Home /News /business /

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

જો તમે પણ નાનું રોકાણ કરીને તગડી કમાણી કરવા માગો છો તો આ બિઝનેસ કરવા જેવો છે.

New Business Idea: આજકાલ લોકોને નોકરી છોડીને પોતાનો બિઝનેસ અને વેપાર કરવાના વિચાર આવતા હોય છે. જોકે કેટલાકને એ પણ સમસ્યા હોય છે કે પોતાનો બિઝનેસ કરવા માટે જોઈતું મોટું રોકાણ ક્યાંથી લાવવું? જોકે કેટલાક બિઝનેસ એવા પણ હોય છે જેમાં તમે નાના રોકાણમાં પણ ખૂબ સારી કમાણી કરી શકો છો. આવા જ એક બિઝનેસ આઇડિયા અંગે આજે વાત કરવા જઈ રહ્યા છીએ.

વધુ જુઓ ...
  મુંબઈઃ આજકાલ સ્ટાર્ટઅપ અને બિઝનેસ શરું કરવાનો જમાનો છે. ઘણા લોકો નોકરી છોડીને પોતાનો નાનો મોટો વેપાર (New Business Idea) શરું કરી રહ્યા છે અને ખૂબ જ સારી એવી કમાણી કરી રહ્યા છે. જો તમે પણ થોડા રુપિયામાં મોટી કમાણી કરવા માગો છો તો આજે અમે તમને એક સારો આઈડિયા આપી રહ્યા છીએ. ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલી આ પ્રોડક્ટથી તમે મધ્યમ ખર્ચમાં પણ લાખોની કમાણી કરી શકો છો. સારી વાત એ છે કે આ બિઝનેસમાં તમારી કમાણી દિવસેને દિવસે વધતી જશે. આ બિઝનેસ ટોફુ (Tofu Business Idea) એટલે કે સોયા પનીરનો પ્લાન્ટ સ્થાપવાનો છે. આ બિઝનેસમાં થોડી મહેનત અને બુદ્ધીનો ઉપયોગ કરીને તમે પોતાને એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શકો છો. ટોફુ બનાવવાના આ બિઝનેસમાં લગભગ 3 થી 4 લાખ રૂપિયાના રોકાણ સાથે, તમે માત્ર થોડા મહિનામાં હજારો નહીં પરંતુ લાખો રૂપિયા કમાઈ શકો છો.

  Exclusive: સરકારી સબસિડીનો લાભ મેળવવા હવે તમારી પાસે આધાર અથવા તેની એનરોલમેન્ટ સ્લિપ જોઈશે

  કેટલો ખર્ચ થશે?

  ટોફુ બિઝનેસ શરૂ કરવા માટે તમારે અંદાજીત 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ટોફુ બનાવવા માટે શરૂઆતમાં 3 લાખ રૂપિયા મશીનરી માટે રોકાણ કરવું પડશે. જેમાં પ્રારંભિક રોકાણ તરીકે બોઈલર, જાર, સેપરેટર, નાના ફ્રીઝર વગેરે જેવી વસ્તુઓ માટે 2 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે. આ સાથે તમારે 1 લાખ રૂપિયાનો કાચો માલ સોયાબીન પણ ખરીદવા પડશે. આ ઉપરાંત તમારા પ્લાન્ટ માટે કામ કરવા ટોફુ બનાવવામાં નિષ્ણાત કામદારની પણ જરુર પડશે.

  ટોફુની બજારમાં બમ્પર માંગ છે

  આજકાલ બજારમાં સોયા દૂધ અને સોયા પનીરની ખૂબ માંગ છે. સોયા દૂધ અને ચીઝ સોયાબીનમાંથી તૈયાર કરવામાં આવે છે. સોયા દૂધનું પૌષ્ટિકતા અને સ્વાદમાં ગાય અને ભેંસના દૂધ જેવું નથી. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનું માનવામાં આવે છે. સોયા દૂધને દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું કહેવાય છે. સોયાબીનના આ દૂધમાંથી બનતા પનીરને ટોફુ કહેવામાં આવે છે.

  Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

  આ રીતે બનાવો ટોફુ

  ટોફુ બનાવવાની પ્રક્રિયામાં સૌપ્રથમ સોયાબીનને દળીને 1:7ના પ્રમાણમાં પાણીમાં ભેળવીને બાફવામાં આવે છે. બોઈલર અને ગ્રાઇન્ડરમાં અંદાજે 1 કલાક જેટલી આ પ્રક્રિયા પૂરી કર્યા પછી તમને 4-5 લિટર સોયા દૂધ મળે છે. આ પ્રક્રિયા પછી દૂધને સેપરેટરમાં નાખવામાં આવે છે જ્યાં દૂધ દહીં જેવું બને છે. આ પછી તેમાંથી બાકીનું પાણી કાઢી લેવામાં આવે છે. લગભગ 1 કલાકની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને અઢી થી ત્રણ કિલો ટોફુ (સોયા ચીઝ) મળે છે. ધારો કે જો તમે દરરોજ 30-35 કિલો ટોફુ બનાવવામાં સફળ થાવ છો, તો દર મહિને 1 લાખ રૂપિયા કમાવવાની શક્યતા રહે છે.

  Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

  ટોફુની બાય પ્રોડક્ટ પણ કમાણી કરાવી શકે

  ટોફુ બનાવવાની બાય પ્રોડક્ટ તરીકે પણ ઘણી પ્રોડક્ટ્સ બને છે. આ કેકનો ઉપયોગ બિસ્કીટ બનાવવામાં પણ થાય છે. તે બાદ જે બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે તેનાથી બરી તૈયાર થાય છે. આ બરીનો ઉપયોગ ખાવામાં થાય છે જે પ્રોટિનનો ખૂબ રિચ સોર્સ માનવામાં આવે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business investment, New business idea, Soya bean

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन