નવી દિલ્હી : જો તમે કોઇ વેપાર શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે તમને એક તેવા બિઝનેસ વિષે જણાવી રહ્યા છે જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. હાલ ખરીફ માટે ડાંગરની વાવણી ચાલી રહી છે. આ સીઝનમાં ડાંગરનો પાક તૈયાર થઈ જાય તે પહેલા તમે રાઇસ પ્રોસેસિંગ યુનિટ લગાવીને સારી કમાણી કરી શકો છો. આ વેપારની શરૂઆત કરવામાં સરકાર પણ તમારી મદદ કરશે. તમે ઇચ્છો તો મુદ્રા લોનની મદદથી આ વેપાર શરૂ કરી શકો છો. હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ વેપાર શરૂ કરવા માટે કેટલા રૂપિયા લાગે છે અને કેટલા રૂપિયાની કમાણી તમે કરી શકો છો.
ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમીશનની તરફથી અનેક પ્રોજેક્ટ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોફાઇલના આધાર પર તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લોન માટે એપ્લાય કરી શકો છો. આ રિપોર્ટ મુજબ જો તમે રાઇસ મિલ જેને પૈડી પ્રોસેસિંગ યુનિટ પણ કહેવાય છે તેને શરૂ કરવા માંગો છો તો તમારે લગભગ 1000 વર્ગ ફૂડના શેડને ભાડા પર લેવું પડશે.
કેટલો ખર્ચ આવશે?
આ પછી તમારે પૈડી ક્લીનર વિથ ડસ્ટ બાઉલર, પૈડા સેપરેટર, પૈડી દિયૂસ્કર, રાઇસ પોલિશર, બ્રાન પ્રોસેસિંગ સિસ્ટમ, એસપ્રિરટર ખરીદવું પડશે. અંદાજીત આ તમામ પર લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. આ સિવાય વર્કિંગ કેપિટલની તરીકે લગભગ 50 હજાર રૂપિયા રાખવા પડશે. આમ તમે 3.50 લાખ રૂપિયામાં રાઇસ મિસ શરૂ કરી શકો છો.
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 3.50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય જો તમારી પાસે વેપારમાં રોકાણ કરવા માટે આટલા પૈસા નથી તો તમે મુદ્રા લોન લઇ શકો છો. સરકાર આમાં તમને 90 ટકાની લોનની સુવિધા આપે છે. આમ તમે ખાલી 35,000 રૂપિયા લગાવીને આ વેપાર શરૂ કરી શકો છો.
લોન માટે શું કરવું?
જો તમે સરકારથી ફાઇનેંશિયલ સપોર્ટ લેવા માંગો છો તો તમે વડાપ્રધાન ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ લોન માટે પણ એપ્લાય કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે 90 ટકા સુધીની લોન આપવામાં આવશે. લોન માટે ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. આ નીચેની લિંક પર ક્લિક કરો.
આ પ્રોજે્ટ હેઠળ તમે લગભગ 370 ક્વિટલ રાઇસ પ્રોસેસિંગ કરી શકો છો. જેનું કોસ્ટ ઓફ પ્રોડક્શન લગભગ 4.45 લાખ રૂપિયા થશે. જો તમે બધા માલ આગળ વેચી લો છો તો તમારી સેલ્સ લગભગ 5.54 લાખ રૂપિયાની થશે. એટલે કે તમે લગભગ 1.10 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો. તો રીતે તમે પણ આ વેપાર કરીને સારી કમાણી કરી શકો છો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર