2 લાખમાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, દર મહિને કમાશો રૂ. 30,000

ભારત સરકારના ઉપક્રમ નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તેના માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે

News18 Gujarati
Updated: June 8, 2019, 3:55 PM IST
2 લાખમાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, દર મહિને કમાશો રૂ. 30,000
2 લાખમાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, દર મહિને કમાશો રૂ. 30,000
News18 Gujarati
Updated: June 8, 2019, 3:55 PM IST
જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચાર રહ્યા છો અને 2 લાખ રૂપિયા છે. તો, તમે ઘરે બેસી પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ બિઝનેસને શરૂ કરવા માટે તમને મોદી સરકારની મદદ પણ મળશે. પાપડ બનાવવાનો બિઝનેસ એક આવો જ સુપર બિઝનેસ છે. તો જોઈએ કેવી રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ.

ભારત સરકારના ઉપક્રમ નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તેના માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેના દ્વારા તમને મુદ્દા સ્કીમ હેઠળ 4 લાખ રૂપિયાની લોન ઓછા વ્યાજમાં મળી જશે. રિપોર્ટ અનુસરા, 6 લાખ રૂપિયા કુલ ઈન્વેસ્ટમેન્ટથી લગભગ 30 હજાર કિલો પ્રોડક્શન કેપેસિટી તૈયાર થઈ જશે. આ કેપેસિટી માટે 250 વર્ગમીટર જમીનની જરૂરત રહેશે.

ટોટલ ખર્ચ

આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 6.05 લાખ રૂપિયાનો ખર્ચ થશે ( ટોટલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલનો ખર્ચ સામેલ છે). ફિક્સ્ડ કેપિટલમાં ડો મશીન, પેકેજિંગ મશીન, ઈક્વિપમેન્ટ જેવા તમામ ખર્ચ સામેલ છે.

વર્કિંગ કેપિટલ
આમાં સ્ટાફની 3 મહિનાની સેલરી, ત્રણ મહિનામાં ઉપયોગમાં આવનાર રો મટીરીયલ અને યૂટિલીટી પ્રોડક્ટનો ખર્ચ સામેલ છે. આ સિવાય તેમાં ભાડુ, વિજળી, પાણી, ટેલિફોનનું બિલ વગેરે ખર્ચ સામેલ છે.
બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી વસ્તુ
તેના માટે તમારી પાસે એક જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે જગ્યા નથી તો, ભાડે લઈ શકો છો. જેનું તેમે મહિને 5 હજાર ભાડુ આપી શકો છો. મેન પાવરમાં 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝર રાખવો પડશે. આ તમામની સેલરી પર 25000 ખર્ચ થશે, જે વર્કિંગ કેપિટલમાં એડ કરવામાં આવ્યો છે.

લેવી પડશે આ મશીનરી
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે શિફ્ટર, ડો મિક્સર, પ્લેટફોર્મ બેલેન્સ, ઈલેક્ટ્રીકલી ઓપરેટેડ ઓવન, માર્બલ ટેબલ ટોપ, ચકલા-બેલન, એલ્યુમિનીયમના વાસણ અને રેક્સ જેવી મશીનરીની જરૂરત પડશે. પાપડનો બિઝનેસ કરવા માટે 250 વર્ગ મીટર એરિયા જોઈશે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...