Home /News /business /Business Idea: નોકરી સાથે શરું કરો આ પાર્ટ ટાઈમ બિઝનેસ, તમારા નાના-મોટા ખર્ચા નીકળી જશે

Business Idea: નોકરી સાથે શરું કરો આ પાર્ટ ટાઈમ બિઝનેસ, તમારા નાના-મોટા ખર્ચા નીકળી જશે

આ મોંઘવારીના સમયમાં તમારા ફાજલ સમયમાં આ રીતે કમાણી કરી શકો.

Part Time Business Idea: આજકાલ મોંઘવારી એટલી છે કે લોકો પોતાની નિયમિત કમાણીથી આગળ વધીને એક્સ્ટ્રા ઈન્કમ સોર્સ શોધી રહ્યા છે. તેવામાં આજે અમે તમને કેટલાક એવા સોર્સ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારી નિયમિત નોકરી કરતા કરતા દિવસમાં 1-2 કલાકના ફ્રી સમયમાં સારી એવી કમાણી કરી શકો છો અને પોતાનું આર્થિક ભારણ ઓછું કરી શકો છો.

વધુ જુઓ ...
મુંબઈઃ આજનો સમય એવો છે જેમાં ઘરખર્ચ કાઢવા માટે મોટાભાગના લોકોને પોતાની સેલેરી ઓછી પડે છે. મોંઘવારીના આ સમયમાં દરેક વ્યક્તિ ક્યાંથી એક્સ્ટ્રા ઇન્કમ થાય તેના માટે ચારેતરફ નજર દોડાવતો હોય છે. જો તમે પણ આવી જ કોઈ તકની શોધમાં હોવ તો તમારા માટે આ અહેવાલ ખૂબ જ કામ લાગી શકે છે. જો તમે પણ તમારી નોકરી ઉપરાંત વધારાની આવક કરવા માગો છો તો આજે અમે તમને એવા કેટલાક આઈડિયા આપીશું જ્યાં દર મહિને તમે સારી એવી કમાણી કરી શકો છો. એટલું જ નહીં આ માટે તમારે ઘરેથી બહાર નીકળવાની પણ જરુર નથી. આ બિઝનેસને તમે ટ્રાવેલ દરમિયાન, ગામડામાં, શહેરમાં અને ભણવા દરમિયાન પણ કરી શકો છો. આ માટે તમારી પાસે કોઈ મોટા ક્વોલિફિકેશન, સ્પેશ્યલાઇઝેશન કે સાધન સામગ્રીની પણ જરુર નથી. તમે પોતાના સ્માર્ટફોન અને લેપટોપ દ્વારા પણ આ કામ કરી શકો છો.

Stock Market: RBIની નવી પોલિસી બાદ માર્કેટ પોઝિટિવ નોટ પર બંધ થયું, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

હકીકતમાં, આજના આ ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ મેઇલ આવતો રહે છે. ન જાણે કેટલા એસએમએસ દરરોજ આવતા રહે છે. ઘણા એવા મેસેજ અને મેઇલ હોય છે જેને આપણે વાચતા પણ નથી અને સીધા જ ડિલિટ કરી દઈએ છીએ. પરંતુ આ કામમાં તમારે એવા મેઇલ ડિલિટ નથી કરવાના પરંતુ તેને વાંચવાના છે. જો તમે આવા મેઇલ વાચવાનું શરું કરશો તો તમને મોટી કમાણી થઈ શકે છે. હવે આગળ સમજીએ કે આવા મેઇલ વાચવાથી તમને કઈ રીતે કમાણી થઈ શકે છે.

ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ પ્રાઈવેટ બેંકનો શેર એક મહિનામાં 43 ટકા ઉછળ્યો, તમારે શું કરવું?

મેટ્રિક્સ મેલ ડોટ કોમ

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વેબસાઈટ્સ વર્ષ 2002થી કામ કરી રહી છે. જેના પર તમે કોઈ ઇમેઇલ વાચીને રુપિયા કમાઈ શકો છો. એ ઉપરાંત તમે ઓફર્સ દ્વારા પણ વેબસાઈટ વિઝિટ કરીને રુપિયા કમાઈ શકો છો. આ વેબસાઈટ દ્વારા આ તમામ કામ કરીને સહેલાઈથી 25થી 50 ડોલર જેટલી કમાણી કરી શકો છો. એટલે કે તમે એક કલાક જેટલું કામ કરીને સહેલાથી લગભગ 3000 રુપિયાની આસપાસ કમાણી કરી શકો છો.

આ PSU Bankએ એક વર્ષમાં આપ્યું 44 ટકા રિટર્ન, હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

પૈસા લાઈવ ડોટ કોમ

આ વેબસાઈટમાં કંઈપણ રોકાણ કર્યા વગર તમે સહેલાઈથી કમાણી કરી શકો છો. જેવા તમે આ વેબસાઈટમાં એકાઉન્ટ બનાવશો તો તમને રુ.99 બોનસ તરીકે મળશે. આ ઉપરાંત તમે 20 મિત્રોનું એકાઉન્ટ બનાવો છો તો તમને 20 રુપિયા તરત જ મળી જશે. આ ઉપરાંત આ વેબસાઈટ પ્રત્યેક મેઇલ વાચવાના 25 પૈસાથી લઈને 5 રુપિયા સુધી આપે છે. તમને જણાવી દઈએ કે આ વેબસાઈટ 15 દિવસમાં એકવાર ચેકથી પેમેન્ટ કરે છે.

Post Officeની આ સ્કીમ ઓછા રિસ્કમાં તમને બનાવી શકે કરોડપતિ, બસ દરરોજ ફક્ત 416 રુપિયા બચાવો

સેન્ડર અર્નિંગ ડોટ કોમ

આ વેબસાઈટથી રુપિયા કમાવવા માટે તમારે પોતાનું એકાઉન્ટ ખોલવું પડશે. અહીં એક ઈમેઇલ વાંચવા માટે તમને 1 ડોલર સુધીની રકમ ચૂકવવામાં આવી શકે છે. એટલે કે તમે સહેલાઈથી એક ઈમેઇલ વાચીને રુ.70 કમાઈ શકો છો. જોકે આ વેબસાઈટથી કમાણી માટે તેમાં દરરોજ વિઝિટ કરવી જરુરી છે. જો 6 મહિના સુધી વિઝિટ નથી કરતા તો તમારું એકાઉન્ટ પણ ડિએક્ટિવેટ થઈ જઈ શકે છે. અહીંથી તમારે પેમેન્ટ મેળવવા માટે લગભગ 2100 રુપિયા ઓછામાં ઓછા એકાઉન્ટમાં કમાવવા પડે છે.

(Disclaimer: આ અહેવાલ અનેક મીડિયા રિપોર્ટના આધારે બનાવવામાં આવ્યો છે. ન્યુઝ 18 ગુજરાતી આ સમાચારની પુષ્ટી કરતું નથી. આવી કોઈપણ વેબસાઈટ પર વિઝિટ કરતા પહેલા અને જોડાતા પહેલા તમે પોતે તેની સત્યતા અંગે રિસર્ચ કરો. તેમજ આ વેબસાઈટનું પ્રમશન પણ નથી કરી રહ્યા.)
First published:

Tags: Business idea, Earn money, Earn money from home, New business idea

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો