બીજા મિત્રો કે પરિવાર દ્રારા પ્રચાર કરો. આમ, કરવાથી ધીરે-ધીરે તમને ઓર્ડર મળવા લાગશે અને તમારી કમાણી શરૂ થઇ જશે. જો કે હવે તો લોકો નાની-નાની પાર્ટીઓમાં પણ કેટરિંગ કરતા હોય છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Fast food business, Healthy Foods, Investment tips, Low cost Business Idea

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन