રૂ. 2 લાખ દર મહિને કમાણીનો Hit ફોર્મ્યૂલા , શરૂ કરો આ બિઝનેસ

આ બિઝનેસ માટે શરૂઆતમાં માત્ર 1 લાખથી 2.50 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરી દર મહિને 2 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.

આ બિઝનેસ માટે શરૂઆતમાં માત્ર 1 લાખથી 2.50 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરી દર મહિને 2 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.

  • Share this:
    ઘરમાં એનરજી લાવતી આ ફિશ મોટાભાગના લોકોનો શોખ હોય છે. આ રંગબેરંગી માછલીઓને લોકો ઘરનું સભ્ય માને છે. તેમાં ગુડલક પણ શોધે છે. આમાં સૌથી વધારે પોપ્યુલર છે ગોલ્ડ ફિસ. તેની કિંમત 2500 રૂપિયાથી 28 હજાર રૂપિયા સુધી જાય છે. માછલીઓ પાળવાના શોખિનોની સંખ્યા ઓછી નથી. આનાથી તમને માછલીઓની માંગનો અંદાજ આવી ગયો હશે. આ બિઝનેસ માટે શરૂઆતમાં માત્ર 1 લાખથી 2.50 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરી દર મહિને 2 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.

    1થી 2.50 લાખ રૂપિયા શરૂઆતનો ખર્ચ
    સજાવટી માછલીઓની ફાર્મિંગ અને તેના બિઝનેસ માટે શરૂઆતમાં તમારે 2.50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. તેમાં લગભગ 50 હજાર રૂપિયા 100 વર્ગફૂટના એક્વેરિયમ પર ખર્ચ કરવો પડશે અને લગભગ એટલો જ અન્ય સામાન પર. આ સિવાય કેટલીક મુખ્ય પ્રજાતિઓની માછલી સીડ 100 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિ પીસ હોય છે. સીડ તમે તમારી જરૂરિયાત પ્રમાણે ખરીદી શકો છો. તેના માટે ફિમેલ અને મેલનો અનુપાત 4:1 રાખવો પડે છે.

    અલગ-અલગ જગ્યા પરથી આવે છે સીડ
    ગોલ્ડન એરવોન, ચાઈનીઝ ફ્લોવર હોર્ન, ઈન્ડિયન ફ્લોવર હોર્ન, ડિસ્કન અને પેસ્ટ ફિશ મુખ્ય છે. તેના માટે સીડ ચેન્નાઈ, કોલકાતા, ચીન અને હોંગકોંગથી મંગાવવામાં આવે છે. જે ભારતમાં પણ વિભિન્ન ડિલરોના માધ્યમથી મળે છે. આ માછલીઓનો ભાવ જ 2500 રૂપિયાથી 28000 રૂપિયા સુધી હોય છે. તેમાં સૌથી મોંઘી ગોલ્ડન એરવોન હોય છે, જે 28 હજાર રૂપિયાથી પણ મોંઘી હોય છે.



    4થી 6 મહિના બાદ શરૂ કરો કમાણી
    એક્વેરિયમમાં સીડ નાખ્યા બાદ 4થી 6 મહિના બાદ તેને વેંચી શકાય છે. પરંતુ, ધ્યાન રાખવું પડે છે કે, એક એક્વેરિયમમાં ફાર્મિંગ માટે એક જ પ્રકારની માછલીઓ રાખવી પડે. જો તમે ગોલ્ડન એરવોન પ્રજાતીનું ફાર્મિંગ કરવા માંગો છો તો, તેમાં ક્ષમતા અનુસાર, દર મહિને સીડ નાખો.

    દર મહિને 10 માછલીઓ વેચીને પણ કમાણી કરો લાખોમાં
    જો તમે પોતાના ફાર્મિંગ એક્વેરિયમમાં દર મહિને 20 ગોલ્ડન ફિશ પણ તૈયાર કરો છો અને તેમાંથી 10 પણ વેચો છો તો તેમે લાખો રૂપિયા કમાણી કરી શકો છો. જો તેની ઓછામાં ઓછી કિંમત પણ લગાવવામાં આવે તો ગોલ્ડન ફિશ 15 હજાર રૂપિયામાં વેચાઈ જાય છે. એવામાં તમે 1.50 લાખ રૂપિયા અને તેનાથી વધારે કમાણી કરી શકો છો. પરંતુ, તેના માટે જરૂરી છે કે તમે પહેલા ફિશ ફાર્મિંગ એક્સપર્ટની સલાહ લો અને પ્રશિક્ષણ લો. જેથી તમારો ખર્ચ ટુંક સમયમાં બહાર નીકળે અને સારી કમાણી કરી શકો.
    Published by:kiran mehta
    First published: